________________
પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી
૨૦૧
અભ્યાસ તો તેમણે કરી જ લીધો હતો. પોતાના પ્રાકૃતના અભ્યાસ માટે પંડિતજી કહે છે કે, કોણ જાણે શાથી, પણ પ્રાકૃન–અર્ધમાગધી ભાષા તો મને બહુ જ સરળ થઈ પડી, અને જાણે અચાનક જ આવી મળી ગઈ હોય એમ એ ભાષા મને આત્મસાત્ બની ગઈ. હવે બૌદ્ધધર્મના જ્ઞાન માટે પાલિ ભાષાના જ્ઞાનની જરૂર હતી. તે માટે આચાર્ય મહારાજે ડૉ. સતીશચંદ્રવિદ્યાભૂષણની સાથે પંડિતજીને તથા પં. શ્રી હરગોવિંદદાસભાઈને સિલોન મોકલ્યા. ત્યાં આઠ માસ જેટલા ટૂંકા સમયમાં પોતાનું કામ પતાવીને એ બન્ને જણા પાછા કાશી આવ્યા અને ગ્રંથમાળામાં પ્રાચીન જૈન ગ્રંથોના સંપાદનનું કામ કરવા લાગ્યા.
રાષ્ટ્રીયતાનો રંગ અને મહાત્મા ગાંધીજી તથા એ. સુખલાલજીનો સહવાસ : હજુ સુધી ધાર્મિક, સામાજિક અને સાંપ્રદાયિક શિક્ષણસંસ્થાઓમાં રાષ્ટ્રીયતાની હવા નહોતી પહોંચી શકી. પણ બંગભંગની ચળવળનું આછું-પાતનું દર્શન પડિતજીએ એ વખતે કાશીમાં કર્યું હતું, તે ઉપરથી તેમણે દેશી કાપડ વાપરવાનો અને દેશી ખાંડનો ઉપયોગ કરવાનો નિયમ કર્યો હતો. સને ૧૯૧૫-૧૬ માં ગાંધીજીએ સ્વદેશી અને ખાદીની હાકલ કરી ત્યારથી તેમણે સ્વદેશી કાપડ અને વસ્તુઓનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આમ તે કાળે પંડિતોમાં ભાગ્યે જ જોવા મળતી રાષ્ટ્રીયતાની ભાવના પંડિતજીના અંતરમાં વસવા લાગી હતી.
શરૂઆતમાં પંડિતજીને જૈનધર્મ ઉપર એવી એકાંગી શ્રદ્ધા કે તેઓ જન સાહિત્ય સિવાયનાં બીજું પુસ્તકો વાંચે જ નહીં. પણ પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના અભ્યાસ પછી મૌલિક પ્રાચીન જન સાહિત્યનું જેમ જેમ અધ્યયન-ચિતન આગળ વધતું ગયું તેમ તેમ નવું સત્ય જાણવાની એમની ઇચ્છા વધુ ને વધુ ઉક્ટ બનતી ગઈ, મનમાં ઘર કરી બેઠેલી અંધશ્રદ્ધા વિલીન થવા લાગી. પછી તો આગમો કંઠસ્થ કરવાનો એમને એવો નાદ લાગ્યો કે રાતના બે-બે વાગે ઊઠીને તેઓ એમાં તન્મય થવા લાગ્યા. પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન તો મળી જ ચૂક્યું હતું. હવે તેમાં આગમોનું વાચન અને ચિંતન ઉમેરાયું એટલે એમનો આત્મા વધુ સત્યશોધક બન્યો. પંડિતજીના જીવનનો આ સમય એ પંડિતજીના માટે ક્રાન્તદર્શનનો અને એમના દિલમાં ક્રાંતિની ભાવનાને સજીવન કરવાનો સમય ગણી શકાય.
આગમોનાં અનુવાદ અને પ્રકાશન : પંડિતજીને થયું કે જૈન સંસ્કૃતિનો અભ્યદય કરવો હોય તો સંસ્કૃતના એ મૂળ ગ્રંથોનો અનુવાદ કરીને એને સર્વજનસુગમ બનાવી દેવા જોઈએ.
બનારસમાં આ ઇચ્છા પૂર્ણ થઈ શકે એમ ન લાગ્યું એટલે સંવત ૧૯૭૦–૭૧ ના અરસામાં અમદાવાદના શેઠ પૂંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં જોડાયા. જૈન આગમોનાં પ્રમાણભૂત ભાષાંતરો તૈયાર કરાવવાં એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હતો. પણ જૈન સંઘમાં તે કાળે આગમોના અનુવાદ સામે ભારે વિરોધ પ્રવર્તત હતો. ઉદાર વિચારના કે સુધારક દિલના આગળ પડતા કહેવાતા સાધુઓ અને ગૃહસ્થોને પણ આ વાત રુચતી ન હતી. આ દરમ્યાન અમદાવાદમાં મહાવીર જયંતીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org