Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 6
________________ | શ્રીમદાત્મ-વલ્લભ-સમુદ્ર-ઇન્દ્રદિન્નસત્રુભ્યો નમઃ | પ્રસ્તાવના અર્વાચીન કાળમાં લગભગ અંતિમ ૧૫૦૦-૧૬૦૦ વર્ષની સમયાવધિમાં ગુજરાતમાં અવતરિત થયેલી કેટલીક વિશિષ્ટ વિભૂતિઓએ સમયે સમયે સ્વયંના જીવનકાળમાં જ્ઞાન આરાધના, સાધના, સાહિત્ય સર્જન તથા ઉપદેશ આપીને જિનશાસનને વિશ્વ ફલક પર આગવું જાજરમાન સ્થાન અપાવ્યું છે. એ મહાપુરુષોમાં કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય હેમચંદ્રાચાર્ય સૂરિજી મ. સા., શ્રી હીરવિજય જી મ. સા., શ્રી યશોવિજયજી મ. સા., પૂજ્ય આત્મારામજી મ. સા., પંજાબ કેશરી ગુરુ વલ્લભ અને પૂજ્ય પુણ્યવિજયજી મ. સા. ઈત્યાદિએ અથાગ પુરુષાર્થ કરીને જિનશાસનની ધ્યાનાકર્ષક પ્રભાવના કરી છે અને એ ઉપકારી મહાત્માઓની શ્રેણીમાં આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજીનું નામ અચળ ધ્રુવતારક થઈ પ્રકાશી રહ્યું છે. જગતના સઘળા મહાપુરુષો વંદનીય છે. તેમની જીવન શૈલી અનુકરણીય અને તેમના સિધ્ધાંતો મનનશીલ હોય છે. પ્રત્યેક મહાપુરુષે પોતાની વિશિષ્ટ, લાક્ષણિક કર્મ પ્રણાલીથી શાસનની અદ્વિતીય સેવા કરી છે. વર્તમાનમાં વિશ્વમાં ફેંકાતા આર્થિક વિકાસ તથા ભૌતિક સુખોની ઘેલછાભરી આંધીમાં ધર્મતત્ત્વ અંશાત્મક અટવાઈ ગયું છે. કોમ્યુટર, મોબાઈલ, ટી.વી. ચેનલના યુગમાં આપણી સાહિત્યરુચિ, ભાષાજ્ઞાન તથા વાચનરસ ઓછાં થઈ ગયાં છે. આ એક ખતરનાક હાનિકર્તા હકીકત છે. જગતમાં જે પ્રજા પોતાના ત્યાગ, બલિદાન અને શૌર્યનો ઈતિહાસ ભુલાવી દે છે, જે પ્રભુ, ધર્મથી, સંસ્કૃતિથી પરાંચમુખી થઈ જાય છે, તે પ્રજાનો શતમુખી વિનિપાત થયા સિવાય રહેતો નથી. શૂરવીરો, સંતો, સાધુ ભગવંતો, સમાજસુધારકો સુશાસનકર્તા મહાપુરુષોના જીવનચરિત્રો વિષે જાણવું અને તેમનાં કર્તુત્વ નેતૃત્વ પર ચિંતન, મનન કરીને સ્વયંના જીવનને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પ્રકારના કર્મો વચ્ચે સંવાદિતા પ્રસ્થાપિત કરીને જીવવું એ જ પરમ લક્ષ્ય આપણાં સૌનું નિર્ધારિત થવું ઘટે. જિનશાસનની વર્તમાન શ્રેણીના ચરમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના શ્રીમુખેથી અનાયાસ ફૂટ થયેલી અમૃતવાણીને આશરે ૧૫૦વર્ષ પૂર્વે વલ્લભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીની પ્રેરણા તથા નિશ્રામાં શબ્દદેહ આપી લિપિબધ્ધ કરવામાં આવી અને ૪૫ આગમોની રચના થવા પામી. ત્યાર પછી કાળાંતરે અલગ અલગ આચાર્ય ભગવંતોની મર્યાદા, વિદેશી આક્રમણો તથા શિથિલાચાર ઈત્યાદિ પરિબળોનાં કારણે આગમો, થી પુણ્યચરિત્રમ્ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 252