Book Title: Pandit Bechardasji Doshi Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 2
________________ પંડિતવર્ષ શ્રી બેચરદાસજી દોશી જન્મ અને કસોટીભર્યું બાળપણ : ભારતના અને જૈનોના ઇતિહાસમાં વલભીપુરનું નામ ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જૈન આગમ શાસ્ત્રોને ગ્રંથસ્થ કરવાનું ગૌરવ આ નગરીને ફાળે જાય છે. સૌરાષ્ટ્રની ધરતીના ગૌરવભર્યા વલભીપુર (વળા નગરમાં વિ. સં. ૧૯૪૬ની સાલમાં, માગશર વદી અમાવાસ્યાને દિવસે પંડિતજીને જન્મ થયો હતો. એમના પિતાશ્રીનું નામ જીવરાજ લાધાભાઈ દોશી. માતાનું નામ ઓતમબાઈ. નાતે વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કુટુંબની સ્થિતિ બહુ સાધારણ પંડિતજીના ભણતરની શરૂઆત વળાની ધૂડી નિશાળમાં થયેલી. ત્યારપછી પાંચ ચોપડી સુધી તેઓ પોતાના મોસાળ સણોસરામાં ભણ્યા, અને છઠ્ઠી ચોપડી વલભીપુરમાં આવી પૂરી કરી. આ દરમ્યાન એમની ૧૦ વર્ષની ઉંમરે એમના પિતાશ્રીનું અવસાન થયું અને કુટુંબની આજીવિકાનો સવાલ ભારે મુશ્કેલીભર્યો બની ગયો. સમાજની પ્રચલિત રૂઢિ મુજબ પોતાના પિતાશ્રીનું કારજ કરવા માટે તેમની માતાને પોતાની આખરી પૂંજી સમાં કડલાં અને ઠોળિયાં વેચી દેવાં પડેલાં એ વાત કહેતા કહેતા પંડિતજીનું દિલ દ્રવી ઊઠતું. આ પછી કુટુંબનો નિર્વાહ ચલાવવા માટે ઓતમબાઈને પારકાં દળણાં-ખાંડણાંનું પાર વગરનું કામ કરવું પડતું; અને છતાં નિર્વાહ તો પૂરો થઈ શકતો જ નહીં. બે દીકરા અને એક દીકરી એમ પોતાનાં ત્રણ સંતાનો માટે રાતદિવસ મથામણ કરતી પોતાની માતાને મદદ કરવા પંડિતજીએ કદી પણ કામ કરવામાં શરમ કે નાનમ અનુભવી ન હતી. દાણામાં મેળવવા માટે રાખ ચાળી આપવી, કપાસનાં કાલાં ફોલવાં, કાલાંના ઠળિયામાંથી રૂનાં પૂમડાં વીણવાં, દાળમસાલી (તળેલી દાળ) વેચવી વગેરે જે મળી શકે તે કામ પંડિતજી કરતા રહેતા. ૧૯૯ પ્રાથમિક શાસ્ત્રાભ્યાસ : વધુ અભ્યાસની ઇચ્છા છતાં આજીવિકાનો સવાલ જ એટલો ભારે થઈ પડ્યો કે ભણવાની વાતનો વિચાર થઈ શકે એમ જ ન હતું. એટલામાં સંવત ૧૯૫૮-૫૯ની સાલમાં સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી મહારાજે જૈન વિદ્રાનો તૈયાર કરવાના ઉદ્દેશથી માંડળમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરેલી તેમાં અભ્યાસ કરવા માટે વલભીપુરના જ રહેવાસી શ્રી હર્ષચંદ્રજી ભુરાભાઈ (સ્વ. મુ. શ્રી જયંતવિજયજી) માંડળ જતા હતા, તેમની સાથે પંડિતજી પણ માંડળ ગયા, જૈન વિદ્રાનો તૈયાર કરવાની શ્રી વિજયધર્મસૂરિશ્વરજીની તમન્ના બહુ જ ઉત્કટ હતી. તેમને આવા બુદ્ધિશાળી વિદ્યાર્થીને જોઈને ભારે આનંદ થયો. આ પછી તો સ્વ. સૂરિજીએ ગુજરાતના અર્થપ્રધાન વાતાવરણમાં પ્રખર જૈન વિદ્વાનો તૈયાર થવાનું મુશ્કેલ જાણીને વિદ્યાવ્યાસંગના વાતાવરણવાળી કાશીનગરીમાં જવાનો નિર્ણય કર્યો. બેચરદાસભાઈએ માંડળમાં પાંચ-સાત મહિના રહીને કૌમુદીનો અભ્યાસ કર્યો. પછી આચાર્ય મહારાજ સાથે કાશી જવા માટે પગપાળા રવાના થયા. પણ તેમનાં માતુશ્રીની ઇચ્છા તેમને આટલે દૂ૨ મોકલવાની ન હતી, એટલે હર્ષચંદ્રભાઈની સાથે ગોધરાથી તેઓ વલભીપુર પાછા આવ્યા અને સાતમી ચોપડી ત્યાં પૂરી કરી. માતાની ઇચ્છાથી અભ્યાસ છોડીને પાછા આવવું પડયું. પણ મનમાંથી ભણવાનો વિચાર દૂર થતો ન હતો. એટલે બેચરદાસ પાલિતાણા ગયા અને મુનિશ્રી સિદ્ધિવિજયજી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education InternationalPage Navigation
1 2 3 4 5 6 7