Page #1
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સાચે તત્ત્વવેત્તા તે એ જ કહેવાય કે જે આ બધી દુનિયાએને એક બીજાથી સબદ્ધ અને અપેક્ષિત રૂપે જાણે છે. આવી રીતે ભારતીય દર્શનેામાં અને પાશ્ચાત્ય દર્શનમાં સ્યાદ્વાદ મળતી વિચારશ્રેણી મળી આવે છે, તે તેના વિરેધ પણ સારી રીતે જોવા મળે છે. સ્યાદવાદના સિદ્ધાંતની વસુખ, દિંગનાગ, ધકીર્તિ, ઔદ્ધો તથા શકર જેવા અદ્વૈત વેદાંતીઆએ બહુ કડક ટીકા કરી છે. તેઓએ સ્થાત્ એટલે ‘કદાચ’ એવા લૌકિક અર્થ લઈને સ્યાદવાદના સિદ્ધાંતને વતાવ્યાઘાત કહ્યો છે. ધકીતિ કહે છે કે સ્યાદવાદ મિથ્યા પ્રલાપ છે. શંકરાચાર્યના મતે પણ સ્યાદવાદ એ કેઇ દીવાના માણસને પ્રલાપ છે, રામાનુજ પણ કહે છે કે એ પૂર્ણ વિરેશ્રી ગુણા સત્ અને અસત્ એ તે પ્રકાશ અને અધકાર માફક વિરોધી હાઇને, એક જ વસ્તુને વિષે સ ંભવી શકે નહી. તટસ્થવૃત્તિથી ોઇએ તે સ્યાદ્વાદ એમ કહેતા જ નથી કે એ પૂર્ણ વિરેશ્રી ગુણ્ણા એક જ અપેક્ષાએ એકી સાથે એક જ વસ્તુને લગાડી શકાય છે. જેનેાની અનેકાન્તવાદી ષ્ટિના અર્થ એટલા જ છે કે સત્ તત્ત્વ અનત ગુણ ધરાવે છે અને તેને વિવિધ દૃષ્ટિબિ ંદુથી તપાસી શકાય, જેમકે દ્રવ્યની દૃષ્ટિએ સત્ નિત્ય તેમજ અખંડ છે. પરંતુ પર્યાય દષ્ટિએ તે અનિત્ય અને ખડ રૂપે છે. અંતમાં આ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરતું સ્યાદ્વાદની ઉપાગિતા સમજાવતું પ્રે॰ શ્રી આનદશકરભાઈ ધ્રુવનું વિધાન જોઇએ : “ સ્યાદ્વાદને સિદ્ધાંત અનેક સિદ્ધાંતે અવલેાકીને તેમને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યે છે. સ્યાદ્વાદ આપણી સમક્ષ એકીકરણનુ દૃષ્ટિબિંદુ ઉપસ્થિત કરે છે. વિવિધ ષ્ટિબિંદુએ દ્વારા નિરીક્ષણ કર્યા વિના કોઇ વસ્તુ પૂરી સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદ્વાદને સિધ્ધાંત ઉપયેગી તેમજ સાર્થક છે. સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે તે હું માનતા નથી. સ્યાદ્વાદ સંશયવાદ નથી કિન્તુ વસ્તુદર્શનની વ્યાપક કળા તે આપણને શીખવે છે.
✩
નારી પ્રત્યેને ભારતીય દષ્ટિકાણ
નારીના સબંધમાં ભારતીય સાહિત્યમાં જ નહિ, સમગ્ર વિશ્વના સાહિત્યમાં તેના જીવન વિષે વિવિધ પાસાંઓ ચિત્રરૂપે વખતે વખત પુરુષોની કલમે અકિત થતા રહ્યાં છે. પુરુષાએ નારીના જીવનનુ જે ચિત્રણ કર્યું છે તે પોતાના ષ્ટિકોણથી કર્યું છે. પેાતાની કલ્પનાઓના આધારે જ તેણે નારીના જીવનને બહુમુખી આયામેથી જોયું અને પારખ્યું છે. કેટલીક નારીએએ પણ પાતાની કલમે પેાતાના જીવનચિત્રાનુ અંકન કર્યું છે. આ જોતાં પુરુષલેખકોએ ન્યાય એછે અને અન્યાય વધારે કર્યા છે. કાઇક જગ્યાએ નારીને પુરુષાએ નરકની ખાણુ અને નરકનું દ્વાર કહેલ છે તે કયાંક તેને સ્વના આગળીયા સમાન પણ કહી છે. કાઈ જગ્યાએ નારીજીવનની પ્રશંસા પણ કરી છે તે કોઈ જગ્યાએ નિદ્વા પણ કરી છે. જીવન એ જીવન જ છે તે પાતે પેાતાનામાં ભદ્ર પણ નથી કે અભદ્ર પણ નથી. તેને જે ષ્ટિકોણથી જોવામાં આવે, જીવનને આભાસ તેવે! થવા માંડે છે. નિષ્ફળતા અને સબળતા જો માનસિક વ્રુત્તિજ છે તે! તે જેવી રીતે નારીમાં હાઇ શકે છે તેવી પુરુષમાં કેમ ન હાઇ શકે?
નારી પ્રત્યેના ભારતીય દૃષ્ટિકાણુ
વેદની રચનામાં અન્તર હાવા છતાં માનસિક રચનામાં નારીજીવન અને નરજીવનમાં કોઇપણ પ્રકારની ભેદરેખાની સીમા બતાવી શકાય તેમ નથી. આલેચકે કહેતા હોય છે કે નારીનું મન બહુ નિર્બળ હોય છે, પરન્તુ ઈતિહાસના કેટલાક સાનેરી પાનાં એવા પણ ઉપલબ્ધ થાય છે કે જ્યાં નારીમનની અપેક્ષાએ નરનુ માનસ વધારે દુર્બલ નજરે પડે છે. રામાયણકાળની સુમિત્રા પેાતાના પ્રિય પુત્ર લક્ષ્મણને રામની સાથે વિકટ વનમાં જવાની આજ્ઞા સાહસપૂર્વક આપી દે છે, સીતા પણ રામે ના પાડવા છતાં તેમની સાથે ભયંકર વનના દુ:ખમય જીવનતે સહર્ષ સ્વીકારવા તૈયાર થાય છે. લક્ષ્મણની પત્ની ઊર્મિલાના ત્યાગ સુમિત્રા અને સીતાની અપેક્ષાએ અધિક ઉજ્જવળ અને અધિક પ્રભાવી થઇને અંકિત થયે છે. સીતાને રામની સાથે વનમાં રહી શારીરિક કષ્ટો જ સહન કરવા પડે છે, પરંતુ ઊર્મિલા તેા રાજમહેલમાં રહીને પણ પતિના દારુણ વિયેાગને દીર્ઘકાળ સુધી સહન કરે છે તથા સંપૂર્ણ સગવડતાઓની વચ્ચે રહીને પણ અગવડતાને સ્વીકારી પૂજયજનેની સેવામાં સમર્પિત થઈ જાય છે. ઊર્મિલાના ત્યાગ રામ, સીતા અને લક્ષ્મણના
સાધ્વી ચન્તના, દર્શનાચાય –વીરાયતન
For Private Personal Use Only
૩૩૫
Page #2
--------------------------------------------------------------------------
________________
પજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
ત્યાગથી પણ ચઢિયાત છે, તે કઈ રીતે ન્યૂન નથી. ઉત્સર્ગની ભાવનાથી પુરુષોની અપેક્ષા નારીમાં વધુ હોય છે. રામાયણને નારીપાત્ર આ વાતની સ્પષ્ટ ઉદ્ઘેષણ કરે છે.
મહાભારતમાં દ્રોપદીનું જીવન એક આદર્શ જીવન માનવામાં આવે છે. તે જીવન શ્રદ્ધા, મમતા અને સેવાનું એક જીવન્ત દુષ્ટાન્ત કહી શકાય. વિશ્વના સમગ્ર સાહિત્યમાં દ્રોપદી જેવું કોઈ અન્ય જીવન હજી સુધી અંકિત થયું નથી તેમ દષ્ટિગોચર થતું નથી. મહાભારતના યુદ્ધની દારુણ ક્ષણમાં કરવપક્ષ ક્રુર ભાવનાઓથી પ્રેરિત થઈને સુખદ નિદ્રામાં પ્રસુપ્ત દ્રૌપદીના પાંચ પુત્રોને વધ કરી નાખે છે. જીવનની આવી વિકટ ક્ષણોમાં પણ દ્રોપદીનું માનસ પિતાનું સંતુલન ગુમાવતું નથી. જ્યારે શ્રીકૃષ્ણ જેવા ધીરપુરુષ પણ અધીર થઈ જાય છે અને અર્જુન જે વીર પણ પુત્રવિયોગમાં વિહવળ અને હતાશ બની જાય છે. દ્રૌપદીનું અન્તસ તે દુઃખમય વેળામાં પણ સંતુલિત અને સ્થિર બની રહે
છે-આના બદલામાં કૌરવોના પુત્રોને ન મારો એ પ્રમાણેનું ભારે અજાયબ પમાડે તેવું આ દ્રૌપદીનું કથન છે. તેના આળાં માનસને એવો તર્ક છે કે પુત્રવધની મર્યાહત વેદનાની અનુભૂતિ માતૃહૃદયજ કરી શકે–પુરુષ હૃદય નહીં. જેવી રીતે હું પુત્રવિયોગથી પીડિત છું-શું બીજી માતાઓ પણ તે રીતે દુઃખી નહિ થાય? માતૃહૃદયની મમતાનું આ નિદર્શન વિશ્વસાહિત્યનું એક અતિ ઉજજવળ નિદર્શન કહી શકાય.
ભગવાન બુદ્ધના તપ જર્જરીત જીવનની રક્ષા કરનારી સુજાતા ઈતિહાસમાં અમર બની ગઈ. સુજાતાના ખીરાને બુદ્ધને પુનર્જીવન આપ્યું. તે વેળાએ જે ઘટના ઘટી તેથી આજે પણ આપણે પ્રભાવિત થઈએ છીએ. જે બુદ્ધ યશોધરાને બંધન સમજી મુકિતની ખેજમાં નીકળ્યા હતા અને તે જ્યારે તપસ્વી અને જ્ઞાની બની યશોધરાના રાજમહેલમાં પાછા આવ્યા ત્યારે પણ યશોધરાના કમળ માનસમાં ન તે કઈ પ્રકારની ધૃણુ હતી કે ન તે કોઈ પ્રકારને વિદ્વેષ હતા. યશોધરા પોતાના જીવનને એકમાત્ર આધાર એવા પોતાના પ્રિય પુત્ર રાહુલને બુદ્ધની ભિક્ષાની ઝોળીમાં સમર્પિત કરી દે છે. અહીં બુદ્ધનું જ્ઞાન અને ત૫ પરાજિત થઈ જાય છે અને રાજપ્રાસાદમાં બેઠી યશોધરાનો ત્યાગ અને ઉત્સર્ગભાવ વિજયી બની જાય છે. જે બંધનને છેડી બુદ્ધ જંગલમાં પલાયન કરી ગયા હતા તે બંધન પણ બુદ્ધની મુક્તિની અપેક્ષા વધુ સુખદ અને સુન્દર પ્રમાણિત સિદ્ધ થયું. આ જ્ઞાનના દંભ ઉપર નિર્મળ શ્રદ્ધાને વિજય હતે.
ભગવાન મહાવીરના ધર્મમય શાસનમાં તેમની સમીપે પ્રવજિત થઈને રાજકુમારી ચન્દનબાળાએ સંઘની વ્યવસ્થામાં જે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેની યશગાથા આજે પણ શ્રમણ સાહિત્યના પૃથ્ય ઉપર યત્ર-તત્ર ઉપલબ્ધ છે. ચંદનબાળાના ત્યાગ અને ઉત્સર્ગભાવને જોઈને પુરુષના પુરુષત્વને દંભમય અહંકાર શત-શત ખંડિત થઈ જાય છે.
રાજગૃહીનિવાસી નાગ ગાથાપતિની ધર્મપત્ની સુલસા ત્યાગી અને તપસ્વી જીવન માટે પણ એક ચુનતિરૂપ બનીને ઇતિહાસના પૃથ્થામાં ઉપસી છે. પિતાની તપશકિતનો અંહકાર કરનાર અબડ સંન્યાસી સુલસાના માનસને ન જીતી શક્યો. ભગવાન મહાવીરમાં સલમાને જે આસ્થા, શ્રદ્ધા અને સમર્પણભાવ સંનિહિત હતો. તે અંબડ સંન્યાસી તેને રંચમાત્ર પણ તેના પથથી વિચલિત ન કરી શકો. નારી જ્યારે પણ કઈ ઉપર શ્રદ્ધા કરે છે ત્યારે તે સંપૂર્ણ હૃદયથી કરે છે. અને જે શ્રદ્ધા સંપૂર્ણ હૃદયથી કરવામાં આવે છે તેને આજ સુધી કોઈ પરાજિત કરી શકયું નથી. મહાવીરના કેટલાય પુરુષભકતો શ્રદ્ધાથી વિચલિત થઈ ગયેલા જણાય છે. પરંતુ સુલસા અટલ છે, અડગ અને સ્થિર છે. શ્રદ્ધા અને મમતાની દેડમાં નારી સદા નરથી આગળ રહી છે.
રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનમાં જે સફળતા દષ્ટિગોચર થાય છે તેની પાછળ પણ કસ્તુરબાની શ્રદ્ધા અને ત્યાગઉત્સર્ગની ભાવના જ મુખ્યપણે રહેલાં છે. કસ્તુરબાએ વખતે વખત ગાંધીજીના જીવનને વળાંક આપવાને જે સફળ પ્રયાસ કર્યો તેના જ પરિપાકરૂપે ગાંધીજીનું વર્તમાન જીવન હતું. નારીજીવનની આ જ વિશેષતા અને ઉદઘોષ સાથી રહ્યાં છે કે હું પુરુષજીવનને ટાળીશ નહિ પણ સન્માર્ગે વાળીશ. પુરુષ તેડવામાં વિશ્વાસ કરે છે અને નારી વાળવામાં. પુરુષનું માનસ વિધ્વંસાત્મક રહ્યું છે અને નારીનું માનસ સદા રચનાત્મક રહ્યું છે. ભલે નારીએ ઈતિહાસ ન લખે
૩૩૬
તત્ત્વદર્શન
Page #3
--------------------------------------------------------------------------
________________ થ ગુરૂદવે કago પ. નાનજી મહારા6૪ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ હોય, પરંતુ ઈતિહાસ લખવા માટે જેટલી સામગ્રી નારીએ આપી છે તેની અપેક્ષાએ પુરુષોએ ઓછી આપી છે. વ્યકિત, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર બધા ક્ષેત્રોમાં પુરુષને જે સફળતા મળી છે તે નારીના સહગ અને સહકારના આધારે જ મળી છે. પુરના મનમાં એક દંભમય અહંકાર રહ્યો છે કે નારી પ્રશાસન કરી શકતી નથી, પરંતુ વર્તમાન યુગના સંદર્ભમાં વિશ્વના કેટલાય રાષ્ટ્રમાં નારી આજે સફળતાપૂર્વક પ્રશાસન કરી રહી છે. વર્તમાન ભારતની પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને અદમ્ય સાહસની સાકારર્તિ કહી શકાય. પોતાના સાહસ અને પિતાના ઊંડા અનુભવના આધારે જ તેમણે ભારતની બાગડોર સંભાળી છે. તેમણે માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વની રાજનીતિમાં પિતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન બનાવી લીધું છે. તેમની કાર્ય કરવાની પદ્ધતિ જેમ સાહસપૂર્ણ છે તેમ વિવેકપૂર્ણ પણ છે. નારીએ જે પણ ક્ષેત્રને હાથમાં લીધું તેમાં તે કર્તવ્યબુદ્ધિથી વળગી અને સફળતાના ટોચ શિખરે પહોંચીને જ તેણે વિરામ અને વિશ્રામ લીધે છે. કાવ્યશકિત પુરુષની અપેક્ષા નારીમાં વિશેષ હોય છે. સાંખ્યદર્શને તે કર્તવ્યશક્તિ પ્રકૃતિમાં જ સ્વીકારેલ છે. પુરુષે જ્ઞાનને સ્વીકાર કર્યો છે, કર્તવ્યને નહિ. જીવનના બે પાસાં છે-વિચાર અને ભાવ. આજના નૂતન મને વિજ્ઞાનના સિદ્ધાન્ત અનુસાર ચેતન મનનું કાર્ય છે વિચાર અને અચેતન મનનું કાર્ય છે ભાવ. મને વિજ્ઞાને સ્વીકાર્યું છે કે વિચારની અપેક્ષાએ ભાવને વેગ વધુ સબળ હોય છે. સંવેદનશીલતા ભાવમાં હોય છે, વિચારમાં નહીં. વિચાર છે મસ્તિષ્ક અને ભાવ છે હૃદય. મનુષ્યના ચેતન અને અચેતન મનમાં જ્યારે પણ અન્તદ્વન્દ્ર થાય છે ત્યારે વિચાર પરાજિત થઈ જાય છે અને ભાવજ વિજેતા બને છે. વિચાર છે-બુદ્ધિયોગ અને ભાવ છે ભકિતયોગ. પુરુષનું જીવન છે વિચારપ્રધાન અને નારીનું જીવન હોય છે ભાવપ્રધાન. વિચાર જીવનને તેડે છે જ્યારે ભાવ જીવનને જોડે છે. મસ્તિષ્ક અને હૃદયના યુદ્ધમાં સદા હૃદયની જીત થાય છે મસ્તિષ્કની નહીં. વિચાર માનવને કયાંય પહોંચાડતા નથી જ્યારે ભાવ માણસને તેની અંતિમ મંજિલે લઈ જઈને બેસાડી દે છે. શ્રદ્ધા, મમતા, ભકિત આ બધા ભાવે છે અને આ બધા નારીજીવનમાં સુલભ છે, સહજ છે. આજ કારણે નારી આસ્થા, શ્રદ્ધા, અને ભકિતના બળે જ પિતાના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે જીવનને વિકટ ક્ષણોમાં પણ નારી પિતાની શ્રદ્ધા અને સમર્પણ ભાવના વડે વિદ્મ-આધાઓની ભયંકર અટવીને પણ હસતા-હસતા પાર કરી જાય છે. પ્રાચીનકાળમાં પણ નારીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પુરુષને સહયોગ આપ્યો છે અને આજે પણ સહગ અને સહકાર આપવાની ભાવનાથી વંચિત નથી. જ્યારે-જ્યારે પુરુષનો અહંકારી દંભ કુંફાડા મારવા લાગે છે ત્યારે-ત્યારે નારીએ પિતાની શ્રદ્ધા અને ઉત્સર્ગ ભાવનાના વશીકરણ વડે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, આની સાક્ષી વિશ્વસાહિત્યના પૃથ્ય ઉપર અંકિત છે. માનવભવનું મૂલ્ય સંકલનઃ શ્રી જયંતીલાલ ધરમશી ગાંધી, સુદામડા. ઘનઘોર જંગલ. જંગલમાં એક ઘેઘૂર વડલે. ગ્રીમ ઋતુ છે. આકાશી અગનઝાળ ધરતીને તવા પર રોટલો શેકાય તેમ શેકી રહી છે, એવા બળબળતા બપોરે નળ સરોવર તરફથી સનસનાટ કરતું એક કાગપક્ષિ, આકાશી પંથ કાપતું કાપતું આ તરફ આવી રહ્યું છે, આજે આ કાગપક્ષિરાજનું દિલ હેલારે ચડ્યું છે, આ વિશાળ સૃષ્ટિની વિવિધતાઓ નીરખવા એનું મન થનગની રહ્યું છે. નળ સરોવરની દુનિયા આજે તેને નાનકડી–સાંકડી અકળાવનારી લાગી છે. મધ્યાહુનના સૂર્યના પ્રચંડ તાપ અને પ્રવાસનાં થાકથી લોથપોથ બનેલ આ પક્ષિરાજ આ વડલાની શિતળ છાંયા જે વિશ્રાંતિ લેવા વિચારે છે, અને એક ડાળી ઉપર બેઠક જમાવે છે, બાજુનાં સરોવર પરથી ઉડતી આવતી મંદ મંદ શિતળ વાયુલહરી તેનાં તન બદનને ઔર તાજગી અર્ધી રહે છે. ઠંડક વળતાં આ કાગપક્ષિ ઝોલે ચડયું. પણ ત્યાં તે હવામાં સનનન અવાજ થાય છે, વડનાં પાન ખડખડ ખખડે છે, કાગપક્ષિ સફાળું જાગી ગયું. સામેની ડાળી ઉપર એક હંસપક્ષી આવી બેસી ગયું. માનવભવનું મૂલ્ય 337