Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 7
________________ ગ્રંથને વ્યવસ્થિત કરવાનું શરૂ કર્યું. ૨૭ પ્રકરણમાંથી અભ્યાસના પ્રકરણનાં દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવ રૂ૫ ભેદ પાડીને ૧૪ પ્રકરણે તૈયાર કર્યા. જૂની ભાષા સુધારી સાથે સાથે સીધા કલેક તથા તેના અર્થ–ભાવાર્થ એ પ્રમાણે ગોઠવ્યા, જેથી સળંગ વાંચનારને પણ સુગમતા રહે. આ રીતે સંપૂર્ણ પ્રેસ કેપી તૈયાર થઈ. પ્રસ્તુત પ્રકાશન પુનઃ અસ્તિત્વમાં - પરમ પૂજ્ય કરૂણાનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અસીમ કૃપાથી આજ્ઞાથી આ વર્ષનું ૨૦૪૭નું ચાતુર્માસ ગીરધરનગર નક્કી થયેલ. તેથી પાટણથી વિહાર કરીને અમદાવાદ આવ્યા. પૂજ્યપાદશ્રીને શ્રીદાનસૂરિ જ્ઞાનમંદિર મળ્યા એક દિવસ પરમ પૂજ્ય પરમગુરુભક્ત આજીવન અંતેવાસી આચાર્યદેવ શ્રીમદ વિજયમહદયસૂરીશ્વરજી મહારાજાને વંદન કરતા હતા, ત્યાં તેમણે પૂછયું કે હમણાં શું ચાલે છે? ત્યારે મેં “પ્રકરણ રત્નાવલી” ની વાત કરી અને સાથે વાત થઈ કે શ્રી ભેરલાલ કનૈયાલાલ જેઠારી રીલીજિયસ ટ્રસ્ટ ચંદનબાળા દ્વારા લેકપ્રકાશ વિગેરે છપાયા. તેમના તરફથી આ કાર્ય થાય તે તુરત પ્રકાશિત કરી શકાય. પૂજ્યશ્રીએ આ વાત પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીને કરી અને પૂજ્યપાદશીજીએ સુશ્રાવક સુરચંદભાઈને ભલામણ કરી એટલે આ કાર્યને પ્રારંભ થયે. ફક્ત ૫ મહિનાના ટૂંકા સમયમાં આ વિશાળ ગ્રંથ તૈયાર થઈ ગયે. આવા ગ્રંથના સંપાદનમાં અનેક મહાત્માઓને સંગ મળતું હોવાથી જ કાર્ય ઝડપી અને સુંદર રીતે થઈ શકે છે. ક્યા પ્રકરણમાં શું વિષય આવે છે. તે દરેક પ્રકરણની પહેલા અવતરણિકામાં જણાવ્યું છે. જ્યાં જ્યાં ચિત્રો-ચંદ્રની જરૂરત પડી છે તે ઉમેરવામાં આવ્યા છે. આ પ્રકરણનાં અર્થભાવાર્થ-સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજીભાઈ શાહે કરેલા અને તે પ્રકરણ રત્ન સંગ્રહ તરીકે શ્રીજૈન ધર્મ પ્રચારક સભા તરફથી ૧૯૩માં પ્રથમ ભાગ, ૧૯૭માં બીજો ભાગ અને ૧૯૮માં ત્રીજા ભાગ રૂપે પ્રકાશિત થયેલ. તેના આધારે આ ગ્રંથ સંપાદન કરેલ છે. આ કાર્યોમાં મુખ્યત્વે સહાય મુનિશ્રી હેમપ્રભવિજયજી તથા “શીતલ”ની છે. આ ગ્રંથના પદાર્થોના અધ્યયન દ્વારા કર્મનિર્જરા કરી દર્શન જ્ઞાન–ચારિત્ર રૂપ આત્મગુણને પ્રકટ કરીને આપણે સૈ જલ્દી મુક્તિગામી બનીએ—એ જ એક શુભાભિલાષા.. સં. ૨૦૪૭, આસો સુદ ૮ ) ગીરધરનગર, શાહીબાગ ' ૫. વજનવિજય

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 346