SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણગુરૂ પુષ્યધામ પૂજ્ય ગુરુદેવનું હાર્દિક પૂજન [ 289 પામ્યું છે. એ ઉપરથી પૂજ્યપાદ ગુરુદેવમાં કેટલું વિશાળ જ્ઞાન અને કેટલો અનુભવ હતો એ સહેજે સમજી શકાય તેમ છે, અને એ જ કારણસર આ ગ્રંથમાળા દિન પ્રતિદિન દરેક દૃષ્ટિએ વિકાસ પામતી રહી છે. છેલ્લામાં છેલ્લી પદ્ધતિએ ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરતા પૂજ્યપાદ ગુરુદેવે જીવનના અસ્તકાળ પર્યત અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે. નિશીથસૂત્રચૂર્ણિ, કલ્પચૂર્ણિ, મલયગિરિ વ્યાકરણ, દેવભદ્રસૂરિક્ત કથાનકોશ, વસુદેવ હિંડી-દ્વિતીય ખંડ આદિ જેવા અનેક પ્રાસાદભૂત ગ્રંથોના સંશોધન અને પ્રકાશનના મહાન મનોરથોને હૃદયમાં ધારણ કરી, સ્વહસ્તે એની પ્રેસ કેપીઓ અને એનું અર્ધસંશોધન કરી, તેઓશ્રી પરલેકવાસી થયા છે. અતુ. મૃત્યુદેવે કે ના મનોરથ પૂર્ણ થવા દીધા છે ! આમ છતાં જો પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુર્દેવ અને સમસ્ત મુનિગણુની આશિષ વરસતી હશે-છે જ, તો પૂજ્ય ગુરુદેવના સંકોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજજવલ બનાવવા યથાશક્ય અલ્પ–સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ. ગુરુદેવને પ્રભાવ–પૂજ્યપાદ ગુવમાં દરેક બાબતને લગતી કાર્યદક્ષતા એટલી બધી હતી કે કઈ પણ પાસે આવનાર તેમના પ્રભાવથી પ્રભાવિત થયા સિવાય રહેતો નહિ. મારા જેવી સાધારણ વ્યક્તિ ઉપર પૂજ્ય ગુરુદેવને પ્રભાવ પડે એમાં કહેવાપણું જ ન હોય, પણ પંડિત પ્રવર શ્રીયુત સુખલાલજી, વિન્માન્ય શ્રીમાન જિનવિજ્યજી આદિ જેવી અનેકાનેક સમર્થ વ્યક્તિઓ ઉપર પણ તેઓશ્રીને અપૂર્વ પ્રભાવ પડ્યો છે અને તેમની વિશિષ્ટ પ્રવૃત્તિનું સજીવ બીજાપણું અને પ્રેરણા * પૂજ્યપાદ ગુરુદેવના સહવાસ અને સંસર્ગથી પ્રાપ્ત થયાં છે. જૈન મંદિર અને જ્ઞાનભંડાર વગેરેના કાર્ય માટે આવનાર શિલ્પીઓ અને કારીગરે પણ શ્રી ગુરુદેવની કાર્યદક્ષતા જોઈ તેમને આગળ બાળભાવે વર્તતા અને તેમના કામને લગતી વિશિષ્ટ કળા અને જ્ઞાનમાં ઉમેરે કરી જતા. પૂજ્યપાદ ગુરુશ્રીએ પોતાના વિવિધ અનુભવોના પાઠ ભણાવી પાટણનિવાસી ત્રિવેદી ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર જેવા અજોડ લેખકને તૈયાર કરેલ છે, જે આજના જમાનામાં સેના-ચાંદીની શાહી બનાવી સુંદરમાં સુંદર લિપિમાં સોનેરી કીમતી પુસ્તક લખવાની વિશિષ્ટ કળા તેમ જ લેખનકળાને અંગે તલસ્પર્શી અનુભવ પણ ધરાવે છે. પાટણનિવાસી ભોજક ભાઈ અમૃતલાલ મોહનલાલ અને નાગારનિવાસી લહિયા મૂળચંદજી વ્યાસ વગેરેને સુંદરમાં સુંદર પ્રેસકેપીએ કરવાનું કામ તેમ જ લેખન-સંશોધનને લગતી વિશિષ્ટ કળા પણ પૂજ્ય ગુરુદેવે શીખવાડયાં છે, જેના પ્રતાપે તેઓ આજે પંડિતની કે ટિમાં ખપે છે. એકંદર આજે દરેક ઠેકાણે એક એવી કાયમી છાપ છે કે પૂજ્યપાદ પ્રર્વતજી મહારાજ અને પૂજ્ય ગુરુદેવની છાયામાં કામ કરનાર લેખક, પંડિત કે કારીગર હોશિયાર અને સુગ્ય જ હોય. ઉપસંહાર–અંતમાં હું કઈ પણ પ્રકારની અતિશયોક્તિ સિવાય એમ કહી શકું છું કે, પાટણ, વડોદરા, લીંબડીને જ્ઞાનભંડારનાં પુસ્તકો અને એ જ્ઞાનભંડારે, શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળા અને એના વિદ્વાન વાચકે, અને પાટણ, વડોદરા, છાણી, ભાવનગર, લીંબડી વગેરે ગામ-શહેરે અને ત્યાંના શ્રીસંઘ પૂજ્યપાદ પરમગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજના પવિત્ર અને સુમંગળ નામને કદીય ભૂલી નહિ શકે. [ સદ્દગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલા, પંચમઅને ષષ્ઠ કમરન્યના સંપાદનને પ્રાસ્તાવિક લેખ, સને 1940]. જ્ઞાનાં, 37 1 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230174
Book TitlePrata Smaraniya Gunguru Punyadham Pujya Gurudevnu Hardik Pujan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size444 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy