Book Title: Nari pratyeno Bharatiya Drushtikon Author(s): Chandanashreeji Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf View full book textPage 2
________________ પજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ ત્યાગથી પણ ચઢિયાત છે, તે કઈ રીતે ન્યૂન નથી. ઉત્સર્ગની ભાવનાથી પુરુષોની અપેક્ષા નારીમાં વધુ હોય છે. રામાયણને નારીપાત્ર આ વાતની સ્પષ્ટ ઉદ્ઘેષણ કરે છે. મહાભારતમાં દ્રોપદીનું જીવન એક આદર્શ જીવન માનવામાં આવે છે. તે જીવન શ્રદ્ધા, મમતા અને સેવાનું એક જીવન્ત દુષ્ટાન્ત કહી શકાય. વિશ્વના સમગ્ર સાહિત્યમાં દ્રોપદી જેવું કોઈ અન્ય જીવન હજી સુધી અંકિત થયું નથી તેમ દષ્ટિગોચર થતું નથી. મહાભારતના યુદ્ધની દારુણ ક્ષણમાં કરવપક્ષ ક્રુર ભાવનાઓથી પ્રેરિત થઈને સુખદ નિદ્રામાં પ્રસુપ્ત દ્રૌપદીના પાંચ પુત્રોને વધ કરી નાખે છે. જીવનની આવી વિકટ ક્ષણોમાં પણ દ્રોપદીનું માનસ પિતાનું સંતુલન ગુમાવતું નથી. જ્યારે શ્રીકૃષ્ણ જેવા ધીરપુરુષ પણ અધીર થઈ જાય છે અને અર્જુન જે વીર પણ પુત્રવિયોગમાં વિહવળ અને હતાશ બની જાય છે. દ્રૌપદીનું અન્તસ તે દુઃખમય વેળામાં પણ સંતુલિત અને સ્થિર બની રહે છે-આના બદલામાં કૌરવોના પુત્રોને ન મારો એ પ્રમાણેનું ભારે અજાયબ પમાડે તેવું આ દ્રૌપદીનું કથન છે. તેના આળાં માનસને એવો તર્ક છે કે પુત્રવધની મર્યાહત વેદનાની અનુભૂતિ માતૃહૃદયજ કરી શકે–પુરુષ હૃદય નહીં. જેવી રીતે હું પુત્રવિયોગથી પીડિત છું-શું બીજી માતાઓ પણ તે રીતે દુઃખી નહિ થાય? માતૃહૃદયની મમતાનું આ નિદર્શન વિશ્વસાહિત્યનું એક અતિ ઉજજવળ નિદર્શન કહી શકાય. ભગવાન બુદ્ધના તપ જર્જરીત જીવનની રક્ષા કરનારી સુજાતા ઈતિહાસમાં અમર બની ગઈ. સુજાતાના ખીરાને બુદ્ધને પુનર્જીવન આપ્યું. તે વેળાએ જે ઘટના ઘટી તેથી આજે પણ આપણે પ્રભાવિત થઈએ છીએ. જે બુદ્ધ યશોધરાને બંધન સમજી મુકિતની ખેજમાં નીકળ્યા હતા અને તે જ્યારે તપસ્વી અને જ્ઞાની બની યશોધરાના રાજમહેલમાં પાછા આવ્યા ત્યારે પણ યશોધરાના કમળ માનસમાં ન તે કઈ પ્રકારની ધૃણુ હતી કે ન તે કોઈ પ્રકારને વિદ્વેષ હતા. યશોધરા પોતાના જીવનને એકમાત્ર આધાર એવા પોતાના પ્રિય પુત્ર રાહુલને બુદ્ધની ભિક્ષાની ઝોળીમાં સમર્પિત કરી દે છે. અહીં બુદ્ધનું જ્ઞાન અને ત૫ પરાજિત થઈ જાય છે અને રાજપ્રાસાદમાં બેઠી યશોધરાનો ત્યાગ અને ઉત્સર્ગભાવ વિજયી બની જાય છે. જે બંધનને છેડી બુદ્ધ જંગલમાં પલાયન કરી ગયા હતા તે બંધન પણ બુદ્ધની મુક્તિની અપેક્ષા વધુ સુખદ અને સુન્દર પ્રમાણિત સિદ્ધ થયું. આ જ્ઞાનના દંભ ઉપર નિર્મળ શ્રદ્ધાને વિજય હતે. ભગવાન મહાવીરના ધર્મમય શાસનમાં તેમની સમીપે પ્રવજિત થઈને રાજકુમારી ચન્દનબાળાએ સંઘની વ્યવસ્થામાં જે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેની યશગાથા આજે પણ શ્રમણ સાહિત્યના પૃથ્ય ઉપર યત્ર-તત્ર ઉપલબ્ધ છે. ચંદનબાળાના ત્યાગ અને ઉત્સર્ગભાવને જોઈને પુરુષના પુરુષત્વને દંભમય અહંકાર શત-શત ખંડિત થઈ જાય છે. રાજગૃહીનિવાસી નાગ ગાથાપતિની ધર્મપત્ની સુલસા ત્યાગી અને તપસ્વી જીવન માટે પણ એક ચુનતિરૂપ બનીને ઇતિહાસના પૃથ્થામાં ઉપસી છે. પિતાની તપશકિતનો અંહકાર કરનાર અબડ સંન્યાસી સુલસાના માનસને ન જીતી શક્યો. ભગવાન મહાવીરમાં સલમાને જે આસ્થા, શ્રદ્ધા અને સમર્પણભાવ સંનિહિત હતો. તે અંબડ સંન્યાસી તેને રંચમાત્ર પણ તેના પથથી વિચલિત ન કરી શકો. નારી જ્યારે પણ કઈ ઉપર શ્રદ્ધા કરે છે ત્યારે તે સંપૂર્ણ હૃદયથી કરે છે. અને જે શ્રદ્ધા સંપૂર્ણ હૃદયથી કરવામાં આવે છે તેને આજ સુધી કોઈ પરાજિત કરી શકયું નથી. મહાવીરના કેટલાય પુરુષભકતો શ્રદ્ધાથી વિચલિત થઈ ગયેલા જણાય છે. પરંતુ સુલસા અટલ છે, અડગ અને સ્થિર છે. શ્રદ્ધા અને મમતાની દેડમાં નારી સદા નરથી આગળ રહી છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનમાં જે સફળતા દષ્ટિગોચર થાય છે તેની પાછળ પણ કસ્તુરબાની શ્રદ્ધા અને ત્યાગઉત્સર્ગની ભાવના જ મુખ્યપણે રહેલાં છે. કસ્તુરબાએ વખતે વખત ગાંધીજીના જીવનને વળાંક આપવાને જે સફળ પ્રયાસ કર્યો તેના જ પરિપાકરૂપે ગાંધીજીનું વર્તમાન જીવન હતું. નારીજીવનની આ જ વિશેષતા અને ઉદઘોષ સાથી રહ્યાં છે કે હું પુરુષજીવનને ટાળીશ નહિ પણ સન્માર્ગે વાળીશ. પુરુષ તેડવામાં વિશ્વાસ કરે છે અને નારી વાળવામાં. પુરુષનું માનસ વિધ્વંસાત્મક રહ્યું છે અને નારીનું માનસ સદા રચનાત્મક રહ્યું છે. ભલે નારીએ ઈતિહાસ ન લખે ૩૩૬ Jain Education International તત્ત્વદર્શન www.jainelibrary.org For Private & Personal Use OnlyPage Navigation
1 2 3