Book Title: Prata Smaraniya Gunguru Punyadham Pujya Gurudevnu Hardik Pujan Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 2
________________ ૨૮૬ ] જ્ઞાનાંજલિ સાદી ભાષામાં દોરવામાં આવે છે. જન્મ-પૂજ્યપાદ ગુરુદેવને જન્મ વાદરા પાસે આવેલ છાણી ગામમાં વિ.સં. ૧૯૨૬ના ચૈત્ર શુદિ ૧ને દિવસે થયા હતા. તેમનું પેાતાનુ ધન્ય નામ ભાઈ ચૂનીલાલ રાખવામાં આવ્યું હતું. તેમના પિતાનું નામ મલુકચંદ અને માતાનુ નામ જમનાબાઈ હતું. તેમની જ્ઞાતિ વીશા પેારવાડ હતી. તે પાતા સાથે ચાર ભાઈ હતા અને ત્રણ બહેનેા હતી. તેમનું કુટુંબ ઘણું જ ખાનદાન હતું. ગૃહસ્થપણાને તેમને અભ્યાસ તે જમાના પ્રમાણે ગુજરાતી સાત ચાપડીએ જેટલા હતા. વ્યાપારાદિમાં ઉપયાગી હિસાબ આદિ બાબતેામાં તેએશ્રી હાંશિયાર ગણાતા હતા. ધર્મ સંસ્કાર અને પ્રત્રજ્યા—હાણી ગામ સ્વાભાવિક રીતે જ ધાર્મિક સૌંસ્કારપ્રધાન ક્ષેત્ર હાઈ ભાઈ શ્રી ચૂનીલાલમાં ધાર્મિક સંસ્કાર પ્રથમથી જ હતા અને તેથી તેમણે પ્રતિક્રમણમૂત્રાદિને લગતા યોગ્ય અભ્યાસ પણ પ્રથમથી જ કર્યાં હતા. છાણી ક્ષેત્રની જૈન જનતા અતિભાવુક હૈઈ ત્યાં સાધુસાધ્વીઓનુ આગમન અને તેમના ઉપદેશાને લીધે લોકોમાં ધાર્મિક સંસ્કાર હંમેશાં પોષાતા જ રહેતા. એ રીતે ભાઈ શ્રી ચૂડીલાલમાં પણ ધર્મના દૃઢ સંસ્કારો પડયા હતા, જેને પરિણામે પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય અનેકગુગુગણનિવાસ શાંતજીવી પરમગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી પ્રયત્ત કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજને સયાગ થતાં તેમના પ્રમાવસંપન્ન પ્રતાપી વરદ શુભ હસ્તે તેમણે ડભાઈ ગામમાં વિ.સ. ૧૯૪૬ના જેઠ વદ ૧૦ને દિવસે શિષ્ય તરીકે પ્રત્રજ્યા અંગીકાર કરી અને તેમનુ શુભ નામ મુનિ શ્રી ચતુરવિજયજી રાખવામાં આવ્યું. વિહાર અને અભ્યાસ—દીક્ષા લીધા પછી તેમના વિહાર પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પ્રવર્તી કજી મહારાજ સાથે પંજાબ તરફ થતે રહ્યો અને તે સાથે ક્રમે ક્રમે અભ્યાસ પણ આગળ વધતા રહ્યો. શરૂઆતમાં સાધુયોગ્ય આવશ્યકક્રિયાત્રા અને વિચાર આદિ પ્રકરણાના અભ્યાસ કર્યાં. તે વખતે પંજાબમાં અને ખાસ કરી તે જમાનાના સાધુવમાં વ્યાકરણમાં મુખ્યત્વે સારસ્વત પૂર્વાધ અને ચન્દ્રિકા ઉત્તરાર્ધના પ્રચાર હતા, તે મુજબ તેએાત્રીએ તેને અભ્યાસ કર્યાં અને તે સાથે કાવ્ય, વાગ્ભટાલ'કાર, શ્રુતમાધ આદિને પણ અભ્યાસ કરી લીધા. આ રીતે અભ્યાસમાં ઠીક ઠીક પ્રગતિ અને પ્રવેશ થયા બાદ પૂર્વાચાર્ય કૃત સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણા—જે જૈન આગમના પ્રવેશદ્રાર સમાન છે—ના અભ્યાસ કર્યાં. અને તર્કસંગ્રહ તથા મુક્તાવલીનું પણ આ દરમિયાન અધ્યયન કર્યું. આ રીતે ક્રમિક સજીવ અભ્યાસ અને વિહાર બન્નેય કાર્યાં એકીસાથે ચાલતાં રહ્યાં. ઉપર જણાવવામાં આવ્યું તેમ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજ ક્રમે ક્રમે સજીવ અભ્યાસ થયા પછી જ્યાં જ્યાં પ્રસંગ મળ્યા ત્યાં ત્યાં તે તે વિદ્વાન મુનિવરાદિ પાસે તેમ જ પેાતાની મેળે પણ શાસ્ત્રોનું અધ્યયન-વાચન કરતા રહ્યા. ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે કહ્યું છે કે “ અભ્યાસો ત્તિ મંસુ કૌશસમાવતિ.’' એ મુજબ પૂજ્યવર શ્રી ગુરુદેવ શાસ્ત્રીય વગેરે વિષયમાં આગળ વધતા ગયા અને અનુક્રમે કોઈનીયે મદ સિવાય સ્વતંત્ર રીતે મહાન શાસ્ત્રોને સ્વાધ્યાય પ્રવર્તાવા લાગ્યા, જેના ફળરૂપે આપણે “ આત્મનન્દ જૈન ગ્રંથરત્નમાળા ''તે આજે જેઈ શકીએ છીએ. શાસ્રલેખન અને સંગ્રહ—વિશ્વવિખ્યાતકીર્તિ, પુનિતનામધેય, પજાબદેશાધ્ધારક, ન્યાયામ્ભાનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનન્દસૂરિવરની અવર્ણનીય અને અખૂટ જ્ઞાનગંગાના પ્રવાહના વાસે! એમની વિશાળ શિષ્યસતતિમાં નિરાબાધ રીતે વહેતે રહ્યો છે. એ કારણસર પૂજ્યપ્રવર પ્રાતઃસ્મરણીય પ્રભાવપૂર્ણ પરમગુરુદેવ પ્રત્ર કજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીમાં પણ એ જ્ઞાનગ’ગાને નિળ પ્રવાહ સતત જીવતા વહેતા રહ્યો છે, જેના પ્રતાપે સ્થાન સ્થાનના જ્ઞાનભડારામાંથી શ્રેષ્ઠ-શ્રેષ્ઠતમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5