Book Title: Pandit Bechardasji Doshi Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ ૨૮. પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી સત્યની સાધના માટે ફૂલના હાર પણ નહિ, પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય ખાતર અપૂર્ણ આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારીની સજા ભોગવનાર, સરસ્વતીદેવી, સમાજ ને રાષ્ટ્રની તન, મન ને ધનથી સેવા કરનાર પંડિતવર્ષ શ્રી બેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકો ને સમાજસેવકોમાં કરી શકાય. તેમણે જીવનની વિવિધ દિશાઓમાં પોતાના પુરુષાર્થને અવિરતપણે વહાવી જીવનને ચરિતાર્થ કર્યું. જૈન સંઘને અંધશ્રદ્ધાની નિદ્રામાંથી જગાડનાર આ યુગના ગણ્યાગાંઠચા ખંડિત-પુરુષોમાંના તેઓ એક હતા. ઊગની ઉંમરથી જ મુસીબતોમાં જીવવા ટેવાયેલા પુરુષાર્થી ખંડિનજી છેક મોટી ઉંમર સુધી મનને કે તનને અસ્વસ્થ બનાવી દે એવી મુશ્કેલીઓ વચ્ચે પણ, સમભાવપૂર્વક સરસ્વતી અને સમાજધર્મની ઉપાસનાને અસ્ખલિતપણે આગળ વધારતા રહ્યા. નવું નવું જાણવાની અને સત્યને શોધવાની એમની વૃત્તિમાં કદી પણ ઢીલાશ નથી આવી, એ એમના જીવનની એક આગળ પડતી વિશેષતા છે. Jain Education International ૧૯૮ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7