Book Title: Patanna Jinalayo Author(s): Chandrakant Kadia Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 9
________________ ८ પ્રાપ્ત થયો છે. અનેક પ્રતિકૂળતાઓ તથા મુશ્કેલીઓમાં પણ ખૂબ જ સમતાપૂર્વક, ખંતથી અને નિષ્ઠાપૂર્વક બહેનોએ આ કાર્ય કર્યું છે અને કરી રહી છે. તેઓએ જિનાલયોની પ્રત્યક્ષ મુલાકાત લઈને નિયત કરેલ પત્રકમાં માહિતી એકઠી કરી છે. ઉપરાંત પારૂલબેન પરીખે બહેનોની ટીમે ભેગાં કરેલા જિનાલયોના dataને વ્યવસ્થિત કરી પુનઃ લેખન કરી સહાય કરી છે તથા દક્ષાબેન શાહે પાટણની જૈન ઘટનાઓની તવારીખ તથા જિનાલયોના કોષ્ટક પ્રકરણમાં મદદનીશ તરીકે સહાય કરી છે. પ્રત્યક્ષ મુલાકાત ઉપરાંત આ ગ્રંથલેખનમાં ચૈત્યપરિપાટીઓનો બહુમૂલ્ય ફાળો છે. શ્રી લ્યાણવિજયજી સંપાદિત ગ્રંથમાં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૬૪૮), પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૭૨૯) તથા પં૰ હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિ (સં. ૧૯૫૯) ઉપલબ્ધ હતી. જૈન સત્યપ્રકાશમાં ઉપા૰ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવન (સં. ૧૮૨૧) પ્રસિદ્ધ થયું હતું. આ સ્તવનમાં પાટણનાં જિનાલયોની સ્તુતિ કરવામાં આવી છે. ઉપરાંત તે તે વિસ્તારોના નામ સાથે જિનાલયોની સંખ્યા આપવામાં આવેલ છે. ઉપરાંત ભોગીલાલ સાંડેસરા સંપાદિત સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૫૭૬) સંબોધિ વૉ.૪, અંક : ૩-૪માં પ્રકટ થયેલી. પ્રસ્તુત ચૈત્યપરિપાટીના સંપાદનમાં ભોગીલાલ સાંડેસરાએ સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ક્યાંય પ્રસિદ્ધ થયેલી માલૂમ પડી નહિ. સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટી પ્રાપ્ત કરવા માટે વિવિધ જ્ઞાનભંડારોની મુલાકાતો લીધી હતી. અંતે અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાંથી આ ચૈત્યપરિપાટીની હસ્તપ્રત ઉપલબ્ધ થઈ. વિવિધ જ્ઞાનભંડારોની મુલાકાત દરમ્યાન એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજીમાં કવિ લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૭૭૭) અકસ્માત જ ઉપલબ્ધ બની. આ ચૈત્યપરિપાટીનો ઉલ્લેખ અગાઉ કોઈ ગ્રંથમાં થયો ન હતો. તેથી અચાનક જ આ ચૈત્યપરિપાટી ઉપલબ્ધ થતાં ખૂબ જ આનંદ થયો અને સરસ્વતીદેવીની કૃપાની પ્રતીતિ દૃઢ થઈ. આ સંઘરાજચિત પાટણ ચૈત્યપરિપાટી તથા લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટી - બન્ને હસ્તપ્રતોનું સંપાદન રસીલા કડિયા તથા શીતલ શાહે કર્યું છે. તેઓને આ સંપાદનમાં શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું માર્ગદર્શન સતત મળતું હતું. જિતેન્દ્ર બી. શાહ તથા એન. એમ. કંસારા દ્વારા સંપાદિત સંબોધિ વૉ.૨૨માં તે પ્રસિદ્ધ થઈ છે. સંપાદકોની સંમતિથી આ ચૈત્યપરિપાટીઓના સંપાદનનો પ્રસ્તુત ગ્રંથમાં આધાર લેવામાં આવ્યો છે. પાટણનાં જિનાલયોના કડીબદ્ધ ઇતિહાસ માટે આ બન્ને ચૈત્યપરિપાટીઓ ખૂબ જ ઉપયોગી નીવડી છે. ઉપલબ્ધ તમામ ચૈત્યપરિપાટીઓને અહીં એકસાથે મૂકવામાં આવી છે. ઉપરાંત ૧૬મા સૈકાની સિદ્ધિસૂરિની ચૈત્યપરિપાટીથી માંડીને સં. ૨૦૫૬ સુધીનાં જિનાલયોની યાદીને આધારે એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ચાર્ટને આધારે આજે વિદ્યમાન ન હોય તેવાં જિનાલયો, વિસ્તારોનાં લુપ્ત થયેલાં નામો, બદલાયેલાં નામો, સમયાંતરે પાટણની જૈનપરંપરાના મહિમાનું બદલાયેલું કેન્દ્રસ્થાન વગેરે વિગતો સહજ રીતે સ્પષ્ટ થતી રહે તે તેનો હેતુ છે. પાટણનાં પ્રાચીન જિનાલયોની ભવ્યતા તથા અનુપમ કલા-કારીગરીનો અંશતઃ પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 554