Book Title: Navkar Kamal
Author(s): Sushilaben Shantilal Shah
Publisher: Sushilaben Shantilal Shah

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - જિનશ્વર દેવ પણ એ છે, “વ્રત” પણ એ છે. અને જે સર્વ ફળોને આપે છે તે "શ્રીમાનુ” પણ એ છે. બીજા ઘણા વાકુ પ્રપંચોથી શું ? આ સંસાર સમુદ્રમાં એવું શું છે કે જે આ નવકાર મહામંત્રથી શુભ રૂપ ન થતું હોય. અર્થાત્ આ સંસારમાં જે જે શુભરૂપ છે, તે તે બધું નવકાર મંત્રના પ્રભાવે જ છે. આ નવકાર મહામંત્ર :શાશ્વત છે. શાશ્વત સ્થાન (મોક્ષ)ને આપનાર કલ્યાણકારી ધર્મ છે. શ્રીજિનશાસનનો સાર છે. ચૌદ પૂર્વનો સાર છે. ધમનુષ્ઠાનોનો સાર પ્રભુની વાણીમય છે પરમસ્વાધ્યાય છે, અષ્ટાપાદ પંચતીર્થમય છે સર્વ મંત્રોની જન્મભૂમિ છે. દરેક અક્ષર ઉપર ૧૦૦૮ મહાવિદ્યાઓ છે. અને જેમાં દેવતાઓનું અધિષ્ઠાન છે. ૧૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27