Book Title: Patanna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (338) [ બારેજા ગામના લેબ ના. પ૩૪–૫૩૮ પ૩૧ નં. નો લેખ, ભેસપતવાડામાં આવેલા ગોતમ સ્વામિના નામે પ્રસિદ્ધ મંદિરમાંની મૂલ પ્રતિમા ઉપર કોતરેલું છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે એ મૂતિ, નાણકીયગચ્છના આચાર્ય સિદ્ધસેનસૂરિની છે અને તે સં. 1433 માં ધર્મ (ને?) શ્વરસૂરિએ કરાવેલી છે. પરંતુ લોક વગર સમજે, ફક્ત સાધુની મૂર્તિ જોઈને જ તેને ગૌતમસ્વામિની મૂતિ કહે છે અને એ ભ્રમમાં ને ભ્રમમાંજ હજારો રૂપીઆ ખર્ચે ખાસ નવીન મંદિર તૈયાર કરાવી ગૌતમસ્વામિના નામે તેની પ્રતિષ્ઠા કરી છે! 532 નંબરને લેખ, મણીઆતીપાડામાં આવેલા સા. ઉજમ મૂલચંદના ઘરદેરાસરમાં રહેલી સ્ફટિકની પ્રતિમાના પરિકર ઉપર કતરેલો છે. એ પરિકર, સં. 1673 માં, પાટણનાજ નિવાસી શ્રીમાલી જ્ઞાતિના દે. ધનજી અને તેમની પત્ની અમરબાઈના પુત્ર દો. સંતોષીકે, પિતાની સ્ત્રી સહજલદે સાથે, રાષભદેવની પ્રતિમાનો આ પરિકર કરાવ્યું હતું અને વિજ્યદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. મૂળ લેખમાં વિના બદલે ઝિયસેન નામ છપાઈ ગયું છે તે ભૂલ થએલી છે. પ૩૩ નંબરને લેખ, જોગીવાડાના મંદિરમાં પાષાણને એક યંત્રપટ્ટ” છે તેના ઉપર કતરેલો છે. એ યંત્ર. પાસચંદ્રસૂરિએ બનાવ્યું છે.

Loading...

Page Navigation
1 2 3