Book Title: Nemichandji Shastri Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 2
________________ ૨૫૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પ્રાથમિક શાળાના અભ્યાસમાં જ બાળકની કુશાગ્ર બુદ્ધિ, ખાસ કરીને ગણિતના વિષયમાં નિપુણતા, દષ્ટિગોચર થવા લાગી હતી. માધ્યમિક શાળા પૂરી થતાં આગળના અભ્યાસ માટે કાશી જવાનું નક્કી થયું. અનેક પ્રકારની આપદાનો સામનો કરીને આ યુવાને ખંતથી પોતાનો અભ્યાસ કર્યો અને ૨૪ વર્ષની ઉંમર થતાં તો પ્રાચ્યવિદ્યાનાં વિવિધ અંગો-સંસ્કૃત પ્રાકૃન, ધર્મશાસ્ત્ર, સાહિત્ય, ન્યાય, જ્યોતિષશાસ્ત્ર આદિમાં નિપુણતા પ્રાપ્ત કરીને ન્યાયતીર્થ, જ્યોતિષનીર્થ અને કાવ્યતીર્થની ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધી. ગૃહસ્થાશ્રમ-પ્રવેશ અને અધ્યાપનકાર્ય : ઈ. સ. ૧૯૩૬ માં તેમની સગાઈ આગ્રાનિવાસી શ્રી. ચિરંજીલાલની પુત્રી સુશીલાબાઈ સાથે થઈ અને ઈ. સ. ૧૯૩૯માં તેમનાં લગ્ન થયાં. કુટુંબની જવાબદારી આવતાં આજીવિકા માટેનો પ્રશ્ન સ્વાભાવિકપણે જ ઉપસ્થિત થયો. શ્રી. મંગલસેન નામના સજજને આરાની રાત્રિશાળામાં ધાર્મિક અભ્યાસ કરાવવા માટે તેમની માસિક ત્રીસ રૂપિયાના પગારથી નિમણૂક કરી; જયાં બ્રહ્મચારિણી ચંદાબાઈના સત્સંગ સાન્નિધ્યનો પણ તેમને લાભ મળવા લાગ્યો. અહીં આરામાં તેમને ત્રણ પ્રકારની ફરજો બજાવવાની હતી : દિવસે ‘જેન બાળવિશ્રામમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય, રાત્રે પાઠશાળામાં ધાર્મિક શિક્ષણકાર્ય અને સિદ્ધાંતભવનના પુસ્તકાલયના અધ્યક્ષ તરીકેની કામગીરી. સરકારી નોકરી અને રાજીનામું : ઉપર્યુક્ત ત્રણ પ્રકારની ફરજો નેમિચંદ્ર સારી રીતે બજાવતા અને તેથી તેમના નામની સુવાસ આખા ગામમાં પ્રસરી ગઈ. ક્રમે કરીને તેમણે પોતાનો અભ્યાસ પણ સારી રીતે વધાર્યો અને ભાવિના મહાન વ્યક્તિત્વનો પાયો દૃઢ કરી લીધો. પોતાના કેટલાક મિત્રોની સલાહથી ઈ. સ. ૧૯૫૫માં બિહાર સરકારના શિક્ષણ વિભાગમાં તેઓએ નોકરી સ્વીકારી અને તેમને ભાગલપુર નજીક સુલતાનપુરમાં રહેવાનું થયું. સરકારી નોકરીમાં જે પ્રકારની રૂઢિગતતા અને અમલદારશાહી હોય છે, તેનો અનુભવ થતાં સ્વમાન અને સત્યના આગ્રહી નેમિચંદ્રજીને તેમાં અનુકૂળતા લાગી નહીં એટલે પોતાની મૂળ કર્મભૂમિ આરામાં તેઓ પાછા ફર્યા અને સિદ્ધાંતભવનમાં પોતાના જીવનનું બાકીનું કાર્ય પૂરું કરવા રાતદિવસ પુરુષાર્થન બની ગયા. વિદ્યાની ઉપાસના અને સાહિત્યસેવા:સતત વિદ્યાભ્યાસ દ્વારા શાસ્ત્રી, પોનિષાચાર્ય, સાહિત્યરત્ન, એમ. એ. પીએચ. ડી. અને ડિ. લિ.ની પદવી પ્રાપ્ત કરીને તેઓ સાચા અર્થમાં જ્ઞાનના સાગર’ બન્યા. ઈ. સ. ૧૯૫૫ માં આરાની જન કૉલેજમાં તેઓ મુખ્ય પ્રાધ્યાપક તરીકે નિમાયા અને પોતાના જ્ઞાનભંડારનો જૈન સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરવા કૃતનિશ્ચયી બન્યા. આ કાર્યમાં ડૉ. રાજારામ જૈન અને પં. ભુજબલીશાસ્ત્રીનો તેમને પૂર્ણ સહયોગ મળ્યો, જેથી આરાનું જનસિદ્ધાંતભુવન બિહાર તેમજ સમસ્ત ભારતનું કળા, સંસ્કૃતિ અને સાહિત્ય—અનુસંધાનનું એક પ્રસિદ્ધ ધામ બની ગયું. ઈ. સ. ૧૯૬૩માં તેમની પ્રેરણાથી સંસ્થાનો હીરક મહોત્સવ ઊજવવામાં આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4