Book Title: Prarthana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૧૪ • સંગીતિ કરતો. આમ ગામ આખું બરકતમાં હતું, સંપ પણ ઘણો સારો અને દેવદર્શન, પૂજા, જાત્રા અને અતિથિની સેવા વગેરે પ્રવૃત્તિઓ પણ ચાલ્યા કરતી. પણ અમારે મન તો અમારું પોષણ કરનાર ધંધો એ મુખ્ય વસ્તુ હતી, અને તેમાં સચ્ચાઈ અને એકબીજાની હૂંફ એ જ અમારા જીવનનો મુખ્ય આધાર હતો. દળણું દળી લેતાં અને દુઝાણું હોય તો છાણવાસીદું પણ સૌ હાથોહાથ કરી લેતાં, ગામમાં બે એક ગોરજી રહેતા અને બે એક ભામણનાં ખોરડાં પણ ખરાં. અમારા છોકરાઓને ગોરજી હોંશે હોંશે “ૐ નમઃ સિદ્ધાય” મંડાવીને ભણતર શરૂ કરતા અને અમારા ખપજોગું છોકરીઓ ભણતાં ભણતરનું ખરચ ખાસ કાંઈ નહીં. ગોરજીનો અપાસરો તો હતો જ, તેમાં અમે સૌ વારાફરતી સફાઈનું કામ કરી આવતા અને ગોરજી બે વાતો અમારા હિતની, પરમેશ્વરના ઘરની ઘડી બે ઘડી કહેતા તે સાંભળતાં અને એ વાત પણ અમારા ધંધાને ખૂબ ટેકો આપે એવી અને અમારા એકબીજાના સાથસથવારાને પોષણ આપે એવી જ રહેતી. અમે કેટલાક હિંદુ લોકો અને કેટલાક મુસલમાન લોકો એ વાતો સાંભળવા જતા. અમે એ વાત તો જાણતા પણ નહીં કે હિંદુ કે મુસલમાનનો ધરમ વિશેષ જુદો છે. અમે સૌ સરખો ધંધો કરતા અને રામરહેમાનને આશરે ગામ આખું ગહરી ખાતું, ભામણભાઈઓ આવુંભોળું વૈદું ભણતા. કોક વાર જ અમારે એવા ઉપાયની જરૂર પડતી. ગામના પંચે ઠરાવેલ રીતે ગોરજીબાપા અમારે સૌને ત્યાંથી વારાફરતી ભિક્ષા લઈ જતા અને ભામણભાઈઓ કુટુંબકબીલાવાળા હતા તેઓ રોજ લોટે આવતા, અને અમારામાંનું દરેક ઘર ભામણભાઈઓને હાથે દળેલ ચોખ્ખો લોટ આપતું. ખેડૂતો શાકપાંદડું જે મોસમમાં થતું તે આપતા, અને પંચના ઠરાવ પ્રમાણે તેમને લૂગડાંલત્તાં થાય તેટલું કપડું પણ પહોંચતું કરતાં. કોક વાર મુસલમાનભાઈના સાંઈબાબા આવતા તો તેમની પાસેથી પણ ખુદાના ઘરના બેચાર શબ્દો સાંભળેવા જતાં. આમ સૌ પોતપોતાની પ્રવૃત્તિમાં એકચિત્ત હતું. ગામની સફાઈ માટે પંચે હરિજનોને ગોઠવેલા. પણ પંચે ઠરાવેલું કે હરિજનો આપણા ભાઈઓ છે. કોઈ એને ટૂંકારે બોલાવી શકે નહીં. એની રોજી માટે પંચ અમારી પાસેથી અનાજ, કાપડ વગેરે ઉઘરાવી લઈને તેને બરાબર પૂરું પાડતું. મોચી, ચમાર, ઘાંચી, લુહાર અને સુથાર પણ અમારાં સૌનાં જરૂરી કામ કરી આપતા; પંચે તેમને રોજી બરાબર ગોઠવી દીધેલ. પંચે અમારી કમાણી ઉપર સૌ ભરી શકે એવો વેરો નાખેલ છે, એ વેરામાંથી તમામ કારીગર ભાઈઓ સુખે સુખે ગદરતા, અને ગામ આખું જાણે એકજીવ જેવું હોય એમ થઈને રહેતું. આમ અમારે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3