Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 286
________________ બોધપાઠ-૧૦૩ 0 શ્રીમદ્જીનો ઉપદેશ-૧૧ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 = = 9999 વાડામાં કલ્યાણ નથી, અજ્ઞાનીનાં વાડા હોય.” ધર્મને નામે મત, ગચ્છ, સંપ્રદાયો એક પ્રકારે વાડાબંધી છે. ધર્મ જીવાત્માને મુક્ત કરાવે છે, આવા વાડા જીવાત્માને બંધન કરે છે. વનનો કેશરી સિંહ વાડામાં ન બંધાય, ઘેટાં-બકરાં સહેલાઈથી બંધાય છે. તેમ અજ્ઞાની જીવો સહેજે બંધનમાં આવે છે. જ્ઞાનીને કોઈ બંધન હોતું નથી. વાડામાં પુરવાનું કામ ભરવાડનું છે, ભગવાનનું નથી. વાડાબંધીનાં પ્રણેતાંઓ આ વાત ક્યારે સમજશે ? વળી આવા પ્રણેતાઓ માત્ર બીજાને જ બાંધતા નથી, પણ આવું કામ કરી પોતે મહાબંધનનું બીજ વાવે છે. મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ ? એવા વિકલ્પનું શું કામ છે ? ભગવાન ગમે ત્યાંથી આવ્યા પણ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતા કે નહીં ? આપણે તો એનું કામ છે.” ઇakબે પ્રજ્ઞાબીજ - 286 views

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304