Page #1
--------------------------------------------------------------------------
________________
૩૭. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી
મા સરસ્વતીની આજીવન ઉપાસના કરીને ભારતીય તત્ત્વજ્ઞાન, જ્યોતિષવિદ્યા, પ્રાચીન-મધ્યકાલીન જૈન ઇતિહાસ તેમજ પ્રાકૃત-સંસ્કૃત ભાષાઓના વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ દ્વારા સાચા અર્થમાં વિદ્યાવારિધિ' બનનાર ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીને આ યુગની જૈન જગતની એક વિશિષ્ટ વિભૂતિ ગણી શકાય.
જન્મ અને બાળપણ: ભારતનાં શૌર્ય અને વીરતાની ભૂમિ રાજસ્થાનના રાજાખેડા જિલ્લાનું ધૌલપુર ગામ વૈદિક અને જૈન સંસ્કૃતિના સંગમરૂપ એક મોટા સરોવરને કાંઠે આવેલું છે. અહીં ધર્મસંસ્કારોથી વિભૂષિત શ્રી. રતનલાલજીનો સંતસ્વભાવ આજુબાજુનાં ગામોમાં પ્રસિદ્ધ હતો. તેમના પુત્ર શ્રી. બલવીરલાલજી પત્ની શ્રીમતી જાવિત્રીબાઈ સાથે સંતોષ અને સુખપૂર્વક પોતાનું દામ્પત્યજીવન ગુજારતા હતા. તેમના ઘેર વિ. સં. ૧૯૭રના પોષ વદ બારશને રવિવારના મંગળ પ્રભાતે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. (ઈ. સ. ૧૯૧૫ પિતાના એકના એક પુત્ર હોવાથી બાળકને નાનપણમાં માતાપિતાનો પ્રેમ મળ્યો તો ખરો, પરંતુ બે વરસની ઉંમરમાં જ પિતાનો વિયોગ થઈ ગયો. આથી મામા દયારામના હાથે તેમનો ઉછેર થયો.
૨૫૧
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૫૨
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
પ્રાથમિક શાળાના અભ્યાસમાં જ બાળકની કુશાગ્ર બુદ્ધિ, ખાસ કરીને ગણિતના વિષયમાં નિપુણતા, દષ્ટિગોચર થવા લાગી હતી. માધ્યમિક શાળા પૂરી થતાં આગળના અભ્યાસ માટે કાશી જવાનું નક્કી થયું. અનેક પ્રકારની આપદાનો સામનો કરીને આ યુવાને ખંતથી પોતાનો અભ્યાસ કર્યો અને ૨૪ વર્ષની ઉંમર થતાં તો પ્રાચ્યવિદ્યાનાં વિવિધ અંગો-સંસ્કૃત પ્રાકૃન, ધર્મશાસ્ત્ર, સાહિત્ય, ન્યાય, જ્યોતિષશાસ્ત્ર આદિમાં નિપુણતા પ્રાપ્ત કરીને ન્યાયતીર્થ, જ્યોતિષનીર્થ અને કાવ્યતીર્થની ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધી.
ગૃહસ્થાશ્રમ-પ્રવેશ અને અધ્યાપનકાર્ય : ઈ. સ. ૧૯૩૬ માં તેમની સગાઈ આગ્રાનિવાસી શ્રી. ચિરંજીલાલની પુત્રી સુશીલાબાઈ સાથે થઈ અને ઈ. સ. ૧૯૩૯માં તેમનાં લગ્ન થયાં. કુટુંબની જવાબદારી આવતાં આજીવિકા માટેનો પ્રશ્ન સ્વાભાવિકપણે જ ઉપસ્થિત થયો. શ્રી. મંગલસેન નામના સજજને આરાની રાત્રિશાળામાં ધાર્મિક અભ્યાસ કરાવવા માટે તેમની માસિક ત્રીસ રૂપિયાના પગારથી નિમણૂક કરી; જયાં બ્રહ્મચારિણી ચંદાબાઈના સત્સંગ સાન્નિધ્યનો પણ તેમને લાભ મળવા લાગ્યો. અહીં આરામાં તેમને ત્રણ પ્રકારની ફરજો બજાવવાની હતી : દિવસે ‘જેન બાળવિશ્રામમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય, રાત્રે પાઠશાળામાં ધાર્મિક શિક્ષણકાર્ય અને સિદ્ધાંતભવનના પુસ્તકાલયના અધ્યક્ષ તરીકેની કામગીરી.
સરકારી નોકરી અને રાજીનામું : ઉપર્યુક્ત ત્રણ પ્રકારની ફરજો નેમિચંદ્ર સારી રીતે બજાવતા અને તેથી તેમના નામની સુવાસ આખા ગામમાં પ્રસરી ગઈ. ક્રમે કરીને તેમણે પોતાનો અભ્યાસ પણ સારી રીતે વધાર્યો અને ભાવિના મહાન વ્યક્તિત્વનો પાયો દૃઢ કરી લીધો. પોતાના કેટલાક મિત્રોની સલાહથી ઈ. સ. ૧૯૫૫માં બિહાર સરકારના શિક્ષણ વિભાગમાં તેઓએ નોકરી સ્વીકારી અને તેમને ભાગલપુર નજીક સુલતાનપુરમાં રહેવાનું થયું. સરકારી નોકરીમાં જે પ્રકારની રૂઢિગતતા અને અમલદારશાહી હોય છે, તેનો અનુભવ થતાં સ્વમાન અને સત્યના આગ્રહી નેમિચંદ્રજીને તેમાં અનુકૂળતા લાગી નહીં એટલે પોતાની મૂળ કર્મભૂમિ આરામાં તેઓ પાછા ફર્યા અને સિદ્ધાંતભવનમાં પોતાના જીવનનું બાકીનું કાર્ય પૂરું કરવા રાતદિવસ પુરુષાર્થન બની ગયા.
વિદ્યાની ઉપાસના અને સાહિત્યસેવા:સતત વિદ્યાભ્યાસ દ્વારા શાસ્ત્રી, પોનિષાચાર્ય, સાહિત્યરત્ન, એમ. એ. પીએચ. ડી. અને ડિ. લિ.ની પદવી પ્રાપ્ત કરીને તેઓ સાચા અર્થમાં જ્ઞાનના સાગર’ બન્યા. ઈ. સ. ૧૯૫૫ માં આરાની જન કૉલેજમાં તેઓ મુખ્ય પ્રાધ્યાપક તરીકે નિમાયા અને પોતાના જ્ઞાનભંડારનો જૈન સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરવા કૃતનિશ્ચયી બન્યા. આ કાર્યમાં ડૉ. રાજારામ જૈન અને પં. ભુજબલીશાસ્ત્રીનો તેમને પૂર્ણ સહયોગ મળ્યો, જેથી આરાનું જનસિદ્ધાંતભુવન બિહાર તેમજ સમસ્ત ભારતનું કળા, સંસ્કૃતિ અને સાહિત્ય—અનુસંધાનનું એક પ્રસિદ્ધ ધામ બની ગયું. ઈ. સ. ૧૯૬૩માં તેમની પ્રેરણાથી સંસ્થાનો હીરક મહોત્સવ ઊજવવામાં આવ્યો.
Page #3
--------------------------------------------------------------------------
________________
ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી
૨૫૩
હિંદી ભાષાના વિકાસ માટે ભોજપુરી સાહિત્યને લોકભોગ્ય બનાવવા માટે અને જૈન વાસ્મયને પ્રસિદ્ધ કરવા માટે તેમણે વિવિધ સમેલનો, શાખાઓ, પરિષદો, પ્રકાશનો તેમજ સારસ્વતોના જાહેર સન્માન માટેનાં અનેકવિધ આયોજનો કર્યા. ભારતીય દિગંબર જૈન વિદ્યુત્પરિષદની કારોબારીમાં તેમણે સક્રિય રસ લીધો અને ઈ. સ. ૧૯૭૦ના ખતૌલી ખાતેના અધિવેશનમાં પરિષદના અધ્યક્ષ તરીકે તેઓની પસંદગી કરવામાં આવી. ઈ. સ. ૧૯૭૨માં ઉજજૈનમાં ભરાયેલા પ્રાગ્ય-વિદ્યા સંમેલનના વાર્ષિક અધિવેશનના ‘પ્રાકૃત અને જૈન દર્શનના અધ્યક્ષ તરીકેનું સ્થાન તેઓએ શોભાવ્યું હતું.
વિદ્યાગુરુ, લેખક અને સંશોધનકાર તરીકે : તેઓ અનેક વિશ્વવિદ્યાલયોના પીએચ. ડી. અને ડિ. લિ.ના પરીક્ષક હતા. તેમના હાથ નીચે માર્ગદર્શન મેળવીને ૧૧ વિદ્યાર્થીઓએ પીએચ. ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, જેમાંના અમુક તો અત્યારે મોટા પ્રોફેસરો અને પ્રસિદ્ધ વિદ્વાનો તરીકે સમસ્ત ભારતમાં પ્રતિષ્ઠા પામેલા છે. જીવનના અંત સુધી તેમના જીવનમાંથી એક જ ધ્વનિ નીકળતો રહ્યો: વિદ્યાનિષ્ઠા અને અનુસંધાન. આજીવન સાહિત્યસેવી શ્રી નેમિચંદ્રજીની ૩૪ કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે, જયારે જયોતિષ, પત્રકારત્વ અને સંપાદનવિદ્યા તેમજ પ્રકીર્ણ વિષયો ઉપરના તેમના અનેક નિબંધો પણ ઉપલબ્ધ છે. સાહિત્યસેવા અને વિદ્યાવ્યાસંગ જ તેમના જીવનનું મુખ્ય પાનું રહ્યું. આનો ખ્યાલ નીચેની કૃતિઓ ઉપરથી આવી શકે છે : | તીર્થંકર મહાવીર અને એમની આચાર્ય-પરાશ : આ શ્રી નેમિચંદ્રજીની અન્તિમ અને સર્વાધિક મહત્ત્વપૂર્ણ કૃતિ, ભગવાન મહાવીરના ચરણોમાં અતિમ પુષ્પાંજલિ છે. આ કૃતિ ઈ. સ. ૧૯૭૪માં ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણતિથિએ પ્રકાશિત થઈ હતી. આ ગ્રંથના ચાર ખંડો છે: (૧) તીર્થકર મહાવીર અને એમની દેશના, (૨) શ્રતધર અને સારસ્વતાચાર્ય, (૩) પ્રબુદ્ધાચાર્ય અને પરંપરાપોકાચાર્ય, (૪) આચાર્ય તુલ્ય કાવ્યકાર અને લેખક.
હિન્દી-જૈન સાહિત્ય પરિશીલન : આ ગ્રંથના બે ખંડો છે. પ્રથમ ખંડ સાત અધ્યાયોમાં અને દ્વિતીય ખંડ ચાર અધ્યાયોમાં વિભક્ત થયેલ છે. પ્રથમ ખંડમાં પ્રાચીન કવિઓની કાવ્યરચનાઓ તથા દ્વિતીય ખંડમાં અર્વાચીન કવિઓની કાવ્યરચનાઓ પરિશીલન છે.
આદિપુરાણમાં પ્રતિપાદિત ભારત: શ્રી જિનસેન આચાર્ય રચિત આદિપુરાણમાંથી શ્રી શાસ્ત્રીજીએ ભારતીય જીવનનાં વિવિધ પાસાંઓનું ઊંડું અધ્યયન કરીને નવાં તથ્યોને પ્રકાશિત કર્યા છે.
વિશ્વશાન્તિ અને જૈન ધર્મ આ શ્રી શાસ્ત્રીજીની શરૂઆતની કૃતિ છે. વિશ્વની અશાંતિનું મૂળ કારણ રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ આદિ વિકારો છે. એમને શાંત કર્યા વગર શાન્તિ સંભવિત નથી, એવો સંદેશો આ ગ્રંથમાંથી મળે છે.
મંગલમના નમોકાર : એક અનુચિન્તન : આ કૃતિમાં અનેક દૃષ્ટિકોણોથી એ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો છે. નમોકાર મ– સમસ્ત દ્વાદશાંગ જિનવાણીનો સાર છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ 254 અર્વાચીન જૈન જયોતિર્ધરો એ મહામત્રની સાથે બીજાં પણ શાસ્ત્રો જેમ કે મનોવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, યોગશાસ્ત્ર, આગમ-સાહિત્ય વગેરેથી સંબંધ બતાવતું તુલનાત્મક અધ્યયન પણ આ ગ્રંથમાં પ્રસ્તુત કર્યું છે. ભારતીય જ્યોતિષ : જ્યોતિષશાસ્ત્રમાં લખેલી સ રચનાઓમાં આ તેમની વૈજ્ઞાનિક આધાર પર મળ-વિભાજન, સિદ્ધાંતવિવેચન, જન્મકુંડલી ફલાદેશ, વર્ષ-પત્ર બનાવવાની વિધિ તેમજ મેલાવક વિષયની ચર્ચા કરેલી છે. ગુરુ ગોપાલદાસ બધા સ્મૃતિગ્રંથ: આ કૃતિમાં શ્રી ગોપાલદાસજીની જીવનની ઝાંખી, એમના સાહિત્યનો પરિચય તથા એમના લેખોનું સંકલન કર્યું છે. સાથે ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ આદિ વિષયો પર ઉચ્ચકોટિના લેખકોના લેખોનું સંકલન પણ કર્યું છે. stત માણા ર સા aa શરન તિહાર : પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આજે પણ મહત્ત્વનું છે એ ધ્યાનમાં રાખી આ કૃતિની રચના કરેલી છે. સંપૂર્ણ ગ્રંથ બે ખંડોમાં વિભક્ત છે. પ્રથમ ખંડમાં ભાષાનું અને દ્વિતીય ખંડમાં સાહિત્યનું વિવેચન છે. આ કૃતિઓ ઉપરાંત ભાગ્યફલ, ભદ્રબાહુસંહિતા, રત્નાકરશતક, અલંકાર– ચિંતામણિ, ભારતીય સાહિત્ય-સંસદ, હેમશબ્દાનુશાસન: એક અધ્યયન, અભિનવ પ્રાકૃત-વ્યાકરણ આદિ અનેક વિશિષ્ટ રચનાઓ તેમણે કરી છે. બીમારી અને અસામયિક મૃત્યુ: ઉર્જનના પ્રાસ-વિધા-સમેલન સંબંધી અને તેના અનુસંધાનના કાર્યકલાપની અધિકતાથી હજુ પૂર્ણ વિશ્રામ પામ્યા નહોતા એટલામાં જ, 1973 ના ડિસેમ્બર મહિનામાં એમને પેટનો દુ:ખાવો ચાલુ થયો. પરંતુ દર્દની દરકાર કર્યા વગર તેઓ તો કૉલેજના વિદ્યાથીઓને ભણાવવા ગયા. ઘેર આવ્યા પછી દર્દ ખૂબ જ વધી ગયું અને ત્યાંના સર્જન ડૉ. શાહીએ તાત્કાલિક તેમનું ઑપરેશન કર્યું. મધુપ્રમેહના રોગને લીધે ઓપરેશનના ઘાને રૂઝ આવવામાં ઘણી મુશ્કેલી પડી અને અંદરના રોગે પણ જોર પકડ્યું. કાશીથી પ્રસિદ્ધવિદ્વાનો ડૉ. કૈલાશચન્દ્ર શાસ્ત્રી, ડો. કોમ્રિાજી વગેરે તેમના સમાચાર પૂછવા આવ્યા. પરંતુ તબિયત બગડતી જ ચાલી. તેમણે નવકાર મંત્રનો જાપ છેક સુધી ચાલુ રાખ્યો હતો. પરંતુ કુદરતને તેમનું જીવન અમાન્ય હતું. તા. 10-1-74 ના રોજ તેમનો જીવનદીપક બુઝાઈ ગયો. બનારસના પ્રસિદ્ધ જૈન વિદ્વાન પં. શ્રી. કૈલાસચન્દ્રજીનું અવસાન થયા પછી જૈન વિદ્યાના અધ્યેતાઓમાં જૂની પેઢીના માત્ર ત્રણ-ચાર જ વિદ્વાનો બાકી રહ્યા છે. હવે ભારતીય સંસ્કૃતિના અને જેનવિદ્યાના અભ્યાસીઓ તથા ચિતકો ક્રમશ: ઓછા થતા જાય છે. ત્યારે ડૉ. નેમિચન્દ્રજી જેવા સન્નિષ્ઠ વિધા ઉપાસકના જીવનમાંથી પ્રેરણા લઈ આપણા યુવાન વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને ભાષામાં રૂચિ લઈ જૈન વિદ્યાના અધ્યયન-અધ્યાપનનું મહાન કાર્ય આગળ ધપાવે. આ માટે ધગશ, સમર્પણભાવ અને સહયોગથી કાર્ય કરનાર સૌ કોઈએ આગળ આવવું જોઈએ.