Book Title: Prarthana Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૨૬. પ્રાર્થના પાંચ પચીસ ભાઈઓ અને બહેનો ટોળામાં મળીને ચાલ્યાં જતાં હતાં. ચાલતાં ચાલતાં પોતપોતાનાં સુખદુ:ખની વાતો કરતાં હતાં. એક બહેન બોલ્યાં : “નાનપણથી ગામડામાં ઊછરી છું, માતાપિતા ખૂબ મહેનતુ હતાં. જાતમહેનતે રોટલો રળતાં. અમે ચાર જણાં માતાપિતા અને અમે ભાઈબહેન. મારી મા અને હું સૂતર કાંતતાં અને મારો ભાઈ તથા પિતાજી કપાસ ખરીદી તેને તડકે સૂકવી પછી તેને લોઢતા, કપાસિયા જુદા પડતા અને એક તરફ રૂ ચોખ્ખું નીકળી પડતું. આટલું કર્યા પછી મારો ભાઈ પૂણીઓ બનાવતો અને અમે માદીકરી નિરંતર કાંત્યા જ કરતાં. આમ અમારા ગામમાં પાંચ-પચીસ જે ખોરડાં હતાં તે બધાં જ આ જાતનો ધંધો કરતાં અને સૌ સુખશાંતિથી પ્રસન્નતાપૂર્વક રહેતાં. અમારા કેટલાક ખોરડાંવાળા હાથશાળો રાખી વણવાનો ધંધો કરતા. આમ કાપડેય જેટલું તૈયાર થતું તે અમારા ગામમાં જ ખપી જતું. આ રીતે કાંતનારા, વણનારા અને વેજાના વેપારીઓ સૌ સુખશાંતિથી રહેતા. આમ જાતમહેનત તથા મજૂરી વડે અમો સૌ ભગવાનની કૃપાથી દાળ-રોટલો પામી સુખે સુખે રહેતા. અમે કાંતતાં તે કાંઈ બહુ ઝીણું નહીં, પણ વીસ-ત્રીસ નંબરનું ખરું. એમાંથી જે કપડું બનતું તે બહુ બારીક કે ઘણા ઓછા વજનનું નહીં બનતું, પણ ઠીક ઠીક પાતળું એટલે બહુ જાડું નહીં તેમ બહું ઝીણું નહીં અને વજનમાં પણ વિશેષ ભારે નહીં તેમ વિશેષ હલકું નહીં પણ પહેરનારાને ગમે તેવું તો ખરું જ. આ રીતે ગામ આખાના એકબીજાના સાથસથવારાને લીધે કોઈને ભૂખનું દુઃખ તો નહોતું રહ્યું અને ગામડાગામમાં ઘરે ઘરે દુઝાણું પણ ખરું. એટલે સૌ ગજા પ્રમાણે ઘી-દૂધ-છાશમાખણ વગેરે પામતાં અને શરીરે પણ તેજવાળાં અને બળુકાં પણ ખરાં. ખેડૂતો બળદો વડે ખેડ કરતા અને ગાયો ભેંસો તથા ઘોડા પણ રાખતા. પોતપોતાના ધંધામાં સૌ કાળજી રાખતા અને જેટલી બુદ્ધિ અને શક્તિ હતી તે બધી જ વાપરીને પોતપોતાનો ધંધો કરતા અને તેમાં થોડો થોડો સુધારો પણ થયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3