Book Title: Patanna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 11
________________ લાધાશાહ કૃત પાટણ ચૈત્યપરિપાટીમાં સૂરજીમાધવની પોળમાં પોષલીયા પાર્શ્વનાથ તરીકે સૌ પ્રથમ વાર મળે છે. તેથી જિનાલય સં. ૧૭૭૭ પૂર્વેના સમયનું દર્શાવ્યું છે. એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી દ્વારા લિપિશાસ્ત્રના વર્ગો લક્ષ્મણભાઈ ભોજકની રાહબરી હેઠળ ચાલ્યા હતા. આ તાલીમ વર્ગમાં પ્રોજેક્ટની ટીમની બહેનો પણ જોડાઈ હતી. લિપિશાસ્ત્રની એ તાલીમ મૂર્તિલેખો તથા શિલાલેખો ઉકેલવામાં ઉપકારક નીવડી. જિનાલયમાં મૂળનાયકના મૂર્તિલેખ ઉપરાંત આજુબાજુની અન્ય પ્રતિમાઓના લેખને ઉકેલવાનો બનતો પ્રયત્ન કર્યો છે. અહીં અભ્યાસીઓ તથા વિદ્વાનોને ઉપયોગી થઈ પડે તે માટે શક્ય તેટલાં વધુ પરિશિષ્ટો સમાવવામાં આવ્યાં છે. પરિશિષ્ટોમાં તે તે સમયની જોડણી યથાવત્ રાખવામાં આવી છે. વળી, તવારીખના પરિશિષ્ટમાં ૧૯મા સૈકા સુધીની તવારીખ સમાવિષ્ટ કરવામાં આવી છે. પ્રોજેક્ટના કાર્ય નિમિત્તે જે ગ્રંથોનું અધ્યયન થયું તેમાંથી ઉપલબ્ધ માહિતીને આધારે તવારીખનું પરિશિષ્ટ સમાવિષ્ટ કર્યું છે. તવારીખનું પ્રકરણ સ્વતંત્ર રીતે આપવાનો પ્રસ્તુત પ્રોજેક્ટની અંતર્ગત ઉપક્રમ ન હતો. પરંતુ ભવિષ્યમાં પાટણની જૈન પરંપરા અંગે અધ્યયન-સંશોધન કરનાર અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે તે હેતુથી તવારીખની નોંધ ૨૦મા સૈકા સુધીની આપવામાં આવી છે. આ તવારીખ સંપૂર્ણ નથી. આ. શ્રી જખ્ખવિજયજી, ડહેલાવાળા આ. શ્રી રામચંદ્રસૂરિજી, આ શ્રી ચંદ્રોદયસૂરિજી, ની શીલચંદ્રસૂરિજી, આઇ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, શ્રી અજયસાગરજી મહારાજ સાહેબ, મુનિ શ્રી ભુવનચંદ્રજી મહારાજ વગેરે આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતોનું માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન અને આશિષોના બહુમૂલ્ય પ્રદાનનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. અભ્યાસ દરમ્યાન જે જે હસ્તપ્રતો તથા ગ્રંથોની જરૂરિયાત ઊભી થઈ, તેને મેળવવામાં કયારેક ઘણી મુશ્કેલીઓ પડી તેમ છતાં પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, અમદાવાદનાં ભો.જે. વિદ્યાલય, જૈન પ્રાચ્ય વિદ્યામંદિર, આ. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જ્ઞાનભંડાર, સંવેગી ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, ડહેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, શારદાબહેન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ગ્રંથભંડાર, ખંભાતના શ્રી તપગચ્છ અમર જૈનશાળાનો જ્ઞાનભંડાર તથા કોબાના આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર વગેરે સંસ્થાઓએ હસ્તપ્રતો તથા ગ્રંથો સુલભ કરી આપીને ઉમળકાભેર સહકાર આપ્યો છે. તે સર્વેની અનુમોદના કરું તેટલી ઓછી છે. આ સૌનો હું હાર્દિક આભાર માનું છું. પાટણનાં જિનાલયોના વહીવટદારોએ માહિતી આપીને મદદ કરી છે. શ્રી દેવદત્તભાઈ જૈને પાટણની વિવિધ સંસ્થાઓ, જિનાલયોના વહીવટદારો તથા અન્ય વ્યક્તિઓની સાથે સંપર્ક કરાવીને અનન્ય સેતુકર્મ બજાવ્યું છે. ઉપરાંત જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં સાથે રૂબરૂ આવીને સમગ્ર કાર્યમાં ખૂબ જ મદદરૂપ બન્યા છે. તેઓશ્રીનાં ધર્મપત્ની શ્રીમતી ઈન્દિરાબહેન પણ કેટલાંક જિનાલયોમાં સાથે રૂબરૂ આવીને મદદરૂપ બન્યાં હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 554