Book Title: Nari pratyeno Bharatiya Drushtikon
Author(s): Chandanashreeji
Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ સાચે તત્ત્વવેત્તા તે એ જ કહેવાય કે જે આ બધી દુનિયાએને એક બીજાથી સબદ્ધ અને અપેક્ષિત રૂપે જાણે છે. આવી રીતે ભારતીય દર્શનેામાં અને પાશ્ચાત્ય દર્શનમાં સ્યાદ્વાદ મળતી વિચારશ્રેણી મળી આવે છે, તે તેના વિરેધ પણ સારી રીતે જોવા મળે છે. સ્યાદવાદના સિદ્ધાંતની વસુખ, દિંગનાગ, ધકીર્તિ, ઔદ્ધો તથા શકર જેવા અદ્વૈત વેદાંતીઆએ બહુ કડક ટીકા કરી છે. તેઓએ સ્થાત્ એટલે ‘કદાચ’ એવા લૌકિક અર્થ લઈને સ્યાદવાદના સિદ્ધાંતને વતાવ્યાઘાત કહ્યો છે. ધકીતિ કહે છે કે સ્યાદવાદ મિથ્યા પ્રલાપ છે. શંકરાચાર્યના મતે પણ સ્યાદવાદ એ કેઇ દીવાના માણસને પ્રલાપ છે, રામાનુજ પણ કહે છે કે એ પૂર્ણ વિરેશ્રી ગુણા સત્ અને અસત્ એ તે પ્રકાશ અને અધકાર માફક વિરોધી હાઇને, એક જ વસ્તુને વિષે સ ંભવી શકે નહી. તટસ્થવૃત્તિથી ોઇએ તે સ્યાદ્વાદ એમ કહેતા જ નથી કે એ પૂર્ણ વિરેશ્રી ગુણ્ણા એક જ અપેક્ષાએ એકી સાથે એક જ વસ્તુને લગાડી શકાય છે. જેનેાની અનેકાન્તવાદી ષ્ટિના અર્થ એટલા જ છે કે સત્ તત્ત્વ અનત ગુણ ધરાવે છે અને તેને વિવિધ દૃષ્ટિબિ ંદુથી તપાસી શકાય, જેમકે દ્રવ્યની દૃષ્ટિએ સત્ નિત્ય તેમજ અખંડ છે. પરંતુ પર્યાય દષ્ટિએ તે અનિત્ય અને ખડ રૂપે છે. અંતમાં આ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરતું સ્યાદ્વાદની ઉપાગિતા સમજાવતું પ્રે॰ શ્રી આનદશકરભાઈ ધ્રુવનું વિધાન જોઇએ : “ સ્યાદ્વાદને સિદ્ધાંત અનેક સિદ્ધાંતે અવલેાકીને તેમને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યે છે. સ્યાદ્વાદ આપણી સમક્ષ એકીકરણનુ દૃષ્ટિબિંદુ ઉપસ્થિત કરે છે. વિવિધ ષ્ટિબિંદુએ દ્વારા નિરીક્ષણ કર્યા વિના કોઇ વસ્તુ પૂરી સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદ્વાદને સિધ્ધાંત ઉપયેગી તેમજ સાર્થક છે. સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે તે હું માનતા નથી. સ્યાદ્વાદ સંશયવાદ નથી કિન્તુ વસ્તુદર્શનની વ્યાપક કળા તે આપણને શીખવે છે. ✩ નારી પ્રત્યેને ભારતીય દષ્ટિકાણ નારીના સબંધમાં ભારતીય સાહિત્યમાં જ નહિ, સમગ્ર વિશ્વના સાહિત્યમાં તેના જીવન વિષે વિવિધ પાસાંઓ ચિત્રરૂપે વખતે વખત પુરુષોની કલમે અકિત થતા રહ્યાં છે. પુરુષાએ નારીના જીવનનુ જે ચિત્રણ કર્યું છે તે પોતાના ષ્ટિકોણથી કર્યું છે. પેાતાની કલ્પનાઓના આધારે જ તેણે નારીના જીવનને બહુમુખી આયામેથી જોયું અને પારખ્યું છે. કેટલીક નારીએએ પણ પાતાની કલમે પેાતાના જીવનચિત્રાનુ અંકન કર્યું છે. આ જોતાં પુરુષલેખકોએ ન્યાય એછે અને અન્યાય વધારે કર્યા છે. કાઇક જગ્યાએ નારીને પુરુષાએ નરકની ખાણુ અને નરકનું દ્વાર કહેલ છે તે કયાંક તેને સ્વના આગળીયા સમાન પણ કહી છે. કાઈ જગ્યાએ નારીજીવનની પ્રશંસા પણ કરી છે તે કોઈ જગ્યાએ નિદ્વા પણ કરી છે. જીવન એ જીવન જ છે તે પાતે પેાતાનામાં ભદ્ર પણ નથી કે અભદ્ર પણ નથી. તેને જે ષ્ટિકોણથી જોવામાં આવે, જીવનને આભાસ તેવે! થવા માંડે છે. નિષ્ફળતા અને સબળતા જો માનસિક વ્રુત્તિજ છે તે! તે જેવી રીતે નારીમાં હાઇ શકે છે તેવી પુરુષમાં કેમ ન હાઇ શકે? નારી પ્રત્યેના ભારતીય દૃષ્ટિકાણુ વેદની રચનામાં અન્તર હાવા છતાં માનસિક રચનામાં નારીજીવન અને નરજીવનમાં કોઇપણ પ્રકારની ભેદરેખાની સીમા બતાવી શકાય તેમ નથી. આલેચકે કહેતા હોય છે કે નારીનું મન બહુ નિર્બળ હોય છે, પરન્તુ ઈતિહાસના કેટલાક સાનેરી પાનાં એવા પણ ઉપલબ્ધ થાય છે કે જ્યાં નારીમનની અપેક્ષાએ નરનુ માનસ વધારે દુર્બલ નજરે પડે છે. રામાયણકાળની સુમિત્રા પેાતાના પ્રિય પુત્ર લક્ષ્મણને રામની સાથે વિકટ વનમાં જવાની આજ્ઞા સાહસપૂર્વક આપી દે છે, સીતા પણ રામે ના પાડવા છતાં તેમની સાથે ભયંકર વનના દુ:ખમય જીવનતે સહર્ષ સ્વીકારવા તૈયાર થાય છે. લક્ષ્મણની પત્ની ઊર્મિલાના ત્યાગ સુમિત્રા અને સીતાની અપેક્ષાએ અધિક ઉજ્જવળ અને અધિક પ્રભાવી થઇને અંકિત થયે છે. સીતાને રામની સાથે વનમાં રહી શારીરિક કષ્ટો જ સહન કરવા પડે છે, પરંતુ ઊર્મિલા તેા રાજમહેલમાં રહીને પણ પતિના દારુણ વિયેાગને દીર્ઘકાળ સુધી સહન કરે છે તથા સંપૂર્ણ સગવડતાઓની વચ્ચે રહીને પણ અગવડતાને સ્વીકારી પૂજયજનેની સેવામાં સમર્પિત થઈ જાય છે. ઊર્મિલાના ત્યાગ રામ, સીતા અને લક્ષ્મણના Jain Education International સાધ્વી ચન્તના, દર્શનાચાય –વીરાયતન For Private Personal Use Only ૩૩૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3