SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો મહારાજ પાસે રહીને નવતત્ત્વ વગેરેનો ધાર્મિક અભ્યાસ કર્યો. પાલિતાણાના આ વસવાટ દરમ્યાન એમને જમવા વગેરેની પુષ્કળ મુશ્કેલી વેઠવી પડેલી. તેમની બાએ બરફીચૂરમાનો ડબો ભરીને આપ્યો હતો, તે પહોંચ્યું ત્યાં સુધી તો રોજ વખતસર ખાવાનું મળતું, પણ પછી તો પ્રભાવના વગેરેમાં જે કાંઈ મળે તેમાંથી ચલાવી લેવું પડતું. કોઈ કોઈ દિવસ નો એકાદશી પણ થઈ જતી. છેવટે જામનગરના એક સદ્ગૃહસ્થ શ્રી. સૌભાગ્યચંદ કપૂરચંદે માસિક રૂ. ૧૦ આપવાનું નકકી કર્યું અને એમનો માર્ગ કંઈક સરળ બન્યો. પાલિતાણામાં એક વર્ષ રહી તેઓ વળી પાછા વલભીપુર આવ્યા. કોઈએ કહ્યું કે “વૃષભ” રાશિવાળાને લાંબા પ્રવાસનો જોગ છે. આ સાંભળી બેચરદાસને ફરી પાછા કાશીના વિચારો આવવા લાગ્યા. પણ માએ રજા ન આપી, એટલે છેવટે મહેસાણા પાઠશાળામાં જઈ પહોંચ્યા અને ત્યાં એક માસમાં ભાંડારકરની માર્ગોપદેશિકાની પહેલી ચોપડી પૂરી કરી. વિશેષ શાસ્ત્ર-અભ્યાસ માટે કાશી ભણી : આટલા ભણતરથી, વિદ્યા માટે તલસનો પંડિતજીનો આત્મા સંતુષ્ટ ન થયો અને એક દિવસ માતાને પૂછયા વગર જ હચંદ્રભાઈ સાથે સં. ૧૯૬૨-૬૩ના અરસામાં તેઓ કાશી ઊપડી ગયા. આમ વિદ્વાનો તૈયાર કરવાની ધગશવાળા આચાર્ય મહારાજ અને ગમે તે ભોગે વિદ્યા ઉપાર્જન કરવાની ભાવનાવાળા વિદ્યાર્થીનો સુયોગ થઈ ગયો. પણ છ મહિનામાં તો પંડિતજી શીતળાની બીમારીમાં સપડાયા, તે જાણીને એમનાં બા સાવ એકલા એકલાં છેક બનારસ પહોંચી ગયાં. માતૃસ્નેહનું માપ આપણે બુદ્ધિના ગજે ન કાઢી શકીએ. કાશીમાં બે વરસ રોકાઈ તેઓ વલભીપુર આવ્યા. ત્યારે આચાર્યવર્ય હેમચંદ્રકૃન લધુવૃત્તિ પોણી થઈ ગઈ હતી. વલભીમાં થોડું રોકાઈ તેઓ પાછા બનારસ આવ્યા અને પોતાના અભ્યાસની સાથોસાથ શ્રી. યશોવિજય જૈન ગ્રંથમાળાના ગ્રંથોનું સંપાદન પં. શ્રી હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં કરવા લાગ્યા. આ ગ્રંથમાળાએ પ્રકાશિત કરેલા જેન વ્યાકરણ અને ન્યાયને લગતા ગ્રંથો કલકત્તા સંસ્કૃત કૉલેજની “તીર્થ” પરીક્ષામાં દાખલ થયા અને પછી પંડિતજી ન્યાય અને વ્યાકરણના “તીર્થ” થયા. મુંબઈના ઍજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષામાં પણ પંડિતજી તથા શ્રી હરગોવિંદદાસભાઈ ઉચ્ચ નંબરે ઉત્તીર્ણ થયા અને બન્નેને પંચોતેર-પંચોતેર રૂપિયાનું પારિતોષિક મળ્યું. આમ, ધીરે ધીરે પંડિતજીની ગણના એક મહાબુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે થવા લાગી. તે વખતે તેઓ સંસ્કૃત કવિતા પણ બનાવતા અને પાદપૂર્તિ કરવામાં પણ કુશળ ગણાતા પંડિતજીની આવી હોશિયારીથી મહારાજશ્રીએ તેમને માસિક દસ રૂપિયાની કૉલરશિપ આપવાનું કહ્યું તો પંડિતજીએ તેનો એમ કહીને સાદર અસ્વીકાર કર્યો કેજયારે પાઠશાળા મારું બધું ખર્ચ આપની હોય ત્યારે આવી કૉલરશિપ કેમ લઈ શકાય ? પ્રાકન ભાષા અને અન્ય દર્શનોનો અભ્યાસ : આ દરમ્યાન મહારાજશ્રી પાસે આવતા અનેક વિદ્વાનો સાથે પંડિતજીને સારો પરિચય થઈ ગયો હતો. મહારાજશ્રીની ઇચ્છા પંડિતજીને કામણ સંસ્કૃતિમાં પૂર્ણ નિષ્ણાત બનાવવાની હતી. પ્રાકૃત ભાષાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249028
Book TitlePandit Bechardasji Doshi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size365 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy