Book Title: Pradyumna Vijayji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શ્રમણભગવ તા-૨ ધીર-ગંભીર અને મેધાવી ચિંતક તથા પ્રભાવી પ્રવચનકાર પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પૂજ્ય પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પાતાના વડીલ બંધુ વ્યાકરણાચાય પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન છે. તેએશ્રીનું મૂળ વતન જ ભૂસર પાસેનું અણુખી ગામ. પિતાશ્રી હીરાલાલ દીપચંદ શાહ અને માતુશ્રી પ્રભાવતીબેન પાસેથી ધર્મસ’સ્કારનું સિંચન થયું. પૂર્વના પ્રબળ સ`સ્કારે ચૌદ વર્ષની ઊછરતી વયે તીવ્ર વૈરાગ્યપૂર્વક સ. ૨૦૧૭માં સુરત શહેરમાં પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે મહામહે«ત્રપૂક સંયમ ગ્રહણ કર્યું. તાંત્ર ક્ષયાપશમથી ન્યાય, વ્યાકરણ અને સાહિત્યના મૌલિક અભ્યાસ કર્યાં, આગમગ્રંથો તથા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની કૃતિએનું ઊ'ડુ' અધ્યયન કર્યું, પ્રભાવશાળી વકતૃત્વ અને ચિંતનપૂર્ણ અસરકારક લેખનકળાથી શ્રેતાઓ અને વાચકાનાં હૃદયમાં સ્થાન મેળવી ચૂકયા છે. પૂજ્યશ્રી સાહિત્યરસિક છે; સાહિત્યના પ્રાચીન અર્વાચીન પ્રવાહોથી પરિચિત છે; સામયિકામાં અભ્યાસલેખેાના પ્રકાશન દ્વારા સાહિત્યજગતમાં સુપ્રસિદ્ધ છે. તેએશ્રી કાવ્યરચનાએ પણ કરે છે અને મૌલિક, રસાળ શૈલીમાં, લોકભાગ્ય અભિવ્યક્તિ છટાથી ગ્રંથામાં ચિંતન પણ પીરસે છે. પૂ. વ્યાકરણાચાય શ્રીના શિષ્ય હોવાને નાતે તેઓશ્રી વિવિધ ભાષાના મજ્ઞ છે અને ગુજરાતી ભાષાના લેખન પર અદ્ભુત પ્રભુત્વ ધરાવે છે. પૂજયશ્રીના આશિષ્ય મુનિશ્રી રાહુ સવિજયજી મહારાજ પણ તેએશ્રીની વત્સલ નિશ્રામાં સુંદર અભ્યાસ સાધી રહ્યા છે. ૪૯ પૂજ્યશ્રીનાં માતા, પિતા, ભાઈ અને બહેન સંયમ સ્વીકારીને અનુક્રમે પૂ. મુનિશ્રી હીરવિજયજી મહારાજ, પૂ. સાધ્વીજી પદ્મલતાશ્રીજી મહારાજ, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ નામે સ્વપર ઉપકાર સાધી રહ્યાં છે. સાહિત્ય, પ્રાચીન ઇતિહાસ અને પટ્ટાવલી પૂજ્યશ્રીના રસના આગવા વિષયે છે. વિશાળ વાંચત-મનનને પરિણામે તેએશ્રીનાં પ્રવચનેામાં અને વાતચીતમાં પણ ચિ'તનના ચમકારા અનુભવવા મળે છે. તેથી પૂજ્યશ્રી વિદ્વજગતમાં પણ એટલા જ પ્રિય છે અને સામાન્ય જનસમુદાયમાં પણ એટલા જ પ્રભાવક છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજના સંસ્કૃત-ગુજરાતી ગ્રંથા તેઓશ્રીને અતીવ પ્રિય છે. એ સર્વાંનું ઊંડું અવગાહન કર્યું છે. પૂ. ઉપાધ્યાયજીના દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા આદિ ગ્રંથા પર તથા તેમના જીવન-કવન પર તેએશ્રીએ અનેક સશેાધનેાના આધારે પૂ. ઉપાધ્યાયશ્રી યશે વિજયજી મહારાજની જન્મભૂમિ મહેસાણા પાસે કનેડા ગામ હવાનુ' પ્રતિપાદિત કરી, એ સ્થાનને ‘યશે।ભૂમિ ’ ના નામથી ગૌરવાન્વિત કર્યુ છે. આ પ્રસંગનુ આયેાજન જૈન સમાજના અગ્રણીએ, તે વિસ્તારના સમસ્ત ગામલોકો અને સેકડા ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે થયું. પૂ. પન્યાસશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં આવાં અનેક કા ચિરસ્થાયીરૂપે અવિસ્મરણીયપણે નિર્માણ થતાં રહ્યાં છે. શ્ર્વ રે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2