Book Title: Pani Piyush Payasvini Author(s): Ramyarenu Publisher: Omkar Sahitya Nidhi View full book textPage 5
________________ પ્રસ્તાવના વૃત્તિ: શબ્દ વાતાયન શોભન સ્તુતિ જેવી વિદ્વત્તાપૂર્ણ કૃતિ પર વૃત્તિ કરવાનું કામ આ સાન તે નથી જ. કઈ પણ કૃતિ પર વિવેચના આપી રહેલી કલમ માટે અલબત્ત આ નિયમ લાગુ પડે છે. બે-ચાર અર્થનુપ્રેક્ષાઓ એક સ્થળે મળતી હોય ત્યારે મૂળકારને શું કહેવાનું છે તે નિર્ણત કરવા માટે વૃત્તિકારના ગ્રંથોને તલસ્પર્શી દષ્ટિએ અવગાહ્યા હોય તે જરૂરી બને છે. આ અવગાહન તેની કલમમાં એક સુસ્પષ્ટતા ઉમેરે છે જે કહે કે, મૂળકાર આ જ વાત કહેવા માગે છે અને આ સિવાય બીજું કશું જ નહીં. આમ, વૃત્તિ આપણા માટે મૂળ ગ્રન્થકારના ભાવને જોવાનું મઝાનું શબ્દ-વાતાયન બની રહે છે. સરસ ખિડકી રોશન દાન. ભગવાન હરિભદ્રાચાર્યનાં કથનને મહાન ઉપાધ્યાયજીની ટીકા વિના આપણે શી રીતે ઉકેલી શકયા હેત? “વિંશતિ વિશિકાગ્રંથની જ વાત લ્યો તે, ગર્વિશિકા ઉપાધ્યાયજી મહારાજ દ્વારા વ્યાખ્યાન્વિત થઈ છે ત્યારે ભગવાન હરિભદ્રાચાર્યની ગર્મીમાંસા આપણી સામે અનાવૃત થઈ રહે છે જ્યારે ૧૯ વિંશિકાઓના ભાવે સુધી જવાનું અઘરું બની ગયું છે. આ અઘરાપણું સિદ્ધસેન દિવાકરજી મહારાજની દ્વાર્વિશિકાઓ જતાં સુસ્પષ્ટ બને છે. મહાન દિવાકરજીની ઘણી દ્વાર્વિશિકાઓ આપણા માટે અપારદર્શી કાચ જેવી હજુ છે. સમર્થ વ્યાખ્યાકાર જ એને પારદર્શી બનાવી શકેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 336