Page #1
--------------------------------------------------------------------------
________________
પાટણના લેખે
(૫૦૬-પ૩૩) આ નંબરે નીચે આવેલા લેખો પાટણના જુદા જુદા મંદિરમાંથી મળી આવ્યા છે. તેમાં
નં. ૫૦૬ થી ૧૧૯ સુધીના લેખે, પાટણના મુખ્ય અને સુપ્રસિદ્ધ પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાંના છે. આ બધા લેખો, આચાર્યો, સાધુઓ કે શ્રાવની મૂર્તિઓ ઉપર તેમજ ચરણપાદુકાઓ ઉપર છે. પંચાસરાના મંદિરમાં પિસતાં ડાબી બાજુએ એક ન્હાની સરખી ઓરડી છે અને તેમાં આચાર્યો વિગેરેની જ બધી મૂર્તિ સ્થાપિત કરેલી છે. મુખ્ય વેદિક ઉપર, આચાર્ય હીરવિજય સૂરિ, વિજયસેન સૂરિ અને વિજયદેવ સૂરિ એમ ત્રણે તપાગચ્છના પ્રભાવક આચાર્યોની એક સરખી અને એક જ આકારની મૂર્તિઓ બેસાડેલી છે. નં. ૧૧,૧૨ અને ૧૩ નંબરના લેખ એજ મૂર્તિઓ ઉપર-નીચે કેસ ઉપર-કેતરેલા છે. પાટણ નિવાસી પિોરવાડ જ્ઞાતિના ડોસી શંકરની ભાર્યા બાઈ વાલ્વીએ પિતાના પુત્ર પત્રના પરિવાર સાથે આ મૂર્તિએ કરાવી હતી.
બાકીના પણ બધા લેખ, એજ ઠેકાણેની જુદી જુદી મૂર્તિઓ ઉપર કોતરેલા છે. હકીક્ત સ્પષ્ટ રીતે સમજાય તેમ છે.
પ૨૦ ૨૧ અને ૨૩ નંબરના લેખો, અષ્ટાપદના મંદિરમાંના છે. જેમાં પર૦ નં. ને લેખ, એ મંદિરમાંના ભોંયરામાં આવેલી સુપાશ્વનાથની પ્રતિમા ઉપરથી લીધું છે. પ્રતિમાના પાછળના ભાગમાં પણ લેખ છેતરેલ હોવાથી આદિ અંતનો ભાગ વાંચી શકાતો નથી.
પ૨૧ નં. ને લેખ, એજ ભોંયરામાં એક આચાર્યની મૂર્તિ છે તેના ઉપર તરે છે,
૭૪૬
Page #2
--------------------------------------------------------------------------
________________
પાટણના લેખે . ૫૩૩ ] ( ૩૩૭ )
અવલોકન. પ૨૨ ન. ને લેખ, અંબિકા દેવીની મૂર્તિ ઉપર કતરેલ છે. ભાવાર્થ મલયસુંદરી નામની કેઈ સાધ્વીની શિષ્યા નામે બાઈ સુહવે પિતાના આત્મકલ્યાણાર્થે સં. ૧૩૬૧ માં આ અંબિકાદેવીની મૂતિ કરાવી હતી. જેની પ્રતિષ્ઠા સેમસૂરિના શિષ્ય ભાવવસૂરિએ કરી.
નં. પ૨૩ અને ૨૪ ના લેખ, ટાંગડિઆ વાડાના મંદિરમાંથી લીધેલા છે. જેમાં ૨૩ નં. નો લેખ, વાયડગચ્છના સુપ્રસિદ્ધ આચાર્ય જિનદત્તસૂરિના ( વિવેકવિલાસ નામક લેકેપગી ગ્રંથના કર્તાના) શિષ્ય મહાકવિ અમરચંદ્રસૂરિ કે જેમણે વાઇમારત વિગેરે ઉત્તમ ગ્રંથ રચ્યા છે તેમની મૂર્તિ ઉપર કતરેલો છે. એ મૂર્તિ, સં. ૧૩૪૯ માં, પં. મહેન્દ્રના શિષ્ય મદનચંદ્ર કરાવી હતી.
પ૨૪ નંબરને, ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનદત્તસૂરિની મૂતિ ઉપર લખેલે છે. છેવટના અક્ષરે જતા રહ્યા છે,
પર૫ નં. નો લેખ, ભાડાવાડાના મંદિરમાં બહાર ગેખલામાં બેસાડેલી કોઈ શ્રાવકની મૂતિ ઉપર કતરેલ છે.
પર૬ અને ૨૭ નં. ના લેખો, ઢઢેરવાડાના મહાવીર મંદિરમાં વાયડગચ્છના બે ઉપાધ્યાની મૂતિઓ ઉપર કતરેલા છે.
પર૮ નંબરને લેખ, વાસુપૂજ્યની ખડકીમાં આવેલા વાસુપૂ જ્ય મંદિરમાંની એક મૂતિ ઉપર છેતરે છે. એ મૂતિ આચાર્ય વિનયચંદ્રસૂરિ કે જેઓ સૈદ્ધાંતિક પદ્ધી ધરાવતા હતા (એ આચાર્યો,
, મદ્યનાથે રત્ર વિગેરે અનેક ગ્રંથ લખ્યા છે, તેમની છે.
પ૨૯ ન. ને લેખ, વખતજીના શેરીમાંના સંભવનાથના મં. દિરમાં આચાર્ય વિજયસિંહસૂરિની મૂતિ ઉપર કતરેલો છે.
પ૩૦ નં. નો લેખ, ખેત્રપાળની પિળમાં આવેલા શીતલનાથ મંદિરમાંની એક આચાર્યની મૂર્તિ ઉપર કોતરે છે,
७४७
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (338) [ બારેજા ગામના લેબ ના. પ૩૪–૫૩૮ પ૩૧ નં. નો લેખ, ભેસપતવાડામાં આવેલા ગોતમ સ્વામિના નામે પ્રસિદ્ધ મંદિરમાંની મૂલ પ્રતિમા ઉપર કોતરેલું છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે એ મૂતિ, નાણકીયગચ્છના આચાર્ય સિદ્ધસેનસૂરિની છે અને તે સં. 1433 માં ધર્મ (ને?) શ્વરસૂરિએ કરાવેલી છે. પરંતુ લોક વગર સમજે, ફક્ત સાધુની મૂર્તિ જોઈને જ તેને ગૌતમસ્વામિની મૂતિ કહે છે અને એ ભ્રમમાં ને ભ્રમમાંજ હજારો રૂપીઆ ખર્ચે ખાસ નવીન મંદિર તૈયાર કરાવી ગૌતમસ્વામિના નામે તેની પ્રતિષ્ઠા કરી છે! 532 નંબરને લેખ, મણીઆતીપાડામાં આવેલા સા. ઉજમ મૂલચંદના ઘરદેરાસરમાં રહેલી સ્ફટિકની પ્રતિમાના પરિકર ઉપર કતરેલો છે. એ પરિકર, સં. 1673 માં, પાટણનાજ નિવાસી શ્રીમાલી જ્ઞાતિના દે. ધનજી અને તેમની પત્ની અમરબાઈના પુત્ર દો. સંતોષીકે, પિતાની સ્ત્રી સહજલદે સાથે, રાષભદેવની પ્રતિમાનો આ પરિકર કરાવ્યું હતું અને વિજ્યદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. મૂળ લેખમાં વિના બદલે ઝિયસેન નામ છપાઈ ગયું છે તે ભૂલ થએલી છે. પ૩૩ નંબરને લેખ, જોગીવાડાના મંદિરમાં પાષાણને એક યંત્રપટ્ટ” છે તેના ઉપર કતરેલો છે. એ યંત્ર. પાસચંદ્રસૂરિએ બનાવ્યું છે.