________________
૩૭. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી
મા સરસ્વતીની આજીવન ઉપાસના કરીને ભારતીય તત્ત્વજ્ઞાન, જ્યોતિષવિદ્યા, પ્રાચીન-મધ્યકાલીન જૈન ઇતિહાસ તેમજ પ્રાકૃત-સંસ્કૃત ભાષાઓના વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ દ્વારા સાચા અર્થમાં વિદ્યાવારિધિ' બનનાર ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીને આ યુગની જૈન જગતની એક વિશિષ્ટ વિભૂતિ ગણી શકાય.
જન્મ અને બાળપણ: ભારતનાં શૌર્ય અને વીરતાની ભૂમિ રાજસ્થાનના રાજાખેડા જિલ્લાનું ધૌલપુર ગામ વૈદિક અને જૈન સંસ્કૃતિના સંગમરૂપ એક મોટા સરોવરને કાંઠે આવેલું છે. અહીં ધર્મસંસ્કારોથી વિભૂષિત શ્રી. રતનલાલજીનો સંતસ્વભાવ આજુબાજુનાં ગામોમાં પ્રસિદ્ધ હતો. તેમના પુત્ર શ્રી. બલવીરલાલજી પત્ની શ્રીમતી જાવિત્રીબાઈ સાથે સંતોષ અને સુખપૂર્વક પોતાનું દામ્પત્યજીવન ગુજારતા હતા. તેમના ઘેર વિ. સં. ૧૯૭રના પોષ વદ બારશને રવિવારના મંગળ પ્રભાતે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. (ઈ. સ. ૧૯૧૫ પિતાના એકના એક પુત્ર હોવાથી બાળકને નાનપણમાં માતાપિતાનો પ્રેમ મળ્યો તો ખરો, પરંતુ બે વરસની ઉંમરમાં જ પિતાનો વિયોગ થઈ ગયો. આથી મામા દયારામના હાથે તેમનો ઉછેર થયો.
૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org