________________
પ્રાતઃસ્મરણીય
ગુણગુરુ પુણ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન
પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, ગુણુભંડાર, પુણ્યનામ અને પુણ્યધામ તથા શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલાના ઉત્પાદક, સ'શેાધક અને સપાદક ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી ચતુરવિજયજી મહારાજ વિ. સ. ૧૯૯૬ના કાર્તિક દિ ૫ ની પાછલી રાત્રે પરલેાકવાસી થયા છે, એ સમાચાર જાણી પ્રત્યેક ગુણગ્રાહી સાહિત્યરસિક વિદ્વાનને દુઃખ થયા સિવાય નહિ જ રહે. તે છતાં એ વાત નિર્વિવાદ છે કે જગતના એ અટલ નિયમના અપવાદરૂપ કેઈ પણ પ્રાણધારી નથી. આ સ્થિતિમાં વિજ્ઞાનવાન સત્પુરુષા પેાતાના અનિત્ય જીવનમાં તેમનાથી બને તેટલાં સત્કાર્યાં કરવામાં પરાયણ રહી પેાતાની આસપાસ વસનાર મહાનુભાવ અનુયાયી વર્ગને વિશિષ્ટ માર્ગે ચીધતાં જાય છે.
પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે સ્વગુરુચરણુવાસ, શાસ્ત્રસ ંશાધન અને નાનાદ્વાર એ વસ્તુએ એકરૂપે વણાઈ ગઈ હતી. પેાતાના લગભગ પચાસ વર્ષ જેટલા ચિર પ્રવ્રજ્યાપર્યાયમાં અપવાદરૂપ —અને તે પણ સકારણ—વર્ષોં બાદ કરીએ તે આખી જિંદગી તેએ!શ્રીએ ગુરુચરણુસેવામાં જ ગાળી છે. પ્રથમુદ્રણના યુગ પહેલાં તેમણે સંખ્યાબધ શાસ્ત્રોના લખવા-લખાવવામાં અને સ ંશાધનમાં વર્ષો ગાળ્યાં છે. પાટણ, વડાદરા, લીંબડી આદિના વિશાળ જ્ઞાનભંડારાના ઉદ્ધાર અને તેને સુરક્ષિત તેમ જ સુવ્યવસ્થિત કરવા પાછળ વર્ષો સુધી શ્રમ ઉઠાવ્યા છે. શ્રી આત્માનંદ જૈન શ્ર'થરત્નમાળાની તેમણે બરાબર ત્રીસ વર્ષ પંત અપ્રમત્ત ભાવે સેવા કરી છે. શ્રી આ. જે. ગ્રે. ૨. મા.ના તેા તેએશ્રી આત્મસ્વ
રૂપ જ હતા.
પૂજ્યપાદ ગુરુદેવના જીવન સાથે છગડાનેા ખૂબ જ મેળ રહ્યો છે. અને એ અફથી અંકિત વર્ષામાં તેમણે વિશિષ્ટ કાર્યા સાવ્યાં છે. તેઓશ્રીને જન્મ વિ. સ. ૧૯૨૬માં થયા છે, દીક્ષા ૧૯૪૬માં લીધી છે, હું જે ભૂલતા ન હેાઉં તે) પાટણના જૈન ભંડારાની સુવ્યવસ્થાનું કાર્ય ૧૯૫૬માં હાથ ધર્યું હતું, “ શ્રી આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાલા ”ના પ્રકાશનની શરૂઆત ૧૯૬૬માં કરી હતી અને સતત કવ્યપરાયણ, અપ્રમત્ત, આદભૂત સંયમી જીવન વિતાવી ૧૯૯૬માં તેઓશ્રીએ પરલેાકવાસ સાધ્યેા છે. અસ્તુ.
**
હવે પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન ચતુરવિજયજી મહારાજની ટૂંક જીવનરેખા વિદ્વાનેાને જરૂર રસપ્રદ થશે, એમ માની કોઈ પણ જાતની અતિશયોક્તિને એપ આપ્યા સિવાય એ અહી તદ્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org