________________
મારા સ્વામિનાથ (જીવાત્મા) ભાઈબંધ (મનજીભાઈ ના બહેકાવેલા મારી તરફ ઉંચી નજરે જોતા પણ નથી! પોતાના જીવન નિર્વાહ કે ભવિષ્યના પ્રશ્નને ઉજળું બનાવનારા ઘણા સારા ધંધાઓમાં જરા પણ ધ્યાન આપતા નથી. બેકારની માફક જ્યાં ત્યાં ભટક્યા કરે છે. એક સામાન્ય નોકરી (તપ કરવાની) જેનાથી સુંદર અતુટન ફેજ મળે છે, તેમાં પુરતું ધ્યાન આપતા નથી.
જ્યાં ત્યાં ભાઈબંધ (મનજીના) સાગરીતેની સાથે મહેફિલેમાં પાગલની જેમ ભટક્યા કરે છે! હવે તે તેએ પિતાનું ગુજરાન કેમ ચલાવશે? એ વિકટ પ્રશ્ન મને બહુ જ મુંઝવે છે. ટૂંકમાં કહું તે મારી સાસુ (માયા) ના નચાવ્યા નાચે છે. પણ મુજ ગરીબડીની વાત કાને ધરતા નથી.
પરમકૃપાળુ ! આપે તે મારી ખબર લેવા મારા ભાઈ(સુખ સંતોષ)ને પણ કદી મેકલ્યા નહીં ! અને મારી બહેન (શાન્તિ) ને પણ કયારેય મક્લી તહીં.
ફકત એક મારી હાલી સહીયર (ભકિત) મને સમયે સમયે સાંત્વન આપે છે. મારે હાલે દીકરો (ભાવ) મને બહુ વહાલે છે, પણ તે હજી અબેધ છે, બહુ નાની ઉંમર છે, તે છતાં તેની આશાએ ભરેજ હું જીવી રહી છું.
મારા ઘરમાં એક ગાડી (વેરાગ્યો પણ છે, તેના પણ બને પિડાં (જ્ઞાન અને ક્રિયા) કોણ જાણે ક્યાંય પડયા હશે.