________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુચી ઉત્તપત્તિ તથા વૃદ્ધિકારી હોવાથી કલ્યાણકારી, સૌભાગ્યદાયી અને નવનિધિ આદિ સંપત્તિને સ્થિર કરનાર છે. સમ્યકત્વ આદિ સર્વ ગુણ સ્થાનકોની પ્રાપ્તિ કરાવનાર છે
સર્વ રોગનાશક છે અને મૃત્યુ વખતે યાદ કરવાથી સગતિદાયી છે. ઈંદ્રપણુ, ચક્રવર્તી પણ, રાજ્ય, વિગેરે મેળવી શકાય છે. પણ આ દુષમ કાળમાં કલ્પવૃક્ષ તુલ્ય આ નવકાર મંદપુન્યવાળાને મળી શકતો નથી ઘણા ઘણા પાપનાશ અને મહાન પુન્યોદયે નવકાર મળી શકે છે. વળી કરોડો વર્ષો સુધી કરોડો જીભોથી સાક્ષાત્ તીર્થકરી દેવો જેનો મહિમા ન કહી શકે તેવા શ્રી શાશ્વત નવકારનો મહિમા વારંવાર ગણવાથી, રટન કરવાથી અનુભવી શકાય માટે દરેક સ્થિતિમાં દરેક સ્થાને પ્રતિક્ષણે ગણી શકાય, સ્મરણ કરી શકાય, તેવા મહામંગળમય નવકારનું ખૂબ ખૂબ સ્મરણ કરી કરાવી જીવનને ધન્ય બનાવો.
For Private And Personal Use Only