Page #1
--------------------------------------------------------------------------
________________
૨૮. પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી
સત્યની સાધના માટે ફૂલના હાર પણ નહિ, પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય ખાતર અપૂર્ણ આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારીની સજા ભોગવનાર, સરસ્વતીદેવી, સમાજ ને રાષ્ટ્રની તન, મન ને ધનથી સેવા કરનાર પંડિતવર્ષ શ્રી બેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકો ને સમાજસેવકોમાં કરી શકાય. તેમણે જીવનની વિવિધ દિશાઓમાં પોતાના પુરુષાર્થને અવિરતપણે વહાવી જીવનને ચરિતાર્થ કર્યું. જૈન સંઘને અંધશ્રદ્ધાની નિદ્રામાંથી જગાડનાર આ યુગના ગણ્યાગાંઠચા ખંડિત-પુરુષોમાંના તેઓ એક હતા.
ઊગની ઉંમરથી જ મુસીબતોમાં જીવવા ટેવાયેલા પુરુષાર્થી ખંડિનજી છેક મોટી ઉંમર સુધી મનને કે તનને અસ્વસ્થ બનાવી દે એવી મુશ્કેલીઓ વચ્ચે પણ, સમભાવપૂર્વક સરસ્વતી અને સમાજધર્મની ઉપાસનાને અસ્ખલિતપણે આગળ વધારતા રહ્યા. નવું નવું જાણવાની અને સત્યને શોધવાની એમની વૃત્તિમાં કદી પણ ઢીલાશ નથી આવી, એ એમના જીવનની એક આગળ પડતી વિશેષતા છે.
૧૯૮
Page #2
--------------------------------------------------------------------------
________________
પંડિતવર્ષ શ્રી બેચરદાસજી દોશી
જન્મ અને કસોટીભર્યું બાળપણ : ભારતના અને જૈનોના ઇતિહાસમાં વલભીપુરનું નામ ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જૈન આગમ શાસ્ત્રોને ગ્રંથસ્થ કરવાનું ગૌરવ આ નગરીને ફાળે જાય છે. સૌરાષ્ટ્રની ધરતીના ગૌરવભર્યા વલભીપુર (વળા નગરમાં વિ. સં. ૧૯૪૬ની સાલમાં, માગશર વદી અમાવાસ્યાને દિવસે પંડિતજીને જન્મ થયો હતો. એમના પિતાશ્રીનું નામ જીવરાજ લાધાભાઈ દોશી. માતાનું નામ ઓતમબાઈ. નાતે વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કુટુંબની સ્થિતિ બહુ સાધારણ પંડિતજીના ભણતરની શરૂઆત વળાની ધૂડી નિશાળમાં થયેલી. ત્યારપછી પાંચ ચોપડી સુધી તેઓ પોતાના મોસાળ સણોસરામાં ભણ્યા, અને છઠ્ઠી ચોપડી વલભીપુરમાં આવી પૂરી કરી. આ દરમ્યાન એમની ૧૦ વર્ષની ઉંમરે એમના પિતાશ્રીનું અવસાન થયું અને કુટુંબની આજીવિકાનો સવાલ ભારે મુશ્કેલીભર્યો બની ગયો. સમાજની પ્રચલિત રૂઢિ મુજબ પોતાના પિતાશ્રીનું કારજ કરવા માટે તેમની માતાને પોતાની આખરી પૂંજી સમાં કડલાં અને ઠોળિયાં વેચી દેવાં પડેલાં એ વાત કહેતા કહેતા પંડિતજીનું દિલ દ્રવી ઊઠતું. આ પછી કુટુંબનો નિર્વાહ ચલાવવા માટે ઓતમબાઈને પારકાં દળણાં-ખાંડણાંનું પાર વગરનું કામ કરવું પડતું; અને છતાં નિર્વાહ તો પૂરો થઈ શકતો જ નહીં. બે દીકરા અને એક દીકરી એમ પોતાનાં ત્રણ સંતાનો માટે રાતદિવસ મથામણ કરતી પોતાની માતાને મદદ કરવા પંડિતજીએ કદી પણ કામ કરવામાં શરમ કે નાનમ અનુભવી ન હતી. દાણામાં મેળવવા માટે રાખ ચાળી આપવી, કપાસનાં કાલાં ફોલવાં, કાલાંના ઠળિયામાંથી રૂનાં પૂમડાં વીણવાં, દાળમસાલી (તળેલી દાળ) વેચવી વગેરે જે મળી શકે તે કામ પંડિતજી કરતા રહેતા.
૧૯૯
પ્રાથમિક શાસ્ત્રાભ્યાસ : વધુ અભ્યાસની ઇચ્છા છતાં આજીવિકાનો સવાલ જ એટલો ભારે થઈ પડ્યો કે ભણવાની વાતનો વિચાર થઈ શકે એમ જ ન હતું. એટલામાં સંવત ૧૯૫૮-૫૯ની સાલમાં સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી મહારાજે જૈન વિદ્રાનો તૈયાર કરવાના ઉદ્દેશથી માંડળમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરેલી તેમાં અભ્યાસ કરવા માટે વલભીપુરના જ રહેવાસી શ્રી હર્ષચંદ્રજી ભુરાભાઈ (સ્વ. મુ. શ્રી જયંતવિજયજી) માંડળ જતા હતા, તેમની સાથે પંડિતજી પણ માંડળ ગયા, જૈન વિદ્રાનો તૈયાર કરવાની શ્રી વિજયધર્મસૂરિશ્વરજીની તમન્ના બહુ જ ઉત્કટ હતી. તેમને આવા બુદ્ધિશાળી વિદ્યાર્થીને જોઈને ભારે આનંદ થયો. આ પછી તો સ્વ. સૂરિજીએ ગુજરાતના અર્થપ્રધાન વાતાવરણમાં પ્રખર જૈન વિદ્વાનો તૈયાર થવાનું મુશ્કેલ જાણીને વિદ્યાવ્યાસંગના વાતાવરણવાળી કાશીનગરીમાં જવાનો નિર્ણય કર્યો. બેચરદાસભાઈએ માંડળમાં પાંચ-સાત મહિના રહીને કૌમુદીનો અભ્યાસ કર્યો. પછી આચાર્ય મહારાજ સાથે કાશી જવા માટે પગપાળા રવાના થયા. પણ તેમનાં માતુશ્રીની ઇચ્છા તેમને આટલે દૂ૨ મોકલવાની ન હતી, એટલે હર્ષચંદ્રભાઈની સાથે ગોધરાથી તેઓ વલભીપુર પાછા આવ્યા અને સાતમી ચોપડી ત્યાં પૂરી કરી.
માતાની ઇચ્છાથી અભ્યાસ છોડીને પાછા આવવું પડયું. પણ મનમાંથી ભણવાનો વિચાર દૂર થતો ન હતો. એટલે બેચરદાસ પાલિતાણા ગયા અને મુનિશ્રી સિદ્ધિવિજયજી
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
મહારાજ પાસે રહીને નવતત્ત્વ વગેરેનો ધાર્મિક અભ્યાસ કર્યો. પાલિતાણાના આ વસવાટ દરમ્યાન એમને જમવા વગેરેની પુષ્કળ મુશ્કેલી વેઠવી પડેલી. તેમની બાએ બરફીચૂરમાનો ડબો ભરીને આપ્યો હતો, તે પહોંચ્યું ત્યાં સુધી તો રોજ વખતસર ખાવાનું મળતું, પણ પછી તો પ્રભાવના વગેરેમાં જે કાંઈ મળે તેમાંથી ચલાવી લેવું પડતું. કોઈ કોઈ દિવસ નો એકાદશી પણ થઈ જતી. છેવટે જામનગરના એક સદ્ગૃહસ્થ શ્રી. સૌભાગ્યચંદ કપૂરચંદે માસિક રૂ. ૧૦ આપવાનું નકકી કર્યું અને એમનો માર્ગ કંઈક સરળ બન્યો. પાલિતાણામાં એક વર્ષ રહી તેઓ વળી પાછા વલભીપુર આવ્યા. કોઈએ કહ્યું કે “વૃષભ” રાશિવાળાને લાંબા પ્રવાસનો જોગ છે. આ સાંભળી બેચરદાસને ફરી પાછા કાશીના વિચારો આવવા લાગ્યા. પણ માએ રજા ન આપી, એટલે છેવટે મહેસાણા પાઠશાળામાં જઈ પહોંચ્યા અને ત્યાં એક માસમાં ભાંડારકરની માર્ગોપદેશિકાની પહેલી ચોપડી પૂરી કરી.
વિશેષ શાસ્ત્ર-અભ્યાસ માટે કાશી ભણી : આટલા ભણતરથી, વિદ્યા માટે તલસનો પંડિતજીનો આત્મા સંતુષ્ટ ન થયો અને એક દિવસ માતાને પૂછયા વગર જ હચંદ્રભાઈ સાથે સં. ૧૯૬૨-૬૩ના અરસામાં તેઓ કાશી ઊપડી ગયા. આમ વિદ્વાનો તૈયાર કરવાની ધગશવાળા આચાર્ય મહારાજ અને ગમે તે ભોગે વિદ્યા ઉપાર્જન કરવાની ભાવનાવાળા વિદ્યાર્થીનો સુયોગ થઈ ગયો. પણ છ મહિનામાં તો પંડિતજી શીતળાની બીમારીમાં સપડાયા, તે જાણીને એમનાં બા સાવ એકલા એકલાં છેક બનારસ પહોંચી ગયાં. માતૃસ્નેહનું માપ આપણે બુદ્ધિના ગજે ન કાઢી શકીએ. કાશીમાં બે વરસ રોકાઈ તેઓ વલભીપુર આવ્યા. ત્યારે આચાર્યવર્ય હેમચંદ્રકૃન લધુવૃત્તિ પોણી થઈ ગઈ હતી. વલભીમાં થોડું રોકાઈ તેઓ પાછા બનારસ આવ્યા અને પોતાના અભ્યાસની સાથોસાથ શ્રી. યશોવિજય જૈન ગ્રંથમાળાના ગ્રંથોનું સંપાદન પં. શ્રી હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં કરવા લાગ્યા. આ ગ્રંથમાળાએ પ્રકાશિત કરેલા જેન વ્યાકરણ અને ન્યાયને લગતા ગ્રંથો કલકત્તા સંસ્કૃત કૉલેજની “તીર્થ” પરીક્ષામાં દાખલ થયા અને પછી પંડિતજી ન્યાય અને વ્યાકરણના “તીર્થ” થયા. મુંબઈના ઍજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષામાં પણ પંડિતજી તથા શ્રી હરગોવિંદદાસભાઈ ઉચ્ચ નંબરે ઉત્તીર્ણ થયા અને બન્નેને પંચોતેર-પંચોતેર રૂપિયાનું પારિતોષિક મળ્યું.
આમ, ધીરે ધીરે પંડિતજીની ગણના એક મહાબુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે થવા લાગી. તે વખતે તેઓ સંસ્કૃત કવિતા પણ બનાવતા અને પાદપૂર્તિ કરવામાં પણ કુશળ ગણાતા પંડિતજીની આવી હોશિયારીથી મહારાજશ્રીએ તેમને માસિક દસ રૂપિયાની કૉલરશિપ આપવાનું કહ્યું તો પંડિતજીએ તેનો એમ કહીને સાદર અસ્વીકાર કર્યો કેજયારે પાઠશાળા મારું બધું ખર્ચ આપની હોય ત્યારે આવી કૉલરશિપ કેમ લઈ શકાય ?
પ્રાકન ભાષા અને અન્ય દર્શનોનો અભ્યાસ : આ દરમ્યાન મહારાજશ્રી પાસે આવતા અનેક વિદ્વાનો સાથે પંડિતજીને સારો પરિચય થઈ ગયો હતો. મહારાજશ્રીની ઇચ્છા પંડિતજીને કામણ સંસ્કૃતિમાં પૂર્ણ નિષ્ણાત બનાવવાની હતી. પ્રાકૃત ભાષાનો
Page #4
--------------------------------------------------------------------------
________________
પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી
૨૦૧
અભ્યાસ તો તેમણે કરી જ લીધો હતો. પોતાના પ્રાકૃતના અભ્યાસ માટે પંડિતજી કહે છે કે, કોણ જાણે શાથી, પણ પ્રાકૃન–અર્ધમાગધી ભાષા તો મને બહુ જ સરળ થઈ પડી, અને જાણે અચાનક જ આવી મળી ગઈ હોય એમ એ ભાષા મને આત્મસાત્ બની ગઈ. હવે બૌદ્ધધર્મના જ્ઞાન માટે પાલિ ભાષાના જ્ઞાનની જરૂર હતી. તે માટે આચાર્ય મહારાજે ડૉ. સતીશચંદ્રવિદ્યાભૂષણની સાથે પંડિતજીને તથા પં. શ્રી હરગોવિંદદાસભાઈને સિલોન મોકલ્યા. ત્યાં આઠ માસ જેટલા ટૂંકા સમયમાં પોતાનું કામ પતાવીને એ બન્ને જણા પાછા કાશી આવ્યા અને ગ્રંથમાળામાં પ્રાચીન જૈન ગ્રંથોના સંપાદનનું કામ કરવા લાગ્યા.
રાષ્ટ્રીયતાનો રંગ અને મહાત્મા ગાંધીજી તથા એ. સુખલાલજીનો સહવાસ : હજુ સુધી ધાર્મિક, સામાજિક અને સાંપ્રદાયિક શિક્ષણસંસ્થાઓમાં રાષ્ટ્રીયતાની હવા નહોતી પહોંચી શકી. પણ બંગભંગની ચળવળનું આછું-પાતનું દર્શન પડિતજીએ એ વખતે કાશીમાં કર્યું હતું, તે ઉપરથી તેમણે દેશી કાપડ વાપરવાનો અને દેશી ખાંડનો ઉપયોગ કરવાનો નિયમ કર્યો હતો. સને ૧૯૧૫-૧૬ માં ગાંધીજીએ સ્વદેશી અને ખાદીની હાકલ કરી ત્યારથી તેમણે સ્વદેશી કાપડ અને વસ્તુઓનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આમ તે કાળે પંડિતોમાં ભાગ્યે જ જોવા મળતી રાષ્ટ્રીયતાની ભાવના પંડિતજીના અંતરમાં વસવા લાગી હતી.
શરૂઆતમાં પંડિતજીને જૈનધર્મ ઉપર એવી એકાંગી શ્રદ્ધા કે તેઓ જન સાહિત્ય સિવાયનાં બીજું પુસ્તકો વાંચે જ નહીં. પણ પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના અભ્યાસ પછી મૌલિક પ્રાચીન જન સાહિત્યનું જેમ જેમ અધ્યયન-ચિતન આગળ વધતું ગયું તેમ તેમ નવું સત્ય જાણવાની એમની ઇચ્છા વધુ ને વધુ ઉક્ટ બનતી ગઈ, મનમાં ઘર કરી બેઠેલી અંધશ્રદ્ધા વિલીન થવા લાગી. પછી તો આગમો કંઠસ્થ કરવાનો એમને એવો નાદ લાગ્યો કે રાતના બે-બે વાગે ઊઠીને તેઓ એમાં તન્મય થવા લાગ્યા. પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન તો મળી જ ચૂક્યું હતું. હવે તેમાં આગમોનું વાચન અને ચિંતન ઉમેરાયું એટલે એમનો આત્મા વધુ સત્યશોધક બન્યો. પંડિતજીના જીવનનો આ સમય એ પંડિતજીના માટે ક્રાન્તદર્શનનો અને એમના દિલમાં ક્રાંતિની ભાવનાને સજીવન કરવાનો સમય ગણી શકાય.
આગમોનાં અનુવાદ અને પ્રકાશન : પંડિતજીને થયું કે જૈન સંસ્કૃતિનો અભ્યદય કરવો હોય તો સંસ્કૃતના એ મૂળ ગ્રંથોનો અનુવાદ કરીને એને સર્વજનસુગમ બનાવી દેવા જોઈએ.
બનારસમાં આ ઇચ્છા પૂર્ણ થઈ શકે એમ ન લાગ્યું એટલે સંવત ૧૯૭૦–૭૧ ના અરસામાં અમદાવાદના શેઠ પૂંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં જોડાયા. જૈન આગમોનાં પ્રમાણભૂત ભાષાંતરો તૈયાર કરાવવાં એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હતો. પણ જૈન સંઘમાં તે કાળે આગમોના અનુવાદ સામે ભારે વિરોધ પ્રવર્તત હતો. ઉદાર વિચારના કે સુધારક દિલના આગળ પડતા કહેવાતા સાધુઓ અને ગૃહસ્થોને પણ આ વાત રુચતી ન હતી. આ દરમ્યાન અમદાવાદમાં મહાવીર જયંતીની
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૦૨
અર્વાચીન જૈન જ્યોતિર્ધશે
એક સભામાં પંડિતજીએ આગમોના અનુવાદની જરૂર સંબંધી પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા. પરિણામે એની સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. એ કાળે તો આવો વિરોધ મારામારી સુધી આગળ વધી જવાની પણ દહેશત રહેતી. પણ પંડિતજી પોતાની વાતને મકકમપણે વળગી રહ્યા અને મુંબઈમાં રહીને આ કામ કરવા લાગ્યા.
આ દરમ્યાન તા. ૨૧-૧-૧૯૧૯ ના રોજ મુંબઈમાં માંગરોળ જૈન સભાના આશ્રયે વકતૃત્વ પ્રચારક મંડળના મંત્રીના આમંત્રણથી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રમુખપદે “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” એ વિષય ઉપર જાહેર ભાષણ આપ્યું અને આખા જૈન સંઘમાં વિરોધનો ભારે વંટોળ જાગી ગયો. પણ જે વિચારકો હતા તેમને એ ભાષણે ભારે વિચાર કરતા કરી મૂક્યા.
આ ભાષણ પંડિતજીના જીવનનો એક મહત્ત્વના સીમાસ્તંભ સમું લેખાય છે. આના લીધે અમદાવાદના સંધે પંડિતજીને સંધ બહાર કરવા જેટલું બહુમાન આપ્યું ! પણ પંડિતજીને મન નગ્ન સત્ય કહેવાના લાભની આગળ આ વિરોધ કંઈ વિસાતમાં ન હતો. લોકનિંદા કે લોકપ્રશંસાને મહત્ત્વ આપીએ તો સત્યને ન પિછાણી શકાય કે ન પ્રચારી શકાય, એ સિદ્ધાંત પંડિતજીના મનમાં દેઢ રીતે વસી ગયો હતો.
ગાંધીજીનો સમાગમ : આ દરમ્યાન પંડિતજીને પૂ. મહાત્મા ગાંધીજીનો સમાગમ થયો. એક વિદ્વાનને આવા ઉત્કટ સત્યપ્રેમી જોઈને ગાંધીજીએ એમને આશીર્વાદ આપ્યા અને પોતાની વાતથી પાછા નહીં હઠવા કહ્યું. આ પછી તો ગાંધીજી સાથેનો એમનો પરિચય વધતો જ ગયો. સને ૧૯૨૧–૨૨ માં તેઓ ગાંધીજીના ગુજરાત પુરાનવ મંદિરમાં જોડાયા, અને ત્યાં પંડિતવર્ય શ્રી સુખલાલજીના સહકારમાં સન્મતિનર્કના સંપાદનનું અતિદુષ્કર કાર્ય કર્યું. પ્રાચીન આકર (પ્રમાણભૂત ગ્રંથોના સંપાદનમાં આ ગ્રંથનું સંપાદન એક નમૂનેદાર સંપાદન ગણાય છે. તેમના આ કામથી ગાંધીજીને ભારે સંતોષ થયો. પંડિતજીને આ અતિ ઝીણા કામને પાર પાડવા માટે પોતાની ડાબી આંખની સદાની ઝાંખપ વહોરી લેવી પડી.
આ પછી ગાંધીજીની દાંડીકૂચનો ઐતિહાસિક પ્રસંગ આવી પડ્યો. એ રણભેરીનો નાદ સંભળાયા પછી ઘરમાં ભરાઈ રહેવું શક્ય ન હતું. પંડિતજી પણ એ નાદની પાછળ ઘેલા બન્યા અને હસ્તલિખિત ‘નવજીવન’ના તંત્રી બનીને ૯ મહિના વીસાપુર જેલના મહેમાન બન્યા.
આજીવિકાની સમસ્યા : પણ પંડિતજી માટે ખરી મુશ્કેલીનો સમય નો જેલમાંથી છૂટયા પછી શરૂ થયો. તેમને બ્રિટિશ હકૂમતમાં દાખલ થવાનો સખત મનાઈહુકમ મળ્યો હતો, તે છેક ૧૯૩૩-૩૬ની સાલમાં કૉંગ્રેસે પ્રાંતોમાં સત્તા સ્વીકારી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન આજીવિકા મેળવવાની ભારે મુશ્કેલી હતી. છ-સાત જણનું ભરણપોષણ કરવા સાથે દીકરા-દીકરીઓના અભ્યાસને પણ પહોંચી વળવાનું હતું. આ ચાર-પાંચ વર્ષ લગી કોઈ અણનમ યોદ્ધો ઝઝૂમે તેમ પંડિતજી અણનમણે જીવનસંગ્રામ ખેલતા રહ્યા અને મારવાડ, રાજસ્થાન જેવા પ્રદેશોમાં સ્થાનકવાસી
Page #6
--------------------------------------------------------------------------
________________
પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી
૨૦૩
સાધુઓ કે બીજાઓને ભણાવીને પોતાનો વિકટ જીવનપંથ કાપતા રહ્યા. આવી વિક્ટ સ્થિતિ છતાં જૈન સાહિત્યમાં રહેલ સત્યનો પ્રચાર કરવાની એમની તમન્નામાં જરા પણ ઓટ ન આવી, અને જૈન સાહિત્ય સાથેનો સંબંધ શિથિલ કરીને, વિદ્યાનાં બીજાં ક્ષેત્રો દ્વારા જીવનને સુખચેનવાળું બનાવવાની લાલચથી પંડિતજી સર્વથા અળગા રહ્યા. આ દુ:ખના ને કસોટીના સમયમાં તેમને સાથ આપનાર તેમનાં સહધર્મિણી શ્રીમતી અજવાળીબહેનને પુત્રો પ્રબોધ–શિરીષને તથા પુત્રીઓ લલિતા અને લાવણ્યવતીને અને યાદ કર્યા સિવાય અને ધન્યવાદ આપ્યા સિવાય આપણાથી કેમ રહી શકાય ?
પ્રાધ્યાપક તરીકે નિયુકિત, સ્થિરતા અને યશપ્રાપ્તિ : ૧૯૩૮ આસપાસ અમદાવાદમાં એલ. ડી. આર્ટસ કૉલેજ સ્થપાઈ અને ગુજરાતના સર્વમાન્ય વિદ્વાન ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રયાસથી તેઓ એ કૉલેજમાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે નિમાયા. સને ૧૯૪૦માં તેમણે મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં “ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ’ વિષે જે વ્યાખ્યાનો આપ્યાં તેણે પંડિતજીના પાંડિત્ય ઉપર કલગી ચડાવી દીધી. જીવનનાં સાઠ વર્ષ દરમ્યાન પંડિતજીએ જૈન સાહિત્યની જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્ત્વના ગ્રંથો પ્રકાશમાં આવ્યા. પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ અને પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના પંડિતજી અસાધારણ વિદ્વાન હતા. આ ક્ષેત્રમાં તેઓ દેશના અને દુનિયાની ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં માનભર્યું સ્થાન ધરાવતા. સાથે સાથે સંસ્કૃત ભાષાના પણ તેઓ એવા જ ઉત્કટ વિદ્વાન હતા. આ બધાની પાછળ, જૈન સાહિત્યમાંની સાચી હકીકતો પ્રગટ કરીને સમાજને સાચો રસ્તો બતાવવાની જે ક્રાંતિકારી ભાવના તેઓએ સેવી તે એક અપૂર્વ હકીકત હતી. પાંડિત્ય અને સત્યલક્ષી ક્રાંતિપ્રિયતાનો આવો યોગ બહુ વિરલ ઘટના છે. સંસ્કૃતમાં પાંડિત્ય તથા શાસ્ત્રનિષ્ઠા માટે સને ૧૯૬૪માં રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃમગન તરફથી શાલ ઓઢાડીને પ્રમાણપત્ર મળેલ. આ ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓ તરફથી વિવિધ પ્રસંગે તેમનું બહુમાન કરી ૭ સુવર્ણચંદ્રક, સાતેક ચાંદીની કાસ્કેટો તથા પંદરેક સન્માનપત્રો તેમને અર્પણ થયેલાં.
અંતિમ વર્ષો : કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી પણ સારી એવી સ્વૈચ્છિક સેવાઓ પંડિતજીએ લા. દ. પ્રાચ્યવિદ્યામંદિરને આપી હતી અને પીએચ. ડી.ના ઘણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આમ વિવિધ સેવાઓ આપી ૯૩ વર્ષની જૈફ વયે, સૌ સ્વજન–બંધુવર્ગને ખમાવીને. તા. ૧૧–૧૦–૧૯૮૨ ના રોજ તેઓએ શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું. જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ માટે પંડિતજી જેવા અનેક સત્યવીર પંડિન પુરુષોની આજે સમાજને ખૂબ જરૂર છે.
Page #7
--------------------------------------------------------------------------
________________ 204 અર્વાચીન જૈન જયોતિર્ધરો પંડિતજીની મુખ્ય સાહિત્યસેવા તેઓશ્રી દ્વારા લિખિત-સંપાદિત ગ્રંથોમાં નીચેની કૃતિઓ વધારે અગત્યની ગણી શકાય : ગુજરાત વિદ્યાપીઠ-ગુજરાન પુરાતત્ત્વ મંદિર દ્વારા પ્રકાશિત અને પંડિત સુખલાલજી સાથે કરેલ સંપાદન 1 સમેતિતર્ક (પાંચ ભાગ) 2 સન્મનિમર્ક મૂળ અનુવાદ–વિવેચનસહિત 3 જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર શ્રી. યશોવિજ્યજી જૈન ગ્રંથમાળામાં પં. શ્રી. હરગોવિંદદાસ સાથેનાં સંસ્કૃત પ્રાકૃત ગ્રંથનાં સંપાદનો 1 રત્નાકરાવારિકા 9 અનેકાંત જયપતાકા (પ્રથમ ભાગ) 2 શાંતિનાથ મહાકાવ્ય 10 સ્યાદ્રાદમંજરી 3 નેમિનાથ મહાકાવ્ય 11 અભિધાન ચિતામણિ કોશ 4 વિજય પ્રશસ્તિ 12 પાનાથ ચરિત્ર 5 પાંડવચરિત્ર 13 મલ્લિનાથ ચરિત્ર 6 શીલદૂત 14 જગદ્ગુરુ કાવ્ય 7 નિર્ભય ભીમ વ્યાયોગ 15 શબ્દ રત્નાકર કોષ 8 લધુ વદર્શન સમુચ્ચય 16 આવશ્યક નિર્યુક્તિ (પ્રાકૃત) સ્વતંત્ર કૃતિ, સ્વતંત્ર સંપાદન અને અનુવાદ 1 પ્રાકૃત માગેપદેશિકા 2 ભગવતી સૂત્ર (બે ભાગ) સંપાદન-અનુવાદ 3 પ્રાકૃત વ્યાકરણ 4 મહાવીરવાણી >> અનુવાદ 5 હેમચંદ્રાચાર્ય કતિ 6 ધમ્મપદ અનુવાદ 7 જૈનદર્શન (ટ્રદર્શન સમુચ્ચયની ગુણરત્નની ટીકાનો અનુવાદ) અનુવાદ