Book Title: Prachin Stavan Sazzayadi Sangraha Author(s): Mahimashreeji Publisher: Nagardas Pragjibhai Mehta View full book textPage 4
________________ ૫. પૂ. સ્વ. શ્રી મનોહરશ્રીજી મ. સાહેબના ભક્તિ વત્સલે શિષ્યા પૂ. મહિમાશ્રીજી મહારાજને આદર્શ જીવનવૃત્તાંત પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ, અખિલાગમ રહસ્ય વિદી, સ્વશાખાણી, રૈવતાચલ ચિત્રકૂટાદિ તીર્થોદ્ધારક, સચ્ચારિત્ર ચૂડામણિ, શાસનસંરક્ષક, શ્રી ૧૦૦૮ શ્રીમદ્ આચાર્યદેવ વિજય નીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર, સ્વરથ શિષ્ય રત્ન શ્રી ૧૦૦૮ શ્રીમદ્ આચાર્ય દેવ વિજ્ય હર્ષસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાતિની, સચ્ચારિત્રશીલ, સૌમ્યાકૃતી, વિદુષી સાધ્વીજીશ્રી મહિમાશ્રીજી મહારાજ સાહેબના યત્કિંચિત્ જીવન–વૃતાંતને આનંદપૂર્વક કે કહેવાય છે. - પ. પૂ. ગુરૂણીજી મહારાજશ્રી મહિમાશ્રીજી મહારાજ સાહેબ ગુર્જર દેશમાં મહાપ્રભાવી, શ્રી શંખેશ્વરજી તીર્થના નજીકમાં આવેલ શ્રી જીનેશ્વરના ભવ્ય ગગનચુંબી ચોથી સુશોભિત રાજધાન્ય નામનું સુંદર ધર્મક્ષેત્ર છે, તે નગરના નિવાસી, શ્રાદ્ધગુણસંપન્ન, શ્રેષ્ટિવર્ય શ્રી જગજીવનદાસ સવાઈચંદના ધર્મપત્ની મણીબહેનની કુક્ષિથી વિ. સં. ૧૬૦ ના ફા. વ. ૯ ના દિવસે પુત્રી રત્નને જન્મ થયે હતો. તેનું નામ મયુરીબહેન રાખવામાં આવ્યું હતું. તે મથુરી બહેને ધર્મ માતા-પિતાને ત્યાં બાલ્યકાલ શરૂ કર્યો. સંસ્કારી માતા-પિતા, સંસ્કારી ગામ, સંસ્કારી જીવ. એટલે સારા સંસ્કારની ખામી કયાંથી હોય? ઉક્ત મથુરીબહેન બાલ્યકાલમાં જ દેવદર્શન, વ્રતપશ્ચકખાણ વ્યાખ્યાન શ્રવણ, તીર્થ સ્પશન વિગેરે ગુણોથી વિભૂષિત અન્યા હતા. અર્થાત્ ઉક્ત ગુણે સહેજે તેમનામાં ઉતર્યા હતા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 402