Book Title: Parigraha Virman
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પરિગ્રહ-વિરમણ ૦ ૬૭ બાવાની લંગોટી તાણી જતા અને પોતાના દરમાં જઈને કાતરી ખાતા. બાવાએ વિચાર્યું કે “રોજ રોજ લંગોટી ક્યાંથી લાવવી, અને આ ઉંદરોનો ઉપદ્રવ જયાં સુધી રહેશે ત્યાં સુધી મારી લંગોટી સલામત નહીં રહે. ભિક્ષા માટે ગામમાં કાંઈ “નાગા' તો ન જ જવાય; માટે લંગોટીને સાચવવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. ઉંદરો એટલા બધા છે કે તેમને હટાવી પણ શી રીતે શકાય? આ રીતે તો મારાં ધ્યાન, ઉપાસના વગેરે અનુષ્ઠાનો નિર્વિઘ્ન શી રીતે ચાલી શકે ?” આમ બાવો વિચારતો હતો ત્યાં કોઈ ગામડિયો તેનો ભક્ત તેને પગે લાગવા આવ્યો. આવતાં જ તેણે કહ્યું કે, “બાવાજી પાય લાગૂં.” પોતાના ભક્તના શબ્દ તો બાવાજીએ સાંભળ્યા પણ તેનું ધ્યાન પોતાની લંગોટીના રક્ષણના વિચારમાં એટલું બધું ડૂળ્યું હતું કે બાવાજીને ભક્તને આશીર્વાદ આપવાનું તરત સૂઝયું નહીં. ભક્ત જોયું કે આજે બાવાજી ભારે વ્યગ્ર બની ગયા છે અને હું રોજ રોજ તેમના દર્શને આવું છું ત્યારે તો તેઓ તરત જ મને “સુખી રહો'નો આશીર્વાદ આપે છે, પણ આજ તો તેઓ કોઈ વિશેષ ચિંતામાં એવા ડૂબી ગયા છે કે કદાચ, મારા નમસ્કારસૂચક શબ્દો પણ તેમણે નહીં સાંભળ્યા હોય”. આમ વિચારીને પેલા ગામડિયા ભક્ત વિશેષ અવાજ કરીને બાવાજીને ફરી વાર સંભળાવ્યું કે “બાવાજી પાય લાગું.” પોતાના ભક્તનો વિશેષ બળપૂર્વક બોલાયેલો શબ્દ બાવાજીને કાને બરાબર પડ્યો અને તેમણે ઊંચું જોઈને પોતાના ભક્તને “સુખી રહો'નો આશીર્વાદ તો આપ્યો, પણ જાણે બાવાજી ભારે કંટાળાથી બોલતા હોય તેમ પેલા ભક્તને લાગ્યું. એટલે જરા વધારે નજીક જઈને બાવાજીને ભક્ત પૂછ્યું કે “કેમ બાવાજી! આજે શી ચિંતામાં તમે પડી ગયા છો ?” પછી સાવધાન થઈને બાવાજી બોલ્યા કે “ભાઈ ! યે મેરી લંગોટીકી બડી ચિંતા હોતી હૈ” રોજ રોજ ઉંદર ઉસે લે જાકર કાટ દેતે હૈ. ઇસસે મેં સોચતા હું કી લંગોટીકે રક્ષણકે લિયે ક્યા કિયા જાય, જિસસે રોજ રોજ નઈ લંગોટી નહીં લાની પડે ?” ગામડિયો તરત બોલ્યો કે “બાવાજી ! ચિંતા મત કિજીયે. ઉસકા ઉપાય ઇસ પ્રકાર કિજીયે : એક બિલ્લીકો પાલ લિજીયે ઔર ઇધર આપકી ઝોંપડીમેં રસ્સીસે બિલ્લીકો બાંધ કર રખિયે, ઔર ફિર આપ સુખશાંતિસે રહીએ. બિલ્લી હોને સે એક ભી ઉંદર નહીં આ સકતા ઔર આપકી લંગોટી સદા સુરક્ષિત રહેગી.” પોતાના ગામડિયા ભક્તની વાત સાંભળીને બાવાજીને ઉપાય મળી ગયો. પણ પાળેલ બિલ્લી કાંઈ ભૂખી જીવી શકે નહિ. અને બાંધેલ હોવાથી તે પોતાનું ભક્ષ્ય મેળવી શકે નહીં. એટલે વળી બાવાજી એ માટે થોડા વ્યગ્ર થઈ ગયા. પણ આ વખતે તો તેમને તરત જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5