Book Title: Prakashnu Ek Prachin Shilpa Author(s): Shivlaldas S Desai Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 2
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ ખોદકામની વિગતોમાં આપણે ઊતરીશું નહિ પણ આ સ્થળેથી મને જુદા જુદા પ્રસંગે ઉપલબ્ધ થયેલા પ્રાચીન સિક્કાઓ જોતાં સાતવાહન રાજાઓના, તેમ જ જેને tribal coins (કેટલીક વિશિષ્ટ જાતિઓના) કહે છે તેવા સિક્કા મળ્યા છે. આ ઉપરાંત ક્ષત્રપોના સિક્કા પણ મળ્યા છે અને અહમદશાહ પહેલાના તથા ગુજરાતના સુલતાન મહમદશાહના સિક્કા પણ મળ્યા છે. આનો વિગતવાર અભ્યાસ મારા મિત્ર ડૉ. હરિહરપ્રસાદ ત્રિવેદી (ઇદોર મ્યુઝિયમના કયુરેટર) પ્રસિદ્ધ કરનાર છે. આ સિક્કાઓ જોતાં એમ લાગે છે કે એક કાળે ગુજરાત, માળવા અને મહારાષ્ટ્રમાં એક જ પ્રકારના સિક્કાઓ વપરાતા હતા.. બીજી મળેલી પુરાતન વસ્તુઓમાં શંખની બંગડીઓ, તેમ જ જુદા જુદા પાષાણના રંગબેરંગી પ્રાચીન મણકાઓ વગેરેમાંથી કેટલાક ગુપ્તયુગના અને કેટલાક તેથી પ્રાચીન ક્ષત્રપયુગના પણ છે. આ સ્થળ પશ્ચિમ ખાનદેશમાં ગુજરાતની, અથવા કહો કે પ્રાચીન લાટની, પૂર્વહદમાં આવેલું છે. ત્યાંની વસતિ અને ભાષા જોતાં તેમ જ પાસેના નંદરબારનો ગુજરાત અને તેના વિખ્યાત કવિ પ્રેમાનંદનો સંબંધ વગેરે જેવાં ઐતિહાસિક યુગમાં ખાનદેશનો આ પશ્ચિમ ભાગ મોટે ભાગે ગુર્જરો સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલો છે. ત્યાંની ગુજરોની વસતિ એ આ હકીકતનો પોષક અને નિર્ણાયક પુરાવો છે. - સ્વાભાવિક રીતે અહીંની કલા પણ ગુજરાતના બીજા ભાગોની શૈલી સાથે જોડાયેલી મળવી જોઈએ. આ સાથે ચિત્રમાં રજૂ કરેલું લગભગ સવા બે ઈચનું શીસ્ટ (ભરત શિલા) નામના પાષાણુમાં કંડારેલું એક પ્રાચીન મસ્તક ગુજરાત અને પશ્ચિમ ખાનદેશના શિ૯૫ના ઇતિહાસમાં બહુ જ અગત્યની કડી છે. આ મસ્તક સૂર્ય અથવા વિષ્ણુની પ્રતિમાનું હોય એમ લાગે છે, કેમકે આ બેઉ દેવતાઓને આવા ઊંચા ટોપ જેવા બનેલા મુકુટ જૂના શિલ્પોમાં જોવા મળે છે. પારસીઓના પાઘ જેવા, પણ એથી સહેજ જુદા ઘાટના, જો કે અસલ ઇરાની (પારસી) ઘાટના આ મુકુટ અથવા પાઘની રચના સમજવા જેવી છે, સીધા ઊભા ટોપની બે બાજુએ પહેલ પાડેલા છે તેમાં જે ઊંચી જતી રેખાઓ દેખાય છે તે વાસ્તવમાં અગ્નિ-જવાલાની સૂચક છે. આ તેજ-જવાલાયુક્ત મુકુટ એ ઈરાની અસરવાળો ટોપ છે. આને મળતો પણ આથી જૂના ઘાટનો ટોપ પહેરેલી ઈન્દ્રની એક આકૃતિ મથુરામાંથી મળેલી છે જે ઈ. સ.ના બીજા સકા લગભગની છે, હાલ મથુરા મ્યુઝિયમમાં સુરક્ષિત આ ઈન્દ્રની આકૃતિ પ્રાચીન ભારતીય શિ૯૫ના અભ્યાસીઓને સુવિદિત છે. આ ઈરાની પાધ ઉપરથી ભારતીય કલાકારોએ જુદા જુદા ઘાટના પાઘ અને મુકુટ બનાવવા માંડ્યા. ઊભા પાઘને લગભગ ગોળને બદલે ચોરસ અથવા ચોરસ જેવા અને પૂરા ગોળની પણ પાસાદાર બનાવી તેમાં ગુલાબની સુંદર આકૃતિઓ કોતરી ગુપ્તયુગમાં વિષ્ણુના સુંદર મુકુટ બનાવ્યા. આવો એક સુંદર મુકુટ પહેરેલી જૈન જીવન્તસ્વામીની (મહાવીર સ્વામીની) ધાતુપ્રતિમા વડોદરા પાસે અકોટાથી મળેલી તે ડૉ. ઉમાકાન્ત શાહે કુમાર, ડિસેમ્બર, ૧૯૫૪ના અંકમાં પ્રસિદ્ધ કરેલી છે. આ પ્રતિમા ઈ. સ.ના પાંચમા સૈકાની મનાય છે. એથી જૂનું એક મસ્તક કારવણથી શ્રી. રમણલાલ નાગરજી મહેતાને મળ્યું છે જેની મુખાક ઘડતરને પ્રકાશાના અહીં રજૂ કરેલા મસ્તકના ઘડતર સાથે ઘણું સામ્ય છે. કારવણના મસ્તક ઉપરનો મુકુટ પણ આ શૈલીનો અને અકોટાના જીવન્તસ્વામી કરતાં કદાચ જૂનો છે. એ મસ્તક શ્રી, મહેતા પ્રકાશમાં આણશે. એઓના સૈજન્યથી મને એ મસ્તકનો અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો, તેથી સ્પષ્ટ થાય છે કે પ્રકાશાનું આ મસ્તક તેમ જ કારવણનું શ્રી. મહેતાએ શોધી કાઢેલું મસ્તક બેઉ એક જ શિલીનાં અને લગભગ એક જ સમયનાં છે. ૨. ચિત્ર માટે જઓ, Dr. J. Ph. Vogeનું પુસ્તક, La Sculpture de Mathura, Plate 39, figs. a and b. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3