Book Title: Nemichandji Shastri
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી ૨૫૩ હિંદી ભાષાના વિકાસ માટે ભોજપુરી સાહિત્યને લોકભોગ્ય બનાવવા માટે અને જૈન વાસ્મયને પ્રસિદ્ધ કરવા માટે તેમણે વિવિધ સમેલનો, શાખાઓ, પરિષદો, પ્રકાશનો તેમજ સારસ્વતોના જાહેર સન્માન માટેનાં અનેકવિધ આયોજનો કર્યા. ભારતીય દિગંબર જૈન વિદ્યુત્પરિષદની કારોબારીમાં તેમણે સક્રિય રસ લીધો અને ઈ. સ. ૧૯૭૦ના ખતૌલી ખાતેના અધિવેશનમાં પરિષદના અધ્યક્ષ તરીકે તેઓની પસંદગી કરવામાં આવી. ઈ. સ. ૧૯૭૨માં ઉજજૈનમાં ભરાયેલા પ્રાગ્ય-વિદ્યા સંમેલનના વાર્ષિક અધિવેશનના ‘પ્રાકૃત અને જૈન દર્શનના અધ્યક્ષ તરીકેનું સ્થાન તેઓએ શોભાવ્યું હતું. વિદ્યાગુરુ, લેખક અને સંશોધનકાર તરીકે : તેઓ અનેક વિશ્વવિદ્યાલયોના પીએચ. ડી. અને ડિ. લિ.ના પરીક્ષક હતા. તેમના હાથ નીચે માર્ગદર્શન મેળવીને ૧૧ વિદ્યાર્થીઓએ પીએચ. ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, જેમાંના અમુક તો અત્યારે મોટા પ્રોફેસરો અને પ્રસિદ્ધ વિદ્વાનો તરીકે સમસ્ત ભારતમાં પ્રતિષ્ઠા પામેલા છે. જીવનના અંત સુધી તેમના જીવનમાંથી એક જ ધ્વનિ નીકળતો રહ્યો: વિદ્યાનિષ્ઠા અને અનુસંધાન. આજીવન સાહિત્યસેવી શ્રી નેમિચંદ્રજીની ૩૪ કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે, જયારે જયોતિષ, પત્રકારત્વ અને સંપાદનવિદ્યા તેમજ પ્રકીર્ણ વિષયો ઉપરના તેમના અનેક નિબંધો પણ ઉપલબ્ધ છે. સાહિત્યસેવા અને વિદ્યાવ્યાસંગ જ તેમના જીવનનું મુખ્ય પાનું રહ્યું. આનો ખ્યાલ નીચેની કૃતિઓ ઉપરથી આવી શકે છે : | તીર્થંકર મહાવીર અને એમની આચાર્ય-પરાશ : આ શ્રી નેમિચંદ્રજીની અન્તિમ અને સર્વાધિક મહત્ત્વપૂર્ણ કૃતિ, ભગવાન મહાવીરના ચરણોમાં અતિમ પુષ્પાંજલિ છે. આ કૃતિ ઈ. સ. ૧૯૭૪માં ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણતિથિએ પ્રકાશિત થઈ હતી. આ ગ્રંથના ચાર ખંડો છે: (૧) તીર્થકર મહાવીર અને એમની દેશના, (૨) શ્રતધર અને સારસ્વતાચાર્ય, (૩) પ્રબુદ્ધાચાર્ય અને પરંપરાપોકાચાર્ય, (૪) આચાર્ય તુલ્ય કાવ્યકાર અને લેખક. હિન્દી-જૈન સાહિત્ય પરિશીલન : આ ગ્રંથના બે ખંડો છે. પ્રથમ ખંડ સાત અધ્યાયોમાં અને દ્વિતીય ખંડ ચાર અધ્યાયોમાં વિભક્ત થયેલ છે. પ્રથમ ખંડમાં પ્રાચીન કવિઓની કાવ્યરચનાઓ તથા દ્વિતીય ખંડમાં અર્વાચીન કવિઓની કાવ્યરચનાઓ પરિશીલન છે. આદિપુરાણમાં પ્રતિપાદિત ભારત: શ્રી જિનસેન આચાર્ય રચિત આદિપુરાણમાંથી શ્રી શાસ્ત્રીજીએ ભારતીય જીવનનાં વિવિધ પાસાંઓનું ઊંડું અધ્યયન કરીને નવાં તથ્યોને પ્રકાશિત કર્યા છે. વિશ્વશાન્તિ અને જૈન ધર્મ આ શ્રી શાસ્ત્રીજીની શરૂઆતની કૃતિ છે. વિશ્વની અશાંતિનું મૂળ કારણ રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ આદિ વિકારો છે. એમને શાંત કર્યા વગર શાન્તિ સંભવિત નથી, એવો સંદેશો આ ગ્રંથમાંથી મળે છે. મંગલમના નમોકાર : એક અનુચિન્તન : આ કૃતિમાં અનેક દૃષ્ટિકોણોથી એ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો છે. નમોકાર મ– સમસ્ત દ્વાદશાંગ જિનવાણીનો સાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4