Book Title: Prakashnu Ek Prachin Shilpa
Author(s): Shivlaldas S Desai
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પ્રકાશાનું એક પ્રાચીન શિલ્પ શ્રી, શિવલાલદાસ શંભુભાઈ દેસાઈ પશ્ચિમ ખાનદેશમાં નંદરબારથી ઉત્તરે દશ માઇલ દૂર પ્રકાશા નામનું તીર્થક્ષેત્ર છે. પ્રકાશા નામ શાથી પડયું અથવા તે સ્થળનું પ્રાચીન નામ શું હશે તે વિષે જૂનો ઈતિહાસ ખાસ જડતો નથી, ફક્ત સ્કન્દપુરાણાન્તર્ગત તાપીમાહાતમ્યમાં પ્રકાશાનો ઉલ્લેખ આવે છે. સ્થાનિક લોકમાન્યતા મુજબ આ સ્થળ પ્રતિ-કાશી<પ્રકાશી > પ્રકાશ છે, અને કાશીની યાત્રા આ પ્રતિકાશીની યાત્રા વિના પરિપૂર્ણ ગણાતી નથી. તાપી કિનારે ભેખડ ઉપર વસેલા આ ગામની વસતિ હાલ આશરે પાંચેક હજારની છે, જેમાં મોટે ભાગે લેવા પાટીદાર છે? તેઓ ખેતીનો ધંધો કરે છે. આ ઉપરાંત અન્ય કોમોમાં ગુજરાતી લાડ વાણિયા અને વચ્ચે સોનીઓની પણ થોડી વસતિ છે, તેમ જ ગુજરાતી મિત્રાયણી બ્રાહ્મણો અને થોડાક દક્ષિણી બ્રાહ્મણો પણ છે. આ સિવાય મરાઠાઓની પણ વસતિ છે. વસતિનો મોટો ભાગ ગુજરોનો છે અને ભાષા પણ ગુજરાતી છે, જે કે દક્ષિણ પ્રદેશના સહવાસમાં કેટલુંક દક્ષિણી ભાષાનું મિશ્રણ વ્યવહારમાં ચાલે છે. પ્રકાશમાં પુષ્પદંતેશ્વર મહાદેવનું મંદિર છે. મહિબ્રસ્તોત્રના કર્તા પુષ્પદન્ત સાથે આ શિવાલયનો સંબંધ ત્યાંના બ્રાહ્મણ જોડે છે. પણ તે બાબતમાં કાંઈ જ નિર્ણય કરી શકાય એવાં સાધનો નથી. આ સિવાય કેદારેશ્વર, સંગમેશ્વર, ગૌતમેશ્વરનાં મંદિરો છે. આ ઉપરાંત ગામ લોકોએ છૂટીછવાઈ પ્રતિમાઓને એક સ્થળે ભેગી કરી છે જેમાં સૂર્યની, વિષ્ણુની તેમ જ અન્ય દેવદેવીઓની નાની મોટી મૂતિઓ છે, કેટલીક તો ચારપાંચ ફૂટ ઊંચી પણ છે. આ બધાં શિ૯૫નો વિગતવાર વિચાર આ સ્થળે ન કરતાં ફક્ત એક અગત્યના પ્રાચીન શિલ્પાવશેષ–મસ્તક-નો જ વિચાર કરીશું. પ્રકાશામાં નાગપૂજાના અવશેષ પણ છે, એમાં નાગની આકૃતિનાં બે શિલ્પો (એક જનું, અને એક અર્વાચીન) ખાસ ધ્યાન ખેંચે છે. આ સ્થળે ડિસેમ્બર ૧૯૫૪માં વલ્લભવિદ્યાનગરના સંશોધક ભાઇશ્રી અમૃત વસંત પંડ્યાએ, સંગમેશ્વરના મંદિર પાસેના ટેકરા ઉપર પ્રાચીન ઐતિહાસિક તેમ જ પ્રાગૈતિહાસિક અવશેષો ખોળી કાઢ્યા અને અમદાવાદમાં ભરાયેલી અખિલ ભારતીય ઇતિહાસ પરિષદ પ્રસંગે ગોઠવાયેલા પ્રદર્શનમાં રજૂ કર્યા હતા–આમાં અશ્માયસ (chalcolithic) યુગનાં ઓજારોથી માંડીને મૌર્યકાળ અને ઈ.સ.ની શરૂઆત સુધીના અવશેષો હતા. જેને Northern Black Polish નામથી ઓળખવામાં આવે છે તેવા વિશિષ્ટ પ્રકારના ખૂબ સુંદર ચચક્તિ ઓપવાળા માટીકામના ટુકડાઓ પણ મળ્યા હતા. આ પછી તુરત જ ભારત સરકારના પુરાતત્વખાતાએ તેના અનુભવી સંશોધક શ્રી. થાપરની દેખરેખ નીચે આ સ્થળે ખોદકામ તરીકે લગભગ પચાસ-પચાવન ફૂટ સુધી ઊંડું ખોદી જુદા જુદા ઘરની જુદા જુદા સમયની પ્રાચીન વસ્તુઓ મેળવી, આ સ્થળનો ક્રમબદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસ મેળવ્યો છે, જે સરકાર તરફે યથાવકાશ પ્રસિદ્ધ થશે. આ ખોદકામમાં લગભગ ગુપ્તકાલીન ગણપતિનું શિ૯૫ પણ તેઓને મળ્યું છે. ૧. ગુજરાતના લેવા પાટીદારો ખેતી માટે નંદરબાર, ખાનદેશ અને નીમાડામાં જઈને વસ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3