Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 9
________________ ત્રણ પ્રકારના જીવોનું વર્ણન ગતમાં રહેલા સઘળા જીવોનો સમાવેશ ત્રણ પ્રકારના જીવોમાં થાય છે. તેના પણ અનેક પ્રકારો કહેલા છે તેમાંથી દાખલા રૂપે વેદવાળા જીવો રૂપે ગ્ણાવે છે. (૧) પુરૂષવેદવાળા જીવો (૨) સ્ત્રીવેદવાળા જીવો (૩) નપુંસક્વેદવાળા જીવો. અનાદિકાળથી ભટક્તાં જીવોને સતત વેદનો ઉદય ચાલુ જ હોય છે તેના કારણે તેના વિચારો હંમેશા વિકારોથી યુક્ત જ હોય છે. નવમા ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવોને સતત ત્રણે વેદમાંથી કોઇપણ એક વેદનો ઉદય પરાવર્તમાન રૂપે એટલે કે એક અંતર્મુહૂર્ત પુરૂષ વેદનો ઉદય, એક અંતર્મુહૂર્ત સ્ત્રીવેદનો ઉદય અને એક અંતર્મુહૂર્ત નપુંસક્વેદનો ઉદય ભાવથી ચાલુને ચાલુ હોય છે. આથી જૈન શાસને વેદમાં ત્રણેની વ્યાખ્યા કરતાં કહ્યું કે સ્ત્રીને સેવવાનો અભિલાષ તે પુરૂષવેદ કહેવાય છે. પુરૂષને સેવવાનો અભિલાષ તે સ્ત્રીવેદ વ્હેવાય છે અને પુરૂષ તથા સ્ત્રી બન્નેને સેવવાનો અભિલાષ તેને નપુંસક્વેદ વ્હેવાય છે. આથી લિંગાકારે શરીરની આકૃતિ જીવોની પુરૂષ આકારે હોય. અથવા સ્ત્રી આકારે હોય અને ઉભય આકારે હોય તો પણ ભાવથી એક એક અંતર્મુહૂર્તે ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે ફેરફાર થયા કરે છે. તેનો અનુભવ આપણને થતો નથી તેનું કારણ એ છે કે આપણે બીજા કોઇ પદાર્થના ઉપયોગમાં રહીએ છીએ માટે તેનો ઉદય ચાલતો હોવા છતાં અનુભૂતિ થતી નથી તે વખતે ઉદયમાં રહેલો વેદના રસ બીજા ઉપયોગના કારણે અલ્પ રસવાળો બનાવી ભોગવીએ છીએ પણ પાછો જે પદાર્થનો ઉપયોગ હતો તે નષ્ટ થતાં મન નવરૂં પડે અને બીજા કોઇ પદાર્થના ઉપયોગમાં ન રહીએ તો ઝટ વેદના વિકારો અંતરમાં પેદા થઇ જાય છે અને મન ઉપર તરતજ તેની અસર થાય છે. આ સ્વભાવ અનાદિકાળથી ચાલ્યા કરે છે. જ્ઞાની ભગવંતો ક્યે છે કે અવેદીનું જે સુખ છે એટલે કે વેદના ઉદય વગરનું જે સુખ છે તેની અપેક્ષાએ વેદના ઉદયવાળું સુખ કાંઇ જ નથી અર્થાત્ એક બિંદુ માત્ર પણ તેમાં સુખ નથી પણ સુખાભાસ રૂપે છે. આથી દેવ-ગુરૂ અને ધર્મની ભક્તિ કરતાં કરતાં નિર્વિકારી પણાનું જે સખ છે અવિકારીપણાનું જે સુખ છે તે સુખની અનુભૂતિ ક્યારે જલ્દી થાય એ માટે નિર્વિકારીની સારામાં સારી રીતે ભક્તિ કરવાની છે. પણ આ ક્યારે બને ? વિકારવાળા વિચારો કરતાં તેનું જે સુખ છે તેના કરતાં ચઢીયાતું સુખ નિવિકારી અવસ્થામાં રહેલું છે અને તે સુખ આના કરતાં અનંતગણુ ચઢીયાતું છે એમ લાગે તો આ ચીજ બને ને ? મહાવિદેહ ક્ષેત્રમાં જ્ન્મ પામતાં દરેક તીર્થંકરના આત્માઓ તીર્થંકર રૂપે જે ભવમાં જ્ન્મ પામે છે તેઓનું ચોરાશીલાખ પૂર્વનું આયુષ્ય હોય છે. એક પૂર્વ એટલે ચોરાશી લાખ વરસને ચોરાશી લાખ વરસે ગુણાકાર કરીએ અને જે સંખ્યા આવે તે એકપૂર્વ કહેવાય છે. એવા ચોરાશી લાખ પૂર્વમાંથી ત્ર્યાશી લાખપૂર્વ વર્ષ સુધી અવિરતિના ઉદયથી સંસારમાં રહે છે એટલે કે ગૃહવાસમાં રહે છે છતાં પણ તે આત્માઓની ત્રીજા ભવની આરાધનાના પ્રતાપે પોતાના આત્માને રાગાદિના ઉદયકાળમાં એ ઉદય નિષ્ફળ કરવા માટે પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવા માટે જે અગ્યાર અંગ વગેરે ભણેલા હોય છે તે સૂત્રમાં તેના અર્થમાં અને સૂત્રાર્થ તદ્દભયમાં રોજ્ના ચોવીશ ક્લાક્માંથી એક્વીશ ક્લાક સુધી ઉભા રહી કાઉસ્સગ ધ્યાને રહી સ્વાધ્યાય કરતાં તેમાં જ આત્માને સ્થિર બનાવે છે આથી તે ભવમાં પણ તેમના આત્માને કાઇ વાંસલાથી છોલી જાય તો તે જીવ પ્રત્યે દ્વેષ થતો નથી અને કોઇ ચંદનથી લેપ કરી જાય તો પણ તે જીવ પ્રત્યે રાગ થતો નથી. વિચાર કરો કે રાગ-દ્વેષનો ઉદય હોવા છતાં જ્ઞાનના ઉપયોગમાં રહીને રાગ-દ્વેષના ઉદયને કેટલો નિષ્ફળ બનાવે છે ! આ ક્યારે બને ? શરીર Page 9 of 325

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 325