Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રકાશાનું એક પ્રાચીન શિલ્પ
શ્રી, શિવલાલદાસ શંભુભાઈ દેસાઈ
પશ્ચિમ ખાનદેશમાં નંદરબારથી ઉત્તરે દશ માઇલ દૂર પ્રકાશા નામનું તીર્થક્ષેત્ર છે. પ્રકાશા નામ શાથી પડયું અથવા તે સ્થળનું પ્રાચીન નામ શું હશે તે વિષે જૂનો ઈતિહાસ ખાસ જડતો નથી, ફક્ત સ્કન્દપુરાણાન્તર્ગત તાપીમાહાતમ્યમાં પ્રકાશાનો ઉલ્લેખ આવે છે.
સ્થાનિક લોકમાન્યતા મુજબ આ સ્થળ પ્રતિ-કાશી<પ્રકાશી > પ્રકાશ છે, અને કાશીની યાત્રા આ પ્રતિકાશીની યાત્રા વિના પરિપૂર્ણ ગણાતી નથી. તાપી કિનારે ભેખડ ઉપર વસેલા આ ગામની વસતિ હાલ આશરે પાંચેક હજારની છે, જેમાં મોટે ભાગે લેવા પાટીદાર છે? તેઓ ખેતીનો ધંધો કરે છે. આ ઉપરાંત અન્ય કોમોમાં ગુજરાતી લાડ વાણિયા અને વચ્ચે સોનીઓની પણ થોડી વસતિ છે, તેમ જ ગુજરાતી મિત્રાયણી બ્રાહ્મણો અને થોડાક દક્ષિણી બ્રાહ્મણો પણ છે. આ સિવાય મરાઠાઓની પણ વસતિ છે. વસતિનો મોટો ભાગ ગુજરોનો છે અને ભાષા પણ ગુજરાતી છે, જે કે દક્ષિણ પ્રદેશના સહવાસમાં કેટલુંક દક્ષિણી ભાષાનું મિશ્રણ વ્યવહારમાં ચાલે છે.
પ્રકાશમાં પુષ્પદંતેશ્વર મહાદેવનું મંદિર છે. મહિબ્રસ્તોત્રના કર્તા પુષ્પદન્ત સાથે આ શિવાલયનો સંબંધ ત્યાંના બ્રાહ્મણ જોડે છે. પણ તે બાબતમાં કાંઈ જ નિર્ણય કરી શકાય એવાં સાધનો નથી. આ સિવાય કેદારેશ્વર, સંગમેશ્વર, ગૌતમેશ્વરનાં મંદિરો છે. આ ઉપરાંત ગામ લોકોએ છૂટીછવાઈ પ્રતિમાઓને એક સ્થળે ભેગી કરી છે જેમાં સૂર્યની, વિષ્ણુની તેમ જ અન્ય દેવદેવીઓની નાની મોટી મૂતિઓ છે, કેટલીક તો ચારપાંચ ફૂટ ઊંચી પણ છે. આ બધાં શિ૯૫નો વિગતવાર વિચાર આ સ્થળે ન કરતાં ફક્ત એક અગત્યના પ્રાચીન શિલ્પાવશેષ–મસ્તક-નો જ વિચાર કરીશું.
પ્રકાશામાં નાગપૂજાના અવશેષ પણ છે, એમાં નાગની આકૃતિનાં બે શિલ્પો (એક જનું, અને એક અર્વાચીન) ખાસ ધ્યાન ખેંચે છે. આ સ્થળે ડિસેમ્બર ૧૯૫૪માં વલ્લભવિદ્યાનગરના સંશોધક ભાઇશ્રી અમૃત વસંત પંડ્યાએ, સંગમેશ્વરના મંદિર પાસેના ટેકરા ઉપર પ્રાચીન ઐતિહાસિક તેમ જ પ્રાગૈતિહાસિક અવશેષો ખોળી કાઢ્યા અને અમદાવાદમાં ભરાયેલી અખિલ ભારતીય ઇતિહાસ પરિષદ પ્રસંગે ગોઠવાયેલા પ્રદર્શનમાં રજૂ કર્યા હતા–આમાં અશ્માયસ (chalcolithic) યુગનાં ઓજારોથી માંડીને મૌર્યકાળ અને ઈ.સ.ની શરૂઆત સુધીના અવશેષો હતા. જેને Northern Black Polish નામથી ઓળખવામાં આવે છે તેવા વિશિષ્ટ પ્રકારના ખૂબ સુંદર ચચક્તિ ઓપવાળા માટીકામના ટુકડાઓ પણ મળ્યા હતા.
આ પછી તુરત જ ભારત સરકારના પુરાતત્વખાતાએ તેના અનુભવી સંશોધક શ્રી. થાપરની દેખરેખ નીચે આ સ્થળે ખોદકામ તરીકે લગભગ પચાસ-પચાવન ફૂટ સુધી ઊંડું ખોદી જુદા જુદા ઘરની જુદા જુદા સમયની પ્રાચીન વસ્તુઓ મેળવી, આ સ્થળનો ક્રમબદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસ મેળવ્યો છે, જે સરકાર તરફે યથાવકાશ પ્રસિદ્ધ થશે. આ ખોદકામમાં લગભગ ગુપ્તકાલીન ગણપતિનું શિ૯૫ પણ તેઓને મળ્યું છે.
૧. ગુજરાતના લેવા પાટીદારો ખેતી માટે નંદરબાર, ખાનદેશ અને નીમાડામાં જઈને વસ્યા હતા.
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
આ ખોદકામની વિગતોમાં આપણે ઊતરીશું નહિ પણ આ સ્થળેથી મને જુદા જુદા પ્રસંગે ઉપલબ્ધ થયેલા પ્રાચીન સિક્કાઓ જોતાં સાતવાહન રાજાઓના, તેમ જ જેને tribal coins (કેટલીક વિશિષ્ટ જાતિઓના) કહે છે તેવા સિક્કા મળ્યા છે. આ ઉપરાંત ક્ષત્રપોના સિક્કા પણ મળ્યા છે અને અહમદશાહ પહેલાના તથા ગુજરાતના સુલતાન મહમદશાહના સિક્કા પણ મળ્યા છે. આનો વિગતવાર અભ્યાસ મારા મિત્ર ડૉ. હરિહરપ્રસાદ ત્રિવેદી (ઇદોર મ્યુઝિયમના કયુરેટર) પ્રસિદ્ધ કરનાર
છે. આ સિક્કાઓ જોતાં એમ લાગે છે કે એક કાળે ગુજરાત, માળવા અને મહારાષ્ટ્રમાં એક જ પ્રકારના સિક્કાઓ વપરાતા હતા..
બીજી મળેલી પુરાતન વસ્તુઓમાં શંખની બંગડીઓ, તેમ જ જુદા જુદા પાષાણના રંગબેરંગી પ્રાચીન મણકાઓ વગેરેમાંથી કેટલાક ગુપ્તયુગના અને કેટલાક તેથી પ્રાચીન ક્ષત્રપયુગના પણ છે.
આ સ્થળ પશ્ચિમ ખાનદેશમાં ગુજરાતની, અથવા કહો કે પ્રાચીન લાટની, પૂર્વહદમાં આવેલું છે. ત્યાંની વસતિ અને ભાષા જોતાં તેમ જ પાસેના નંદરબારનો ગુજરાત અને તેના વિખ્યાત કવિ પ્રેમાનંદનો સંબંધ વગેરે જેવાં ઐતિહાસિક યુગમાં ખાનદેશનો આ પશ્ચિમ ભાગ મોટે ભાગે ગુર્જરો સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલો છે. ત્યાંની ગુજરોની વસતિ એ આ હકીકતનો પોષક અને નિર્ણાયક પુરાવો છે. - સ્વાભાવિક રીતે અહીંની કલા પણ ગુજરાતના બીજા ભાગોની શૈલી સાથે જોડાયેલી મળવી જોઈએ. આ સાથે ચિત્રમાં રજૂ કરેલું લગભગ સવા બે ઈચનું શીસ્ટ (ભરત શિલા) નામના પાષાણુમાં કંડારેલું એક પ્રાચીન મસ્તક ગુજરાત અને પશ્ચિમ ખાનદેશના શિ૯૫ના ઇતિહાસમાં બહુ જ અગત્યની કડી છે. આ મસ્તક સૂર્ય અથવા વિષ્ણુની પ્રતિમાનું હોય એમ લાગે છે, કેમકે આ બેઉ દેવતાઓને આવા ઊંચા ટોપ જેવા બનેલા મુકુટ જૂના શિલ્પોમાં જોવા મળે છે.
પારસીઓના પાઘ જેવા, પણ એથી સહેજ જુદા ઘાટના, જો કે અસલ ઇરાની (પારસી) ઘાટના આ મુકુટ અથવા પાઘની રચના સમજવા જેવી છે, સીધા ઊભા ટોપની બે બાજુએ પહેલ પાડેલા છે તેમાં જે ઊંચી જતી રેખાઓ દેખાય છે તે વાસ્તવમાં અગ્નિ-જવાલાની સૂચક છે. આ તેજ-જવાલાયુક્ત મુકુટ એ ઈરાની અસરવાળો ટોપ છે. આને મળતો પણ આથી જૂના ઘાટનો ટોપ પહેરેલી ઈન્દ્રની એક આકૃતિ મથુરામાંથી મળેલી છે જે ઈ. સ.ના બીજા સકા લગભગની છે, હાલ મથુરા મ્યુઝિયમમાં સુરક્ષિત આ ઈન્દ્રની આકૃતિ પ્રાચીન ભારતીય શિ૯૫ના અભ્યાસીઓને સુવિદિત છે. આ ઈરાની પાધ ઉપરથી ભારતીય કલાકારોએ જુદા જુદા ઘાટના પાઘ અને મુકુટ બનાવવા માંડ્યા. ઊભા પાઘને લગભગ ગોળને બદલે ચોરસ અથવા ચોરસ જેવા અને પૂરા ગોળની પણ પાસાદાર બનાવી તેમાં ગુલાબની સુંદર આકૃતિઓ કોતરી ગુપ્તયુગમાં વિષ્ણુના સુંદર મુકુટ બનાવ્યા. આવો એક સુંદર મુકુટ પહેરેલી જૈન જીવન્તસ્વામીની (મહાવીર સ્વામીની) ધાતુપ્રતિમા વડોદરા પાસે અકોટાથી મળેલી તે ડૉ. ઉમાકાન્ત શાહે કુમાર, ડિસેમ્બર, ૧૯૫૪ના અંકમાં પ્રસિદ્ધ કરેલી છે. આ પ્રતિમા ઈ. સ.ના પાંચમા સૈકાની મનાય છે. એથી જૂનું એક મસ્તક કારવણથી શ્રી. રમણલાલ નાગરજી મહેતાને મળ્યું છે જેની મુખાક ઘડતરને પ્રકાશાના અહીં રજૂ કરેલા મસ્તકના ઘડતર સાથે ઘણું સામ્ય છે. કારવણના મસ્તક ઉપરનો મુકુટ પણ આ શૈલીનો અને અકોટાના જીવન્તસ્વામી કરતાં કદાચ જૂનો છે. એ મસ્તક શ્રી, મહેતા પ્રકાશમાં આણશે. એઓના સૈજન્યથી મને એ મસ્તકનો અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો, તેથી સ્પષ્ટ થાય છે કે પ્રકાશાનું આ મસ્તક તેમ જ કારવણનું શ્રી. મહેતાએ શોધી કાઢેલું મસ્તક બેઉ એક જ શિલીનાં અને લગભગ એક જ સમયનાં છે. ૨. ચિત્ર માટે જઓ, Dr. J. Ph. Vogeનું પુસ્તક, La Sculpture de Mathura, Plate 39, figs. a and b.
Page #3
--------------------------------------------------------------------------
________________ प्रकाशानुं एक प्राचीन शिल्प (पृ. 73) [श्री. म. स. युनिवर्सिटिना पुरातत्व विभागना सौजन्यथी]
Page #4
--------------------------------------------------------------------------
________________ श्री पंचासरा पार्श्वनाथ मन्दिरनी वनराज चावडा तथा ठ. आसाकनी मूर्तिओ [आर्किऑलॉजिकल सर्वे ऑफ इन्डिआना सौजन्यथी
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રકાશાનું એક પ્રાચીન શિલ્પ ( ૭પ પ્રકાશાના મસ્તક ઉપરનો પા આમ તો જુના ઘાટનો છે પણ એના આગળના ભાગમાં પાન-ઘાટનું જે રત્નચિત પદક જડેલું દેખાય છે તે ગુપ્તયુગથી જૂના સમયમાં ગણી શકાય તેમ નથી. જયારે પાઘ ઉપરની આડીઅવળી ચોકડીઓ દર્શાવતી કોતરેલી રેખાઓ પાઘ ઉપરના જરીભરતની સૂચક છે, અને એવા ઘાટ આપણને ઈ. સ.ના ત્રીજા-ચોથા સૈકાના શિલ્પની કારીગરી ગણવા પ્રેરે છે. ભવ્ય અને ભાવવાહી મુખાકૃતિ જાણે દેવ તેના ભક્ત સાથે વાતચીત કરી રહ્યા હોય એટલી જીવંત ચોથા-પાંચમા સૈકામાં ઘડાઈ હોય એમ લાગે છે. આ શિલ્પની શૈલી ગુજરાતનાં અન્ય પ્રાચીન શિલ્પોની શૈલી સાથે સીધો સંબંધ ધરાવે છે. ગુજરાતનાં પ્રાચીન શિલ્પ બહુ જ થોડાં મળે છે. હમણાં “કુમાર”માંની પોતાની લેખમાળામાં અને એ પહેલાંનાં અંગ્રેજી લખાણોમાં . ઉમાકાન્ત શાહે રજૂ કરેલાં ગુપ્તકાલીન અન્ય શિલ્પો સાથે આ મસ્તકનો અભ્યાસ કરવાથી સમજાશે કે ક્ષત્રપાલના અંતમાં (ત્રીજા-ચોથા સૈકામાં) મૂકી શકાય એવું આ મસ્તક, ગુપ્તકાલીન કેટલીક ખાસિયતો રજૂ કરતું હોવાથી ચૌથા સૈકાના અંતનું અથવા પાંચમા સૈકાની શરૂઆત લગભગનું ગણવું એ યોગ્ય ગણાશે– આમાં પણ, “કુમાર” ૧૯૫૪ના ડિસેમ્બર અંકમાં, ડૉ. ઉમાકાન્ત શાહે રજૂ કરેલી ભિન્નમાલની વિષ્ણુપ્રતિમાના મુકુટ સાથે પણ આ મુકુટ સરખાવવા જેવો છે. એ * જન્મ તો 70 R RTH an, નામથી In જ . જે રી ituation: 1: illuL//ASI!ILHIBILI[NI][][I'MITitlણાણlli Is No te | Tu IT. TIL E LINI WE '* -'* *"પમા , Lik , : 1:/+ + , જ Dili[Billllllllllll' | II Hillips b u ilt iાઈમ. iiii