Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રાતઃસ્મરણીય
ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન
પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, ગુણુભંડાર, પુણ્યનામ અને પુણ્યધામ તથા શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલાના ઉત્પાદક, સ'શેાધક અને સપાદક ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી ચતુરવિજયજી મહારાજ વિ. સ. ૧૯૯૬ના કાર્તિક દિ ૫ ની પાછલી રાત્રે પરલેાકવાસી થયા છે, એ સમાચાર જાણી પ્રત્યેક ગુણગ્રાહી સાહિત્યરસિક વિદ્વાનને દુઃખ થયા સિવાય નહિ જ રહે. તે છતાં એ વાત નિર્વિવાદ છે કે જગતના એ અટલ નિયમના અપવાદરૂપ કેઈ પણ પ્રાણધારી નથી. આ સ્થિતિમાં વિજ્ઞાનવાન સત્પુરુષા પેાતાના અનિત્ય જીવનમાં તેમનાથી બને તેટલાં સત્કાર્યાં કરવામાં પરાયણ રહી પેાતાની આસપાસ વસનાર મહાનુભાવ અનુયાયી વર્ગને વિશિષ્ટ માર્ગે ચીધતાં જાય છે.
પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે સ્વગુરુચરણુવાસ, શાસ્ત્રસ ંશાધન અને નાનાદ્વાર એ વસ્તુએ એકરૂપે વણાઈ ગઈ હતી. પેાતાના લગભગ પચાસ વર્ષ જેટલા ચિર પ્રવ્રજ્યાપર્યાયમાં અપવાદરૂપ —અને તે પણ સકારણ—વર્ષોં બાદ કરીએ તે આખી જિંદગી તેએ!શ્રીએ ગુરુચરણુસેવામાં જ ગાળી છે. પ્રથમુદ્રણના યુગ પહેલાં તેમણે સંખ્યાબધ શાસ્ત્રોના લખવા-લખાવવામાં અને સ ંશાધનમાં વર્ષો ગાળ્યાં છે. પાટણ, વડાદરા, લીંબડી આદિના વિશાળ જ્ઞાનભંડારાના ઉદ્ધાર અને તેને સુરક્ષિત તેમ જ સુવ્યવસ્થિત કરવા પાછળ વર્ષો સુધી શ્રમ ઉઠાવ્યા છે. શ્રી આત્માનંદ જૈન શ્ર'થરત્નમાળાની તેમણે બરાબર ત્રીસ વર્ષ પંત અપ્રમત્ત ભાવે સેવા કરી છે. શ્રી આ. જે. ગ્રે. ૨. મા.ના તેા તેએશ્રી આત્મસ્વ
રૂપ જ હતા.
પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે છગડાનેા ખૂબ જ મેળ રહ્યો છે. અને એ અફથી અંકિત વર્ષામાં તેમણે વિશિષ્ટ કાર્યા સાવ્યાં છે. તેઓશ્રીને જન્મ વિ. સ. ૧૯૨૬માં થયા છે, દીક્ષા ૧૯૪૬માં લીધી છે, હું જે ભૂલતા ન હેાઉં તે) પાટણના જૈન ભંડારાની સુવ્યવસ્થાનું કાર્ય ૧૯૫૬માં હાથ ધર્યું હતું, “ શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલા ”ના પ્રકાશનની શરૂઆત ૧૯૬૬માં કરી હતી અને સતત કવ્યપરાયણ, અપ્રમત્ત, આદભૂત સંયમી જીવન વિતાવી ૧૯૯૬માં તેઓશ્રીએ પરલેાકવાસ સાધ્યેા છે. અસ્તુ.
**
હવે પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન ચતુરવિજયજી મહારાજની ટૂંક જીવનરેખા વિદ્વાનેાને જરૂર રસપ્રદ થશે, એમ માની કોઈ પણ જાતની અતિશયોક્તિને એપ આપ્યા સિવાય એ અહી તદ્દન
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૮૬ ]
જ્ઞાનાંજલિ
સાદી ભાષામાં દોરવામાં આવે છે.
જન્મ-પૂજ્યપાદ ગુરુદેવને જન્મ વાદરા પાસે આવેલ છાણી ગામમાં વિ.સં. ૧૯૨૬ના ચૈત્ર શુદિ ૧ને દિવસે થયા હતા. તેમનું પેાતાનુ ધન્ય નામ ભાઈ ચૂનીલાલ રાખવામાં આવ્યું હતું. તેમના પિતાનું નામ મલુકચંદ અને માતાનુ નામ જમનાબાઈ હતું. તેમની જ્ઞાતિ વીશા પેારવાડ હતી. તે પાતા સાથે ચાર ભાઈ હતા અને ત્રણ બહેનેા હતી. તેમનું કુટુંબ ઘણું જ ખાનદાન હતું. ગૃહસ્થપણાને તેમને અભ્યાસ તે જમાના પ્રમાણે ગુજરાતી સાત ચાપડીએ જેટલા હતા. વ્યાપારાદિમાં ઉપયાગી હિસાબ આદિ બાબતેામાં તેએશ્રી હાંશિયાર ગણાતા હતા.
ધર્મ સંસ્કાર અને પ્રત્રજ્યા—હાણી ગામ સ્વાભાવિક રીતે જ ધાર્મિક સૌંસ્કારપ્રધાન ક્ષેત્ર હાઈ ભાઈ શ્રી ચૂનીલાલમાં ધાર્મિક સંસ્કાર પ્રથમથી જ હતા અને તેથી તેમણે પ્રતિક્રમણમૂત્રાદિને લગતા યોગ્ય અભ્યાસ પણ પ્રથમથી જ કર્યાં હતા. છાણી ક્ષેત્રની જૈન જનતા અતિભાવુક હૈઈ ત્યાં સાધુસાધ્વીઓનુ આગમન અને તેમના ઉપદેશાને લીધે લોકોમાં ધાર્મિક સંસ્કાર હંમેશાં પોષાતા જ રહેતા. એ રીતે ભાઈ શ્રી ચૂડીલાલમાં પણ ધર્મના દૃઢ સંસ્કારો પડયા હતા, જેને પરિણામે પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય અનેકગુગુગણનિવાસ શાંતજીવી પરમગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી પ્રયત્ત કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજને સયાગ થતાં તેમના પ્રમાવસંપન્ન પ્રતાપી વરદ શુભ હસ્તે તેમણે ડભાઈ ગામમાં વિ.સ. ૧૯૪૬ના જેઠ વદ ૧૦ને દિવસે શિષ્ય તરીકે પ્રત્રજ્યા અંગીકાર કરી અને તેમનુ શુભ નામ મુનિ શ્રી ચતુરવિજયજી રાખવામાં આવ્યું.
વિહાર અને અભ્યાસ—દીક્ષા લીધા પછી તેમના વિહાર પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પ્રવર્તી કજી મહારાજ સાથે પંજાબ તરફ થતે રહ્યો અને તે સાથે ક્રમે ક્રમે અભ્યાસ પણ આગળ વધતા રહ્યો. શરૂઆતમાં સાધુયોગ્ય આવશ્યકક્રિયાત્રા અને વિચાર આદિ પ્રકરણાના અભ્યાસ કર્યાં. તે વખતે પંજાબમાં અને ખાસ કરી તે જમાનાના સાધુવમાં વ્યાકરણમાં મુખ્યત્વે સારસ્વત પૂર્વાધ અને ચન્દ્રિકા ઉત્તરાર્ધના પ્રચાર હતા, તે મુજબ તેએાત્રીએ તેને અભ્યાસ કર્યાં અને તે સાથે કાવ્ય, વાગ્ભટાલ'કાર, શ્રુતમાધ આદિને પણ અભ્યાસ કરી લીધા. આ રીતે અભ્યાસમાં ઠીક ઠીક પ્રગતિ અને પ્રવેશ થયા બાદ પૂર્વાચાર્ય કૃત સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણા—જે જૈન આગમના પ્રવેશદ્રાર સમાન છે—ના અભ્યાસ કર્યાં. અને તર્કસંગ્રહ તથા મુક્તાવલીનું પણ આ દરમિયાન અધ્યયન કર્યું. આ રીતે ક્રમિક સજીવ અભ્યાસ અને વિહાર બન્નેય કાર્યાં એકીસાથે ચાલતાં રહ્યાં.
ઉપર જણાવવામાં આવ્યું તેમ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજ ક્રમે ક્રમે સજીવ અભ્યાસ થયા પછી જ્યાં જ્યાં પ્રસંગ મળ્યા ત્યાં ત્યાં તે તે વિદ્વાન મુનિવરાદિ પાસે તેમ જ પેાતાની મેળે પણ શાસ્ત્રોનું અધ્યયન-વાચન કરતા રહ્યા. ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે કહ્યું છે કે “ અભ્યાસો ત્તિ મંસુ કૌશસમાવતિ.’' એ મુજબ પૂજ્યવર શ્રી ગુરુદેવ શાસ્ત્રીય વગેરે વિષયમાં આગળ વધતા ગયા અને અનુક્રમે કોઈનીયે મદ સિવાય સ્વતંત્ર રીતે મહાન શાસ્ત્રોને સ્વાધ્યાય પ્રવર્તાવા લાગ્યા, જેના ફળરૂપે આપણે “ આત્મનન્દ જૈન ગ્રંથરત્નમાળા ''તે આજે જેઈ શકીએ છીએ.
શાસ્રલેખન અને સંગ્રહ—વિશ્વવિખ્યાતકીર્તિ, પુનિતનામધેય, પજાબદેશાધ્ધારક, ન્યાયામ્ભાનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનન્દસૂરિવરની અવર્ણનીય અને અખૂટ જ્ઞાનગંગાના પ્રવાહના વાસે! એમની વિશાળ શિષ્યસતતિમાં નિરાબાધ રીતે વહેતે રહ્યો છે. એ કારણસર પૂજ્યપ્રવર પ્રાતઃસ્મરણીય પ્રભાવપૂર્ણ પરમગુરુદેવ પ્રત્ર કજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીમાં પણ એ જ્ઞાનગ’ગાને નિળ પ્રવાહ સતત જીવતા વહેતા રહ્યો છે, જેના પ્રતાપે સ્થાન સ્થાનના જ્ઞાનભડારામાંથી શ્રેષ્ઠ-શ્રેષ્ઠતમ
Page #3
--------------------------------------------------------------------------
________________
ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન
[ ૨૮૭
શાસ્ત્રોનું લેખન, તેને સંગ્રહ અને અધ્યયન આદિ ચિરકાળથી ચાલુ હતાં અને આજ પર્યંત પણ એ પ્રવાહ અવિચ્છિન્નપણે ચાલુ જ છે.
ઉપર જણાવેલ શાસ્ત્રલેખન અને સંગ્રહવિષયક સંપૂર્ણ પ્રવૃત્તિ પૂજ્યપાદ ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજના સૂક્ષ્મ પરીક્ષણ અને અભિપ્રાયને અનુસરીને જ હંમેશાં ચાલુ રહ્યાં હતાં. પુણ્યનામધેય પૂજ્યપાદ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવ`કજી મહારાજે સ્થાપન કરેલા વડેાદરા અને છાણીનાં જૈન જ્ઞાનમદિરામાંના તેએાશ્રીના વિશાળ જ્ઞાનભંડારાનુ બારીકાઈથી અવલેાકન કરનાર એટલું સમજી શકશે કે એ શાસ્ત્રલેખન અને સંગ્રહ કેટલી સૂક્ષ્મ પરીક્ષાપૂર્વક કરવામાં આવ્યા છે અને તે કેવા અને કેટલા વૈવિધ્યથી ભરપૂર છે.
શાસ્ત્રલેખન એ શી વસ્તુ છે એ બાબતને વાસ્તવિક ખ્યાલ એકાએક કોઈ તેય નહિ આવે. એ બાબતમાં ભલભલા વિદ્વાન ગણાતા માણસેા પણ કેવાં ગાથાં ખાઈ ખેસે છે એને ખ્યાલ પ્રાચીનઅર્વાચીન જ્ઞાનભ’ડારોમાંનાં અમુક અમુક પુસ્તકો તેમ જ ગાયકવાડ એરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ આદિમાંનાં નવાં લખાયેલ પુસ્તકા જોવાથી જ આવી શકે છે.
ખરું જોતાં શાસ્ત્રલેખન એ વસ્તુ છે કે, તેને માટે જેમ મહત્ત્વના ઉપયોગી ગ્રંથેનું પૃથક્કરણ અતિ ઝીણવટપૂર્વક કરવામાં આવે એટલી જ બારીકાઈથી પુસ્તકને લખનાર લહિયાઓ, તેમની લિપિ, ગ્રંથ લખવા માટેના કાગળા, શાહી, કલમ વગેરે દરેકેદરેક વસ્તુ કેવી હોવી જોઈ એ એની પરીક્ષા અને તપાસને પણ એ માગી લે છે.
જ્યારે ઉપર્યુક્ત બાબતેાની ખરેખર જાણકારી નથી હેાતી ત્યારે ઘણી વાર એવું બને છે કે, લેખકેા ગ્રંથલિપિને બરાબર ઉકેલી શકે છે કે નહિ ? તેએ શુદ્ધ લખનારા છે કે ભૂલેા કરનારા-વધારનારા છે? તેઓ લખતાં લખતાં વચમાંથી પાઠ છૂટી જાય તેમ લખનારા છે કે કેવા છે? ઇરાદા પૂર્વક ગોટાળે! કરનારા છે કે કેમ ? તેમતી લિપિ સુંદર છે કે નહિ ? એકસરખી રીતે પુસ્તક લખનારા છે કે લિપિમાં ગોટાળે! કરનારા છે?—ઇત્યાદિ પરીક્ષા કર્યા સિવાય પુસ્તકો લખાવવાથી પુસ્તકે અશુદ્ધ, ભ્રમપૂર્ણ અને ખરાબ લખાય છે. આ ઉપરાંત પુસ્તકે લખાવવા માટેના કાગળા, શાહી, કલમ વગેરે લેખનનાં વિવિધ સાધનેા કેવાં હાવાં જોઈ એ એની માહિતી ન હોય તે પરિણામ એ આવે છે કે સારામાં સારી પદ્ધતિએ લખાએલાં શાસ્ત્રો-પુસ્તકે અલ્પ કાળમાં જ નાશ પામી જાય છે. કેટલીક વાર તેા પાંચ--પચીસ વર્ષમાં જ એ પ્રથા મૃત્યુના માંમાં જઈ પડે છે.
પૂજ્યપાદ ગુરુવરશ્રી ઉપરાક્ત શાસ્ત્રલેખન વિષયક પ્રત્યેક બાબતની ઝીણવટને પૂર્ણપણે સમજી શકતા હતા, એટલું જ નહિ, પણ તેએાશ્રીના હસ્તાક્ષરા એટલા સુંદર હતા અને એવી સુંદર અને સ્વચ્છ પદ્ધતિએ તે પુસ્તક લખી શકતા હતા કે ભલભલા લેખકને પણ આંટી નાખે. એ જ કારણ હતુ` કે ગમે તેવા લેખક ઉપર તેમને પ્રભાવ પડતા હતા અને ગમે તેવા તેઓશ્રી કાંઈ ને કાંઈ વાસ્તવિક ખાંચખૂંચ કાઢતા જ.
લેખકની લિપિમાંથી
પૂજ્યપાદ ગુરુદેવની પવિત્ર અને પ્રભાવયુક્ત છાયા તળે એકીસાથે ત્રીસ ત્રીસ, ચાલીસ ચાલીસ લહિયાએ પુસ્તકા લખવાનું કામ કરતા હતા. તેઓશ્રીના હાથ નીચે કામ કરનાર લેખકોની સાધુસમુદાયમાં કિંમત અંકાતી હતી.
ટૂંકમાં એમ કહેવું જોઈ એ કે જેમ તેઓશ્રી શાસ્ત્રલેખન અને સંગ્રહ માટેના મહત્ત્વના ગ્રંથાને વિભાગ કરવામાં નિષ્ણાત હતા, એ જ રીતે તેઓશ્રી લેખનકળાના તલસ્પર્શી હાર્દને સમજવામાં અને પારખવામાં પણ નિષ્ણાત હતા.
Page #4
--------------------------------------------------------------------------
________________
ર૮૮ ]
જ્ઞાનાંજલિ પૂજ્યપાદ ગુરુવરની પવિત્ર ચરણછાયામાં રહી તેમના ચિરકાલીન લેખનકળાવિષયક અનુભવોને જાણીને અને સંગ્રહીને જ હું ભારે “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” નામનો ગ્રંથ લખી શક્યો છું. ખરું જોતાં એ ગ્રંથલેખનનો પૂર્ણ યશ પૂજ્ય ગુરુદેવશ્રીને જ ઘટે છે.
શાસ્ત્રસંશાધન-પૂજ્યપાદ ગુરુવરશ્રીએ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના શાસ્ત્રસંગ્રહમાંના નવા લખાવેલ પ્રાચીન ગ્રંથો પૈકી સંખ્યાબંધ મહત્વના ગ્રંથે અનેકાનેક પ્રાચીન પ્રત્યન્તરો સાથે સરખાવીને સુધાર્યા છે. જેમ પૂજ્ય ગુરુદેવ લેખનકળાના રહસ્યને બરાબર સમજતા હતા, એ જ રીતે સંશોધનકળામાં પણ તેઓશ્રી પારંગત હતા. સંશોધનકળા, તેને માટેના સાધનો, સંકેતો વગેરે પ્રત્યેક વસ્તુને તેઓશ્રી પૂર્ણ રીતે જાણતા હતા. એમના સંશોધનકળાને લગતા પાંડિત્ય અને અનુભવના પરિપાકને આપણે તેઓશ્રીએ સંપાદિત કરેલ શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળામાં પ્રત્યક્ષપણે જોઈ શકીએ છીએ.
જૈન જ્ઞાનભંડારોનો ઉદ્ધાર–પાટણના વિશાળ જૈન જ્ઞાનભંડારે એક કાળે અતિ અવ્યવસ્થિત દશામાં પડ્યા હતા અને ભંડારાનું દર્શન પણ એકંદર દુર્લભ જ હતું. એમાંથી વાચન, અધ્યયન, સંશોધન આદિ માટે પુસ્તક મેળવવાં અતિ દુષ્કર હતાં. એની ટીપો-લિસ્ટો પણ બરાબર જોઈએ તેવી માહિતી આપનારાં ન હતાં અને એ ભંડારો લગભગ જોઈએ તેવી સુરક્ષિત અને સુવ્યવસ્થિત દશામાં ન હતા. એ સમયે પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી (મારા પૂજ્ય ગુરુદેવ) શ્રી ચતુરવિજયજી મહારાજદિ શિપરિવાર સાથે પાટણ પધાર્યા અને પાટણના જ્ઞાનભંડારોની વ્યવસ્થા કરવા માટે કાર્યવાહકોનો વિશ્વાસ સંપાદન કરી એ જ્ઞાનભંડારના સાર્વત્રિક ઉદ્ધારનું કામ હાથ ધર્યું અને એ કાર્યને સર્વાગપૂર્ણ બનાવવા શક્ય સર્વ પ્રયત્નો પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીએ અને પૂજ્ય ગુરુદેવશ્રી ચતુરવિજ્યજી મહારાજશ્રીએ કર્યા. આ વ્યવસ્થામાં બૌદ્ધિક અને શ્રમજન્ય કાર્ય કરવામાં પૂજ્યપાદ ગુરુદેવને અકય ફાળો હોવા છતાં પોતે ગુપ્ત રહી જ્ઞાનભંડારના ઉદ્ધારને સંપૂર્ણ યશ તેઓશ્રીએ શ્રીગુચરણે જ સમર્પિત કર્યો છે.
લીંબડી શ્રીસંધના વિશાળ જ્ઞાનભંડારની તથા વડોદરા-છાણીમાં સ્થાપન કરેલા પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના અતિ વિશાળ જ્ઞાનભંડારની સર્વાગપૂર્ણ સુવ્યવસ્થા પૂજ્ય ગુરુવેર્યો એટલે હાથે જ કરી છે. આ ઉપરાંત પૂજ્યપ્રવર શાતમૂર્તિ મહારાજશ્રી ૧૦૦૮ શ્રી હંસવિજ્યજી મહારાજશ્રીના વડોદરામાંના વિશાળ જ્ઞાનભંડારની વ્યવસ્થામાં પણ તેમની મહાન મદદ હતી.
શ્રી આત્માનંદ જૈન ગ્રંથરતનમાલા—પૂજ્ય શ્રી ગુરુશ્રીએ જેમ પોતાના જીવનમાં જેન જ્ઞાનભંડારને ઉદ્ધાર, શાસ્ત્રલેખન અને શાસ્ત્રસંશોધનને લગતાં મહાન કાર્યો કર્યા છે, એ જ રીતે તેમણે શ્રી આ. જે. ચં. ૨. મા.ના સંપાદન અને સંશોધનનું મહાન કાર્ય પણ હાથ ધર્યું હતું. આ ગ્રંથમાળામાં આજ સુધીમાં બધા મળીને વિવિધ વિષયને લગતા નાના-મોટા મહત્ત્વના નેવુ ગ્રંચ પ્રકાશિત થયા છે, જેમાંના ઘણાખરા પૂજ્ય ગુરુદેવે જ સંપાદિત કર્યા છે.
- આ ગ્રંથમાળામાં નાનામાં નાના અને મોટામાં મોટા અજોડ મહત્ત્વના ગ્રંથ પ્રકાશિત થયા છે. નાના-મોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણને સમૂહ આ ગ્રંથમાળામાં પ્રકાશિત થયો છે એ આ ગ્રંથમાળાની ખાસ વિશેષતા છે. આ પ્રકરણે દ્વારા જૈન શ્રમણ અને શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. જે પ્રકરણોનાં નામ મેળવવા કે સાંભળવાં પણ એકાએક મુશ્કેલ હતાં, એ પ્રકરણો પ્રત્યેક શ્રમણ-શ્રમણીના હસ્તગત થઈ ગયાં છે. આ ગ્રંથમાળામાં એકંદર જૈન આગમે, પ્રકરણો, ઐતિહાસિક અને ઔપદેશિક પ્રાકૃત, સંસ્કૃત કથાસાહિત્ય, કાવ્ય, નાટક આદિ વિષયક વિવિધ સાહિત્ય પ્રકાશ
Page #5
--------------------------------------------------------------------------
________________ ગુણગુરૂ પુષ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન [ 289 પામ્યું છે. એ ઉપરથી પૂજ્યપાદ ગુરુદેવમાં કેટલું વિશાળ જ્ઞાન અને કેટલો અનુભવ હતો એ સહેજે સમજી શકાય તેમ છે, અને એ જ કારણસર આ ગ્રંથમાળા દિન પ્રતિદિન દરેક દૃષ્ટિએ વિકાસ પામતી રહી છે. છેલ્લામાં છેલ્લી પદ્ધતિએ ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરતા પૂજ્યપાદ ગુરુદેવે જીવનના અસ્તકાળ પર્યત અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે. નિશીથસૂત્રચૂર્ણિ, કલ્પચૂર્ણિ, મલયગિરિ વ્યાકરણ, દેવભદ્રસૂરિક્ત કથાનકોશ, વસુદેવ હિંડી-દ્વિતીય ખંડ આદિ જેવા અનેક પ્રાસાદભૂત ગ્રંથોના સંશોધન અને પ્રકાશનના મહાન મનોરથોને હૃદયમાં ધારણ કરી, સ્વહસ્તે એની પ્રેસ કેપીઓ અને એનું અર્ધસંશોધન કરી, તેઓશ્રી પરલેકવાસી થયા છે. અતુ. મૃત્યુદેવે કે ના મનોરથ પૂર્ણ થવા દીધા છે ! આમ છતાં જો પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુર્દેવ અને સમસ્ત મુનિગણુની આશિષ વરસતી હશે-છે જ, તો પૂજ્ય ગુરુદેવના સંકોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજજવલ બનાવવા યથાશક્ય અલ્પ–સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ. ગુરુદેવને પ્રભાવ–પૂજ્યપાદ ગુવમાં દરેક બાબતને લગતી કાર્યદક્ષતા એટલી બધી હતી કે કઈ પણ પાસે આવનાર તેમના પ્રભાવથી પ્રભાવિત થયા સિવાય રહેતો નહિ. મારા જેવી સાધારણ વ્યક્તિ ઉપર પૂજ્ય ગુરુદેવને પ્રભાવ પડે એમાં કહેવાપણું જ ન હોય, પણ પંડિત પ્રવર શ્રીયુત સુખલાલજી, વિન્માન્ય શ્રીમાન જિનવિજ્યજી આદિ જેવી અનેકાનેક સમર્થ વ્યક્તિઓ ઉપર પણ તેઓશ્રીને અપૂર્વ પ્રભાવ પડ્યો છે અને તેમની વિશિષ્ટ પ્રવૃત્તિનું સજીવ બીજાપણું અને પ્રેરણા * પૂજ્યપાદ ગુરુદેવના સહવાસ અને સંસર્ગથી પ્રાપ્ત થયાં છે. જૈન મંદિર અને જ્ઞાનભંડાર વગેરેના કાર્ય માટે આવનાર શિલ્પીઓ અને કારીગરે પણ શ્રી ગુરુદેવની કાર્યદક્ષતા જોઈ તેમને આગળ બાળભાવે વર્તતા અને તેમના કામને લગતી વિશિષ્ટ કળા અને જ્ઞાનમાં ઉમેરે કરી જતા. પૂજ્યપાદ ગુરુશ્રીએ પોતાના વિવિધ અનુભવોના પાઠ ભણાવી પાટણનિવાસી ત્રિવેદી ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર જેવા અજોડ લેખકને તૈયાર કરેલ છે, જે આજના જમાનામાં સેના-ચાંદીની શાહી બનાવી સુંદરમાં સુંદર લિપિમાં સોનેરી કીમતી પુસ્તક લખવાની વિશિષ્ટ કળા તેમ જ લેખનકળાને અંગે તલસ્પર્શી અનુભવ પણ ધરાવે છે. પાટણનિવાસી ભોજક ભાઈ અમૃતલાલ મોહનલાલ અને નાગારનિવાસી લહિયા મૂળચંદજી વ્યાસ વગેરેને સુંદરમાં સુંદર પ્રેસકેપીએ કરવાનું કામ તેમ જ લેખન-સંશોધનને લગતી વિશિષ્ટ કળા પણ પૂજ્ય ગુરુદેવે શીખવાડયાં છે, જેના પ્રતાપે તેઓ આજે પંડિતની કે ટિમાં ખપે છે. એકંદર આજે દરેક ઠેકાણે એક એવી કાયમી છાપ છે કે પૂજ્યપાદ પ્રર્વતજી મહારાજ અને પૂજ્ય ગુરુદેવની છાયામાં કામ કરનાર લેખક, પંડિત કે કારીગર હોશિયાર અને સુગ્ય જ હોય. ઉપસંહાર–અંતમાં હું કઈ પણ પ્રકારની અતિશયોક્તિ સિવાય એમ કહી શકું છું કે, પાટણ, વડોદરા, લીંબડીને જ્ઞાનભંડારનાં પુસ્તકો અને એ જ્ઞાનભંડારે, શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળા અને એના વિદ્વાન વાચકે, અને પાટણ, વડોદરા, છાણી, ભાવનગર, લીંબડી વગેરે ગામ-શહેરે અને ત્યાંના શ્રીસંઘ પૂજ્યપાદ પરમગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજના પવિત્ર અને સુમંગળ નામને કદીય ભૂલી નહિ શકે. [ સદ્દગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલા, પંચમઅને ષષ્ઠ કમરન્યના સંપાદનને પ્રાસ્તાવિક લેખ, સને 1940]. જ્ઞાનાં, 37 1 2