Book Title: Pradyumna Vijayji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ 650 શાસનપ્રભાવક પૂજ્ય પંન્યાસજીમાં ગુણાનુરાગીતાને વિશિષ્ટ ગુણ છે. સ્વ કે પર સમુદાયના નાનાથી લઈને મોટા સુધીના કેઈપણ સાધુમાં નાનામાં ના ગુણ જોઈને પ્રસન્ન થાય છે અને અન્યને એ ગુણ જણાવી આનંદ પામે છે. ભર્તૃહરિએ કહ્યું છે તેમ મુળઃ ચાકુળાન સ્થાપત્તા એ પૂજ્યશ્રીના ચરિત્રને બરાબર લાગુ પડે છે. આ વિનય-વિકશીલ વ્યક્તિત્વને લીધે તેઓશ્રી હમેશાં પ્રસન્નચિત્ત લાગે છે, મિલનસાર લાગે છે, આત્મીય લાગે છે. એવા વિરલ ગુણથી વિભૂષિત પૂજ્ય શ્રી સ્વ કે પર સમુદાયના સાધુ સાથે આત્મીયતાથી વતે છે, એ સહજ આત્મીયતા જોઈને કોઈને પણ એમ ન થાય કે તેઓશ્રી ભિન્ન સમુદાયના સાધુ સાથે વાત કરે છે ! એવી જ સહજ આત્મીયતા, કહે કે, આત્મસમર્પણ જેનશાસન પ્રત્યે ધરાવે છે. એ તે જ્યારે વ્યાખ્યાનને પ્રારંભે પૂજ્યશ્રી બોલે છે કે, આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા અને તેઓએ સ્થાપેલું એકાંત હિતકર શ્રી જિનશાસન...” ત્યારે સાંભળનારને પ્રતીતિ થાય છે કે પૂજ્યશ્રીમાં શાસનનો કે અવિહડ રાગ છે. પૂજ્યશ્રી ધર્મમાર્ગપ્રેરક વ્યાખ્યાન શૈલીથી જાર લોકચાહના મેળવી શક્યા છે. તર્કબદ્ધ રીતે, ઉદાહરણ સહિત, સુગ્ય શબ્દ પસંદગી સાથે વક્તવ્યને રજૂ કરવામાં પૂજ્યશ્રી પારંગત છે એમ સહેજે અતિશક્તિ વિના કહી શકાય. છેલ્લાં વર્ષોમાં તેઓશ્રી પ્રાચીન હસ્તલિખિત પ્રતોને આધારે પ્રાચીન ગ્રંથના સંશોધન-સંપાદનમાં ઊડે રસ ધરાવે છે. પરિણામે ઘણા ગ્રંથો સંશોધિત કરી પ્રકાશિત કરાવ્યા છે. અન્યને પણ આ માગે પ્રેરણા આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હરતે આવાં અવિસ્મરણીય મહાન શાસન-પ્રભાવક કાર્યો થતાં રહે એ જ અભ્યર્થના સાથે, શાસનના આ તેજસ્વી રત્નને કોટિ કોટિ વંદના ! સમર્થ વ્યાખ્યાનકાર અને શાસનપ્રભાવક પૂ. પંન્યાસ શ્રી અશોકસાગરજી મહારાજ પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા સુવિડિતશિરોમણિ, પરમ યોગી, આગમ વિશારદ પૂ. પંન્યાસપ્રવરશ્રી અભયસાગરજી મહારાજના વિનય શિષ્ય પૂ. શ્રી અશેકસાગરજી મહારાજ છે; જેમના માર્ગદર્શન અને સીધી દેખરેખ નીચે હાલ જબુદ્ધીપનું વિરાટ નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીનું વતન ધર્મનગરી છાણી. પિતાનું નામ શાંતિલાલ છોટાલાલ અને માતાનું નામ મંગુબહેન. તેઓશ્રીનું સંસારી નામ અરુણભાઈ માતાપિતા અને કુટુંબના ધાર્મિક સંસ્કારે વચ્ચે ઊછરેલા અરુણભાઈએ મહેસાણાની જૈન પાઠશાળામાં સારો એ ધાર્મિક અભ્યાસ કર્યો. કુટુંબમાંથી પચાસેક વ્યક્તિઓએ દીક્ષા અંગીકાર કરેલી, તેમાં અરુણભાઈને પણ વૈરાગ્યને રંગ લાગે એમાં શી નવાઈ ! એમાં પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનું અપાર વાત્સલ્ય ઉમેરાયું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2