Book Title: Parigraha Virman Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 3
________________ ૬૮ ૦ સંગીતિ ઉપાય સૂઝી ગયો કે એક ગાય પાળીએ તો રોજ પોતાને અને આ બિલ્લીનેય ચોખ્ખું દૂધ મળી જાય. આમ વિચારીને બાવાજી જે ગામમાં રોજ ભિક્ષાએ જતા, ત્યાંના ઠાકોરને નિવાસે જઈને આ બિલ્લીને પાળવાની તથા તેને માટે દૂધનો બંદોબસ્ત કરવાની વાત ઠાકોરને કરી. એટલે ઠાકોરે તો ઘણા ભક્તિભાવથી બાવાજીને પોતાની પાસેની ગાયોમાંથી શોધીને એક દૂઝણી ગાય તરત જ આપી દીધી અને બાવાજીનો ખરા ભાવપૂર્વકનો શુભ આશીર્વાદ મેળવી લીધો. પણ પોતાને મળેલી ગાયથી પોતાનું દૂધનું કામ તો સરી જશે અને બિલ્લીની પણ રક્ષા થશે—એ રીતે પોતાની લંગોટીની સલામતીથી બાવાજી ખુશ તો થયા, પણ વળી તેને ચિંતા થઈ કે ‘ઠાકોરે આપેલ આ ગાય શું ખાશે ? જંગલમાં કાંઈ બારે માસ લીલું ઘાસ મળવાનો સંભવ નથી.' એટલે વળી બાવાજી ઘાસની ચિંતામાં પડ્યા. ફરી પાછા ગામના ઠાકોર પાસે જઈને બાવાજીએ પોતાની મૂંઝવણ ઠાકોરને કહી સંભળાવી, એટલે ઝટ દઈને ઠાકોર પોતાના તાબાની જમીનમાંથી એક વીઘો કૂવાવાળી જમીન કાઢી આપી અને સાથે બળદની જોડી તથા હળ, ખંપાળી, દાતરડું વગેરે ખેતર ખેડવાની સામગ્રી પણ આપી. એટલે બાવાજીના ચિત્તમાં શાંતિ થઈ અને બાવાજી હવે પોતાની બધી ધ્યાનની-ચિંતનની-મનનની તથા લોકોપકારની પ્રવૃત્તિ છોડીને ખેતી કરવા લાગ્યા અને પોતાની લંગોટીની સલામતીથી નિશ્ચિત રહેવા લાગ્યા. એવામાં એક વાર એ બાવાજીનો ગુરુભાઈ જે બીજા પડખેના જ જંગલમાં રહેતો હતો તે બાવાજીને મળવા આવી ચડ્યો, અને તેણે જોયું કે બાવાજી ખેતરમાં હળ હાંકી રહ્યા છે. આ જોઈને તેને એમ લાગ્યું કે ‘શું હું ભૂલો પડીને બીજે ઠેકાણે આવી ચડ્યો છું ? મારો ગુરુભાઈ તો મસ્ત હતો અને ધ્યાની હતો તથા સતત ઈશ્વરના ચિંતનમાં જ મગ્ન રહેતો હતો. ત્યારે આ છે તો બાવો, પણ ખેતી કરતો જણાય છે’. એટલે એ સ્થાનેથી પાછો વળીને ચાલવા લાગ્યો, પણ આ બાવાજીએ હાંક મારી તેને પાછો બોલાવવા પ્રયાસ કર્યા. એટલે હાક સાંભળીને આવેલ બાવાજી સમજી ગયા કે આ બાવાજી જ મારા ગુરુભાઈ છે. એમ તેણે તેની હાકના શબ્દથી તેમને ઓળખ્યા અને પાછો વળીને પોતાના ગુરુભાઈ અને વર્તમાનમાં ખેડૂત બનેલા આ બાવાજી પાસે પહોંચ્યો અને વંદન-નમન કરીને કુશળ સમાચાર પૂછી તેની પાસે બેઠો. તેણે પૂછ્યું કે ‘ભાઈ ! આ બધો શો પ્રપંચ છે ? તું તો મારા કરતાં વધારે મસ્ત અને ધ્યાની હતો અને સદા ઈશ્વરપ્રાર્થનામાં જ મસ્ત રહેતો હતો. હવે આ બધી ઉપાધિ શેની વધી ગઈ ?’’ આ સાંભળીને આવેલ અતિથિરૂપ બાવાજીને પેલા ખેડૂત બાવાજીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5