Book Title: Prata Smaraniya Gunguru Punyadham Pujya Gurudevnu Hardik Pujan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 3
________________ ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન [ ૨૮૭ શાસ્ત્રોનું લેખન, તેને સંગ્રહ અને અધ્યયન આદિ ચિરકાળથી ચાલુ હતાં અને આજ પર્યંત પણ એ પ્રવાહ અવિચ્છિન્નપણે ચાલુ જ છે. ઉપર જણાવેલ શાસ્ત્રલેખન અને સંગ્રહવિષયક સંપૂર્ણ પ્રવૃત્તિ પૂજ્યપાદ ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજના સૂક્ષ્મ પરીક્ષણ અને અભિપ્રાયને અનુસરીને જ હંમેશાં ચાલુ રહ્યાં હતાં. પુણ્યનામધેય પૂજ્યપાદ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવ`કજી મહારાજે સ્થાપન કરેલા વડેાદરા અને છાણીનાં જૈન જ્ઞાનમદિરામાંના તેએાશ્રીના વિશાળ જ્ઞાનભંડારાનુ બારીકાઈથી અવલેાકન કરનાર એટલું સમજી શકશે કે એ શાસ્ત્રલેખન અને સંગ્રહ કેટલી સૂક્ષ્મ પરીક્ષાપૂર્વક કરવામાં આવ્યા છે અને તે કેવા અને કેટલા વૈવિધ્યથી ભરપૂર છે. શાસ્ત્રલેખન એ શી વસ્તુ છે એ બાબતને વાસ્તવિક ખ્યાલ એકાએક કોઈ તેય નહિ આવે. એ બાબતમાં ભલભલા વિદ્વાન ગણાતા માણસેા પણ કેવાં ગાથાં ખાઈ ખેસે છે એને ખ્યાલ પ્રાચીનઅર્વાચીન જ્ઞાનભ’ડારોમાંનાં અમુક અમુક પુસ્તકો તેમ જ ગાયકવાડ એરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ આદિમાંનાં નવાં લખાયેલ પુસ્તકા જોવાથી જ આવી શકે છે. ખરું જોતાં શાસ્ત્રલેખન એ વસ્તુ છે કે, તેને માટે જેમ મહત્ત્વના ઉપયોગી ગ્રંથેનું પૃથક્કરણ અતિ ઝીણવટપૂર્વક કરવામાં આવે એટલી જ બારીકાઈથી પુસ્તકને લખનાર લહિયાઓ, તેમની લિપિ, ગ્રંથ લખવા માટેના કાગળા, શાહી, કલમ વગેરે દરેકેદરેક વસ્તુ કેવી હોવી જોઈ એ એની પરીક્ષા અને તપાસને પણ એ માગી લે છે. જ્યારે ઉપર્યુક્ત બાબતેાની ખરેખર જાણકારી નથી હેાતી ત્યારે ઘણી વાર એવું બને છે કે, લેખકેા ગ્રંથલિપિને બરાબર ઉકેલી શકે છે કે નહિ ? તેએ શુદ્ધ લખનારા છે કે ભૂલેા કરનારા-વધારનારા છે? તેઓ લખતાં લખતાં વચમાંથી પાઠ છૂટી જાય તેમ લખનારા છે કે કેવા છે? ઇરાદા પૂર્વક ગોટાળે! કરનારા છે કે કેમ ? તેમતી લિપિ સુંદર છે કે નહિ ? એકસરખી રીતે પુસ્તક લખનારા છે કે લિપિમાં ગોટાળે! કરનારા છે?—ઇત્યાદિ પરીક્ષા કર્યા સિવાય પુસ્તકો લખાવવાથી પુસ્તકે અશુદ્ધ, ભ્રમપૂર્ણ અને ખરાબ લખાય છે. આ ઉપરાંત પુસ્તકે લખાવવા માટેના કાગળા, શાહી, કલમ વગેરે લેખનનાં વિવિધ સાધનેા કેવાં હાવાં જોઈ એ એની માહિતી ન હોય તે પરિણામ એ આવે છે કે સારામાં સારી પદ્ધતિએ લખાએલાં શાસ્ત્રો-પુસ્તકે અલ્પ કાળમાં જ નાશ પામી જાય છે. કેટલીક વાર તેા પાંચ--પચીસ વર્ષમાં જ એ પ્રથા મૃત્યુના માંમાં જઈ પડે છે. પૂજ્યપાદ ગુરુવરશ્રી ઉપરાક્ત શાસ્ત્રલેખન વિષયક પ્રત્યેક બાબતની ઝીણવટને પૂર્ણપણે સમજી શકતા હતા, એટલું જ નહિ, પણ તેએાશ્રીના હસ્તાક્ષરા એટલા સુંદર હતા અને એવી સુંદર અને સ્વચ્છ પદ્ધતિએ તે પુસ્તક લખી શકતા હતા કે ભલભલા લેખકને પણ આંટી નાખે. એ જ કારણ હતુ` કે ગમે તેવા લેખક ઉપર તેમને પ્રભાવ પડતા હતા અને ગમે તેવા તેઓશ્રી કાંઈ ને કાંઈ વાસ્તવિક ખાંચખૂંચ કાઢતા જ. લેખકની લિપિમાંથી પૂજ્યપાદ ગુરુદેવની પવિત્ર અને પ્રભાવયુક્ત છાયા તળે એકીસાથે ત્રીસ ત્રીસ, ચાલીસ ચાલીસ લહિયાએ પુસ્તકા લખવાનું કામ કરતા હતા. તેઓશ્રીના હાથ નીચે કામ કરનાર લેખકોની સાધુસમુદાયમાં કિંમત અંકાતી હતી. ટૂંકમાં એમ કહેવું જોઈ એ કે જેમ તેઓશ્રી શાસ્ત્રલેખન અને સંગ્રહ માટેના મહત્ત્વના ગ્રંથાને વિભાગ કરવામાં નિષ્ણાત હતા, એ જ રીતે તેઓશ્રી લેખનકળાના તલસ્પર્શી હાર્દને સમજવામાં અને પારખવામાં પણ નિષ્ણાત હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5