________________
ઉપયોગ કેટલો ? પાતે પોતાનું બધુ કામ કરવું-કોઇની પાસે કરાવવું નહિ. એ રીતનો ય પુરૂષાર્થ છે ? કે બીજાની સહાયથી લગભગ જીવીએ છીએ ? જો પુદ્ગલોથી છૂટીને સ્વતંત્ર રીતે જીવન જીવવા માટેનો પુરૂષાર્થ કરવો હશે તો મન-વચન કાયાના વીર્યની શક્તિ દુરૂપયોગ રૂપે ન ખર્ચાય અને સદુપયોગ રૂપે કેમ ઉપયોગ થાય તેની જરૂર કાળજી રાખીને જીવન જીવતા શીખવું પડશે. આટલી ભાવના આવી જાય કે બને ત્યાં સુધી મારૂં પોતાનું કામ મારે જ કરવું છે કોઇની પાસે કરાવવું નથી. કદાચ થાકી જ્વાય તોજ બીજા પાસે નિરૂપાયે કરાવવું આ જો બને તોય ઘણું કામ થઇ જાય.
આથી જ્ઞાની ભગવંતો એજ ક્યે છે કે જૈનશાસનએ જ્ગતના જીવોને પરતંત્રતાથી છોડાવીને સ્વતંત્ર બનાવવા માટે જ છે પણ પહેલા હું પરતંત્ર છું એમ માન્યતા પેદા કરવી પડશે ! આ માટે જ હે છે કે જે પદાર્થો રાગ કરાવી દ્વેષ પેદા કરાવી પરતંત્ર બનાવે તેને ઓળખીને તે રાગાદિને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ તાજ મળેલી શક્તિનો સદુપયોગ કર્યો હેવાય કે જેથી શક્તિ વધતી જાય.
પ્રાણોનું વર્ણન
પ્રાણ એટલે જીવન જીવવામાં આધારભૂત રૂપે ઉપયોગી ચીજ કે જેના વડે જીવન જીવાય તે પ્રાણો કહેવાય છે. એ પ્રાણો બે પ્રકારના વ્હેલા છે.
(૧) ભાવ પ્રાણ
(૨) દ્રવ્ય પ્રાણ.
ભાવ પ્રાણો આત્માના ગુણો રૂપે અનંતા છે. તેમાંથી મુખ્યત્વે અહીં ચાર પ્રાણો લેવાના છે કારણકે જે ભાવ પ્રાણમાંથી દ્રવ્યપ્રાણો પેદા થાય છે અર્થાત્ જે ભાવ પ્રાણોને એ દ્રવ્ય પ્રાણો અનાદિ કાળથી દબાવીને બેઠેલા છે તેની ઓળખાણ થાય અને શક્ય એટલો પ્રયત્ન કરીને એ દ્રવ્ય પ્રાણોથી રહિત થવાય એવો પ્રયત્ન થઇ શકે માટે જ્ઞાનીઓએ ભાવ પ્રાણ ચાર વ્હેલા છે.
(૧) શુધ્ધ ચેતના (૨) અનંત વીર્ય (૩) અક્ષય સ્થિતિ અને (૪) અનંત સુખ અથવા અવ્યાબાધ
સુખ.
શુધ્ધ ચેતના :- અનાદિ કાળથી આત્મા પોતાના સ્વભાવ દશારૂપે શુધ્ધ ચેતનામય છે પણ તે શુધ્ધ ચેતનાને અનાદિ કર્મના સંયોગે એટલે અનાદિ કર્મના પુદ્ગલોથી અશુધ્ધ ચેતનામય બનાવી દીધેલ છે તે વિભાવ દશા રૂપે આત્મા બની ગયેલો છે આના કારણે જીવ વિભાવ દશાના સ્વરૂપને સ્વભાવ દશા રૂપે માનીને પોતાનું જીવન જીવતો જાય છે અને દુ:ખી દુ:ખી થતો જાય છે અને પોતાની સ્વભાવ દશા સ્વતંત્ર છે એ એને ખબર જ નથી કોઇ હે તો તેને જલ્દી માનવા પણ તૈયાર થતો નથી.
આ શુધ્ધ ચેતનાને અશુધ્ધ ચેતના રૂપે બનાવનાર મુખ્યત્વે પ્રાણ તરીકે પાંચ ઇન્દ્રિયો કામ કરી રહેલી છે આથી શુધ્ધ ચેતનાને દબાવનાર દ્રવ્ય પ્રાણ તરીકે પાંચ ઇન્દ્રિયો ગણાય છે.
આ ઇન્દ્રિયોએ જીવોનો સ્વભાવ એવો બનાવી દીધો છે કે જેના કારણે જીવોને પુદ્ગલ સંયોગમાંજ પરતંત્ર બનાવી એના સંયોગવાળું જીવન એજ ખરેખર જીવન છે એવો મજબૂત વિશ્વાસ પેદા કરાવી દીધો છે. આથી પુદ્ગલ સંયોગ વિનાનું જીવન એજ ખરેખર જીવન છે અને એજ જીવન સદા માટે આત્માની શક્તિને મજબુત કરનારૂં છે એ વિશ્વાસ પેદા થવા દેતું જ નથી.
મહાભારતમાં પણ કહ્યું છે કે - શૂરવાર તે છે કે જે ઇન્દ્રિયોને જીતે છે. તેની જ અમે નિત્ય પ્રશંસા કરીએ છીએ કે જેનું ચારિત્રરૂપી ધન ઇન્દ્રિયો રૂપી ચોરો વડે લુંટાયું નથી. ક્બીરજીએ પણ કહ્યું છે કે - જેના ચિત્તમાં નારીનો પ્રવેશ થાય છે તેનામાં જ્ઞાન, ભક્તિ અને મુક્તિ ત્રણમાંથી એકપણ ચીજ રહેતી નથી.
Page 28 of 325