SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ થ ગુરૂદવે કago પ. નાનજી મહારા6૪ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ હોય, પરંતુ ઈતિહાસ લખવા માટે જેટલી સામગ્રી નારીએ આપી છે તેની અપેક્ષાએ પુરુષોએ ઓછી આપી છે. વ્યકિત, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર બધા ક્ષેત્રોમાં પુરુષને જે સફળતા મળી છે તે નારીના સહગ અને સહકારના આધારે જ મળી છે. પુરના મનમાં એક દંભમય અહંકાર રહ્યો છે કે નારી પ્રશાસન કરી શકતી નથી, પરંતુ વર્તમાન યુગના સંદર્ભમાં વિશ્વના કેટલાય રાષ્ટ્રમાં નારી આજે સફળતાપૂર્વક પ્રશાસન કરી રહી છે. વર્તમાન ભારતની પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને અદમ્ય સાહસની સાકારર્તિ કહી શકાય. પોતાના સાહસ અને પિતાના ઊંડા અનુભવના આધારે જ તેમણે ભારતની બાગડોર સંભાળી છે. તેમણે માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વની રાજનીતિમાં પિતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન બનાવી લીધું છે. તેમની કાર્ય કરવાની પદ્ધતિ જેમ સાહસપૂર્ણ છે તેમ વિવેકપૂર્ણ પણ છે. નારીએ જે પણ ક્ષેત્રને હાથમાં લીધું તેમાં તે કર્તવ્યબુદ્ધિથી વળગી અને સફળતાના ટોચ શિખરે પહોંચીને જ તેણે વિરામ અને વિશ્રામ લીધે છે. કાવ્યશકિત પુરુષની અપેક્ષા નારીમાં વિશેષ હોય છે. સાંખ્યદર્શને તે કર્તવ્યશક્તિ પ્રકૃતિમાં જ સ્વીકારેલ છે. પુરુષે જ્ઞાનને સ્વીકાર કર્યો છે, કર્તવ્યને નહિ. જીવનના બે પાસાં છે-વિચાર અને ભાવ. આજના નૂતન મને વિજ્ઞાનના સિદ્ધાન્ત અનુસાર ચેતન મનનું કાર્ય છે વિચાર અને અચેતન મનનું કાર્ય છે ભાવ. મને વિજ્ઞાને સ્વીકાર્યું છે કે વિચારની અપેક્ષાએ ભાવને વેગ વધુ સબળ હોય છે. સંવેદનશીલતા ભાવમાં હોય છે, વિચારમાં નહીં. વિચાર છે મસ્તિષ્ક અને ભાવ છે હૃદય. મનુષ્યના ચેતન અને અચેતન મનમાં જ્યારે પણ અન્તદ્વન્દ્ર થાય છે ત્યારે વિચાર પરાજિત થઈ જાય છે અને ભાવજ વિજેતા બને છે. વિચાર છે-બુદ્ધિયોગ અને ભાવ છે ભકિતયોગ. પુરુષનું જીવન છે વિચારપ્રધાન અને નારીનું જીવન હોય છે ભાવપ્રધાન. વિચાર જીવનને તેડે છે જ્યારે ભાવ જીવનને જોડે છે. મસ્તિષ્ક અને હૃદયના યુદ્ધમાં સદા હૃદયની જીત થાય છે મસ્તિષ્કની નહીં. વિચાર માનવને કયાંય પહોંચાડતા નથી જ્યારે ભાવ માણસને તેની અંતિમ મંજિલે લઈ જઈને બેસાડી દે છે. શ્રદ્ધા, મમતા, ભકિત આ બધા ભાવે છે અને આ બધા નારીજીવનમાં સુલભ છે, સહજ છે. આજ કારણે નારી આસ્થા, શ્રદ્ધા, અને ભકિતના બળે જ પિતાના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે જીવનને વિકટ ક્ષણોમાં પણ નારી પિતાની શ્રદ્ધા અને સમર્પણ ભાવના વડે વિદ્મ-આધાઓની ભયંકર અટવીને પણ હસતા-હસતા પાર કરી જાય છે. પ્રાચીનકાળમાં પણ નારીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પુરુષને સહયોગ આપ્યો છે અને આજે પણ સહગ અને સહકાર આપવાની ભાવનાથી વંચિત નથી. જ્યારે-જ્યારે પુરુષનો અહંકારી દંભ કુંફાડા મારવા લાગે છે ત્યારે-ત્યારે નારીએ પિતાની શ્રદ્ધા અને ઉત્સર્ગ ભાવનાના વશીકરણ વડે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, આની સાક્ષી વિશ્વસાહિત્યના પૃથ્ય ઉપર અંકિત છે. માનવભવનું મૂલ્ય સંકલનઃ શ્રી જયંતીલાલ ધરમશી ગાંધી, સુદામડા. ઘનઘોર જંગલ. જંગલમાં એક ઘેઘૂર વડલે. ગ્રીમ ઋતુ છે. આકાશી અગનઝાળ ધરતીને તવા પર રોટલો શેકાય તેમ શેકી રહી છે, એવા બળબળતા બપોરે નળ સરોવર તરફથી સનસનાટ કરતું એક કાગપક્ષિ, આકાશી પંથ કાપતું કાપતું આ તરફ આવી રહ્યું છે, આજે આ કાગપક્ષિરાજનું દિલ હેલારે ચડ્યું છે, આ વિશાળ સૃષ્ટિની વિવિધતાઓ નીરખવા એનું મન થનગની રહ્યું છે. નળ સરોવરની દુનિયા આજે તેને નાનકડી–સાંકડી અકળાવનારી લાગી છે. મધ્યાહુનના સૂર્યના પ્રચંડ તાપ અને પ્રવાસનાં થાકથી લોથપોથ બનેલ આ પક્ષિરાજ આ વડલાની શિતળ છાંયા જે વિશ્રાંતિ લેવા વિચારે છે, અને એક ડાળી ઉપર બેઠક જમાવે છે, બાજુનાં સરોવર પરથી ઉડતી આવતી મંદ મંદ શિતળ વાયુલહરી તેનાં તન બદનને ઔર તાજગી અર્ધી રહે છે. ઠંડક વળતાં આ કાગપક્ષિ ઝોલે ચડયું. પણ ત્યાં તે હવામાં સનનન અવાજ થાય છે, વડનાં પાન ખડખડ ખખડે છે, કાગપક્ષિ સફાળું જાગી ગયું. સામેની ડાળી ઉપર એક હંસપક્ષી આવી બેસી ગયું. માનવભવનું મૂલ્ય Jain Education International For Private & Personal Use Only 337 www.jainelibrary.org
SR No.230148
Book TitleNari pratyeno Bharatiya Drushtikon
Original Sutra AuthorN/A
AuthorChandanashreeji
PublisherZ_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Jain Woman
File Size496 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy