Book Title: Pathik 1990 Vol 30 Ank 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈદુલાલભાઈ શરૂમાં ગાંધીજીથી ખેંચાયા હતા. પાછળથી તભેદ પણ કરે છે. દ. યાત્રા દરમ્યાન ગાંધીજીની ધરપકડ કરાઈ. એ અંગે “આત્મકથા ભાગ-૪માં યાજ્ઞિક નાધે છે: “પાંચમી મેના દિવસે સવારના હું મારી ઑફિસને દાદર ચડતો હતો ત્યારે ગાંધીજીની ધરપકડના ઓચિંતા ખબર સાંભળીને હું ઢગલો થઈ ગયું. ઘણા વખતથી ગાંધીજીને હું ટીકાકાર તરીકે પૂજતા હતા, પણ હવે તેમની અટકાયતના સમાચાર સાંભળીને ઘણાં વર્ષથી અંતરમાં ઊંડી છુપાયેલી ગાંધીભક્તિ ઓચિંતી ઊભરી આવી. કયાંય સુધી મારી આંખમાંથી શ્રાવણ અને ભાદર વરસી રહ્યો તે રોકી શકાય જ નહિ. તરત જ ટુડ્યિાનું કામ બંધ કરીને હું ઑફિસમાં વિચાર કરતે બેઠો. “મારે સેવાજીવનના પ્રભાતે એ મારા રાહબર હતા. વરસ સુધી તેમના હાથ નીચે તાલીમ લીધી. તેમના પ્રતાપે કેટલી પરિષદ ભરી, કેટલી સંસ્થાઓ સ્થાપી, સેવાનાં કેટલાંય કામ કર્યા. સન ૧૨૧ સુધી લડતમાં સજા ખાઈને જેલમાં ગયા પછી હું કડક ભાષણ કરીને જેલમાં જતાં તેમને સાથી બન્યો. બહાર નીકળીને મેં તેમના આદર્શ જીવનની અને પ્રેમધર્મની કેટલી તારીફ કરી, ચરખાની તેમની નીતિ માફક ન આવતાં હું મુંબઈ આવ્યું અને તેમને ટીકાકાર બન્યું. પણ આજે તે વરસેથી અંતરમાં સાચવેલી જત પાછી ઝળહળાવીને તે દેશને જાગૃત કરી રહ્યા છે, ત્યારે હું પામર માનવી તરીકે મારું પેટિયું રૂટું છું કયાં એ વિરાટ અને ક્યાં હું વામન !” સ્વરાજ્ય પ્રાપ્તિ પછી એમને રાજકારણમાં રસ કંઈક ઓછો થયો, રચનાત્મક કાર્યોમાં જીવ પરિવા. એવામાં સંયુક્ત મુંબઈ રાજ્યને નિર્ણય જાહેર થયે. ઈદુલાલે આગેવાની લઈ “મહાગુજરાત' માટે લડત ચલાવી. એઓ લેસભામાં પણ ચૂંટાયા. નેનપુર(તા. મહેમદાવાદ)ને આશ્રમ એમની પ્રવૃત્તિનું કેંદ્ર, રેખાચિત્ર'માં લીલાવતી મુનશીએ ઇદુલાલ યાજિક વિશે લખ્યું છે કે “ઈન્દુભાઈ એટલે ટ્રેનની ઝડપ, ઇ-દુભાઈ એટલે બાળકનાં તોફાન, ઈન્દુભાઈ એટલે લશ્કરને સિપાહી...એમનામાં બાળકના સમાન નિર્દોષતા છે. દેશકાર્યનું અસિધારા વત એમણે લીધું છે. હનુમાનની માફક એમના હૃદયના ઊંડા ભાગમાંથી દેશ શબ્દ જ કોતરેલે હશે. દેશને માટે તે એમણે ફકીરી લીધી છે. નમી જતી પપણેએ નિદ્રા સુંદરીની વિનંતીઓ એમણે ઘણી વાર જતી કરી હશે.” જીવન-સંભારણ”માં શારદાબહેન મહેતા ઇદુલાલ યાજ્ઞિકને અંજલિ અર્પતાં લખે છે કે આ વખતથી ઈન્દુલાલે ગુજરાતને પિતાનું સેવાક્ષેત્ર ગયું અને ત્યારથી તેઓ અમારા ઘરમાં એક કુટુમ્બી તરીકે આવવા જવા લાગ્યા. એમની અસર અમારા ઉપર તથા અમારા ઘરનાં છોકરાં ઉપર ઘણી જ થઈ. એમનામાં વજુવાનીનું જોમ હતું, આદર્શ માટે ઝંખી કહ્યા હતા અને પિતાનું કર્તવ્ય હેમીને. સાચા કર્મયોગી થઈને રહ્યા હતા. એમણે ગુજરાતની જે સેવા કરી છે તે અજોડ છે, પણ ગુજરાતે તેની કદર કરી નહિ અને એક સારો સેવક ગુમાવ્યું.” તા. ૧૭ મી જુલાઈ ૧૯૭૨ ના, લગભગ ૮૨ દિવસ સુધી અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં મઈિત અવસ્થામાં રહી એમણે અંતિમ ધાસ લીધા. સાક્ષર ઉમાશંકરભાઈ જોશીએ એમને “અમીર નગરીના ફકીર નેતા ગણાવ્યા હતા. છ૭, તિરુપતિનિલયમ, સ્વામિનારાયણ સોસાયટી, જાદવજીનગર, ભૂજ-૩૭૦૦૦૧ ૨૮ સપ્ટેમ્બર/૧૯૯૧ • પથિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32