Book Title: Prabuddha Jivan 1993 10 Year 04 Ank 09 to 10
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 7
________________ તા. ૧૬-૯-૯૭ અને તા. ૧૬-૧૦૯૩ પ્રબુદ્ધ જીવન 'આમ છતાં હું એટલું જરૂર કહી શકું કે 'પ્રબુદ્ધ જૈન' કે પશુદ્ધ જીવને મારા માટે એક પ્રકારની સામેની ઉપાસનાનો એવો ન એન્મસાધનાનો વિષય બની રહેલ છે અને તેથી જાણી જોઇને મેં અંદરની સમજણથી અન્યથા એવું કદી પણ લખ્યું નથી. ભાષામાં આવેશ કરતાં સંયમને મેં વધારે પ્રાધાન્ય આપ્યું છે, કોઇપણ બાબત વિશે સ્પષ્ટ લખવાથી નુકશાન થવાનો સંભવ હોય ત્યાં મૌનને મેં વધારે પસંદ કર્યું છે, અપાક્તિ તેમજ અન્યૂક્તિ ઉભયને વર્ષ ગણીને તે બન્ને દોષોથી મારાં લખાણને બને તેટલું પુન રેખવાનો મેં પ્રયન સેવ્યો છે અને અનિવાર્ય લાગ્યું ત્યાં કડક ભાષાનો કદિ પ્રયોગ કર્યો છે, એમ છતાં પણ, સત્યને બને ત્યાં સુધી મિતભાષી રૂપ આપવાનો મેં સેવ્યો રંગાયેલા લાગે છે. કેટલાય લોકો પરમાનંદભાઈને સદાય યુવાન હોય તે રીતે જ ઓળખતા હતા. આજે પણ એમના અંગે વિચાર કરીએ છીએ ત્યારે તેમના ૭૮ વરસના સમગ્ર આયુષ્યમાં તેઓ સન યુવાન હોય તે રીતે જ વર્યા છે. આ અંગે તેમણે પોતે જ ૧૫-૫-૩૯ના પ્રબુદ્ધ જૈનના અંકમાં એક લેખ પૌવન અને પૂર્વ ઉપર લખ્યો હનો, જે લખાણ એમના જીવનને સમજવા માટે ઘણું જ લાગુ પડે છે, તેઓ શખે છે, 'યૌવન એ જીવનનો કોઇ ચોક્કસ સમય નથી. પણ માણસની ચૌકકસ પ્રકારની સ્થિતિ છે. તે લાલ ભરાવદાર ગાલ, ગોળમટોળ શરીર કે ધમધમાટભરી વાણીનો વિષય નથી. યૌવન એટલે અડગ ઇચ્છા-શક્તિ, ગગન વિહારી કલ્પના, ઉન્નત લાગણીઓનો આવિર્ભાવ, જીવનનાં ઉંડાણમાં વહેતાં ઝરણામાંથી ઉદભવતી કોઈ અનુપમ તાજગી. અમુક વરસોનું જીવન વ્યતીત થવાના કારણે જ કોઇ વહુ બની જતું નથી. આદર્શથી અત થવા સાથે જભાવનાઓનો ત્યાગ કરવા સાથે જ વૃક્વનો પ્રારંભ થાય છે. ઉમ્મર વધતી ચામડીમાં કરચલીઓ જરૂર પડવા માંડે છે પણ જીવનમાં રસ-ઉલ્લાસ-લુમ થતાં આત્મા પણ કરમાવા માંડે છે. ચિન, આશંકા, પોતાની જાતથી જ અવિશ્વાસ, ભય અને નિરાશા-આ જ સાચું ઘડપણ છે અને આ સર્વનું આક્રમણ થવા સાથે આત્માનું સત્વ નાશ પામે છે અને સદા વિકસતું ચૈતન્ય લુમ થાય છે.” જેટલી તમારામાં શ્રદ્ધા એટલા તમે જુવાન, જેટલી તમારામાં આવાંકા એટલા નમે ૧૮, જેટલો તમારામાં આત્મવિશ્વાસ એટલા તમે તરુણ, જેટલો તમારામાં ભય એટલા તમે વૃઇ, જેટલી તમારામાં આશા એટલા નમે યુવાન, જેટલી તમારામાં નિરાશા એટલા તમે ૧૬. પરમાનંદભાઈ સદાય યુવાન હતા તેનો અનુભવ જૈન યુવક સંઘના કાર્યકરોને હંમેશા થતો. પરમાનંદભાઇની બે મુખ્ય પ્રવૃત્તિઓ-પ્રબુદ્ધ વન અને પર્યુષણ વ્યાખ્યાનમાળા. તે અંગે તેમના અવસાન પછી મુંબઈના અવાગમ સોલીસીટર અને પરમાનંદભાઈની આ બધી પ્રવૃત્તિઓના સમર્થક એવા ૩. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ૧૬-૫-૭૧ના પ્રબુદ્ધ જીવનના અંકમાં સુંદર વાક્યોથી અંજલિ આપી છે. તેમણે શ્રી પરમાનંદભાઈને અંજલિ આપતો લખ્યું હતું કે 'સદગતની મુખ્ય બે પ્રવૃત્તિઓ, પ્રબુદ્ધ જીવન અને પર્યુષાર વ્યાખ્યાનમાળા વિશે શું કરવું તેનો વિચાર કરવાનો હતો. મિત્રોનો આગ્રહ હતો કે, આ પ્રવૃત્તિઓ ચાલુ રહેર્યાં એઈએ. પરમાનંદભાઈ આ કામ પાછળ પોતાનો બધો સમય અને શક્તિ આપતા. આ બન્ને પ્રવૃત્તિઓનું જે ઉચ્ચ ધોરણ રહ્યું છે તે જાળવી શકાય તો જ તે પ્રવૃત્તિઓ ચાલું ખવાની સાર્થકતા લેખાય, તેમનું સ્થાન કોઈ લઇ શકે તેમ નથી. આ કામ માટે મારી યોગ્યતા નથી.' | પ્રબુદ્ધ જીવન એ પરમાનંદભાઈની મુખ્ય પ્રવૃત્તિ અને ભવન સાધના માટેનું વાહન હતું, તે આપણે તેમના જ થોમાં જોઈએ. "આ રીતે પરગસ વર્ષ પૂરાં કરતાં સંધના મુખપત્રના સંપાદનકાર્યની જવાબદારી સંભાળવાનું કામ વચગાળાનું એક વર્ષ બાદ કરનૌ, મારા ભાગે આવ્યું છે. આ સંપાદન કાર્ય મેં ખૂબ અચકાતા અને સંકોચાતા મને સ્વીકારેલું, પણ ધર્મ ધીમે સૂઝ પડતાં એ કાર્ય મારા માટે સરળ અને પ્રસન્નજનક બનનું રહ્યું છે. આ સંપાદનકાર્યું મને અનેક રીતે થયો છે અને મારા વિકાસમાં ખૂબે પૂરવણી. કરી છે.' | "સૌથી વધારે તો હું શ્રીં મુંબઇ જૈન યુવક સંધનો ણી બન્યો છું. કે, જેણે મને એક સામાજિક પત્રનું કશી પણ રોકટોક સિવાય આટલા લાંબા સમય સુધી યથેચ્છ સંપાદન કરવાની સગવડ આપી છે અને એ રીતે આ જન વિરાર પ્રવાહો સાથે ગતિમાન રહેવાની મને અણમોલ નક આપી છે. આવા સામયિક પત્રનું આટલા લાંબા સમય સુધી સંપાદન કરવાનું અને અનેક બાબતો અને વ્યક્તિઓ વિશે ટીકાટીપ્પણ કરતા રહેવાનું . એટલે મારાથી અનેકનાં મન-દિલ દુભાવવાનું બન્યું હોય એ સ્વાભાવિક "ગાંધીજી વિશે નવું લખવાનું કશું જ ન સૂઝ, છતાં માથા ઉપર ગાંધીજયની છે તો તેને લગતા અંકમાં ગાંધીજ૮ અંગેનું લખાણ પ્રગટ થવું જ જોઈએ એવો આવાહ મેં કદી સેવ્યો નથી. સાધારણ રીર્ટ વિષય કે વ્યક્તિ અંગે મનમાં વિશિષ્ટ સંવેદન પેદા ન થાય અને અન:પ્રેરણા (ઈનર અર્જ) ન અનુભવાય તે વિષય કે વ્યક્તિ વિશે સમય કે પ્રસંગની માંગ હોય તો પણ, મેં લખવાનું મૂળ્યું છે.' 'આજે દેદમાં તેમજ દુનિયામાં બનતી અનેક ઘટનાઓ અને નિર્માણ ઘતી અવનવી પરિસ્થિતિ અંગે પ્રબુદ્ધ વનના આંચકોને સમક માર્ગદર્શન મળતું રહે એવો મેં હંમેશાં મનોરથ સેવ્યો છે. એમ છખ્ત અતિપરિમિત વિષયોને પ્રબુદ્ધ જીવન' સ્પર્શી શક્યું છે. આમ છતાં પણ મારું સમગ્ર ચિંતન અને લેખન 'પ્રબુદ્ધ જીવન બને તેટલું સારું અને સુંદર બનાવવા ઉપર કેન્દ્રિત હોય છે. સદ્ભાગ્યે આપણે જેમને આદરણીય ગણીએ તેવી કેટલીક વ્યક્તિઓના પ્રબુદ્ધ જીવન ઉપર સદ્ભાવ નીતરતો મેં અનુભવ્યો છે અને આમાં મારા સર્વ પરિશ્રમનું વળતર મળી રહેતું મેં માન્યું છે. વિષય, વસ્તુ અને વ્યક્તિઓ વિશે મારું દર્શન વિશદ અને સન્યસ્પર્શી બનતું રહે કે જેથી 'પ્રબુદ્ધ જીવન' તારા તેના વચ મેને હું સમ્યક માર્ગદર્શન આપી શકું-આવી મારી ઉડ દિલની હંમેશાં પ્રાર્થના રહી છે.* - પરમાનંદભાઈના અવસાન પછી પ્રબુદ્ધ જીવનના ૧૬-પ-૭૧ ના વિષ્ટિ અંકમાં જે લોકોએ તેમના માટે લેખો લખ્યા તેનાં કેટલાંક મથાળા નીચે મુજબ છે, જેનાથી પરમાનંદભાઈનું સમગ્ર વ્યક્તિત્વ થાય છે. જ્ઞાન પ્રદાના યોજક અને નયવાદના નિણાન, સંનિષ્ઠ લોક શિક્ષક, કર્મયોગી, પ્રબુદ્ધ એન્જિ, પરમ આનંદના ઉપાસક, નિસ્વાર્થ સમાજસેવક, સન્ય, વુિં, સુન્દરમ્ ના ઉપાસક, નિસ્પૃહી સત્યોધક-વિચારક, જૈન ધર્મના માટિન લ્યુથર, પ્રબુદ્ધ જાગૃત પરમાનંદભાઈ, વિનોદપિય પરમાનંદભાઈ, વિરલ પત્રકાર, સેવામૂર્તિ પરમાનંદભાઈ...વગેરે વગેરે... આથી વિશેષ પરમાનંદભાઈ માટે આપણે શું વિશેષણો વાપરી શકીએ ? તેમના સામાજિક જીવનના ઘણા ચાહકો હતા, અને આજે પણ તેમને યાદ કરીને તેમને તેમની પ્રવૃત્તિઓને આગળ ચલાવનાર છે. મિત્રો છે, તેઓ પરમાનંદભાઈની જન્મશતાબ્દીનું વર્ષ તેમના જીવનવિચારોને આગળ વધારવામાં ઉજવે એ જ આપણે ઈચ્છીએ. - પરમાનંદભાઈના જીવનની બીજી ઘણી વિશેષતાઓ હતી. તેઓ પ્રવાસના શોખીન હતા. નવું નવું જેવું, જાણવું તેમને ખૂબ ગમતું. અને તેનો અનુભવ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને અવારનવાર થતો. નાનામોટા પ્રવાસો ગોઠવાતા તેમાં તેઓ જતા. પરમાનંદભાઈની જીવનશતાબ્દનું વર્ષ એમના જીવન, સાહિત્ય અને કાર્ય વિશે, સામાજિક પરિબળળો વિશે. ગાંધીજી અને અહિંસક લડતું વિશે એમ વિવિધ પ્રકારનાં ખ્યાનો, પરિસંવાદો દ્વારા તથા • પુરસ્કાર -પારિતોષિકો દ્વારા ઊજવવાની ભાવના શ્રી મુંબઈ જૈન યુવક સંધની અને પરમાનંદ કાપડિયા સ્મારક નિધિની છે એ બહુ આનંદની વાત છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12