Book Title: Nabhinandan Jinoddhar Prabandh
Author(s): Kakkasuri, 
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 11
________________ કરવા પ્રેત્સાહન આપ્યું. તીર્થને ઉદ્ધાર કરવાનો અને પિતા પુત્રે નિશ્ચય કર્યો. તે વખતે પાટણમાં અલાઉદીનને દઢ પ્રીતિપાત્ર અલપખાન નામે સુબો રહેતો હતો, તેની સાથે સમરસિંહને ગાઢ મૈત્રી હતી. સમરસિંહે તેની પાસેથી ફરમાન મેળવી ચતુર્વિધ સંઘની આજ્ઞા માગી શત્રુંજય તીર્થના ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યું. ત્રિસંગમપુરના રાજા મહીપાલદેવની અનુજ્ઞાથી તેના તાબાની આરાસણની ખાણમાંથી ફલહી મંગાવી અને તેની આદિજિનની નવીન મૂર્તિનું નિર્માણ કરાવી સંઘસહિત શત્રુંજય તીર્થે જઈ સિદ્ધસેનસૂરિ પાસે વિ. સં. ૧૩૭૧ માં તેની પ્રતિષ્ઠા કરાવી પુષ્કળ ધનને વ્યય કર્યો. આ બધી હકીકત નજરે જોયા પછી, બાવીસ વરસના અંતરે વિ. સં. ૧૩૯૩ માં કાંજરપુરમાં રહીને તે ઊકેશગચ્છીય સિદ્ધસેનસૂરિના શિષ્ય કક્રસૂરિએ પોતે આ પ્રબન્ધની રચના કરી છે. તેથી આ પ્રબંધનું એતિહાસિક દૃષ્ટિએ પણ મહત્વ છે. આ સંબધે પ્રબન્ધકારના સમકાલીન નિવૃત્તિગચ્છના શ્રીઆટ્ટદેવસૂરીએ સમરારાસુર નામે રાસ ગુજરાતી ભાષામાં રચ્યો છે. જેનો ઉલ્લેખ આ પ્રબન્ધમાં પ્રબન્ધકારે કરેલો છે. પણ તે રાસ સંક્ષિપ્ત છે અને આ પ્રબધમાં વર્ણવેલી હકીકત વિસ્તૃત છે. આ પ્રબન્ધના પાંચ પ્રસ્તાવ છે અને દરેક પ્રસ્તાવને અને “ તિથીગુડગામતારઘવષે પ્રથમ પ્રતા” એવું સમાપ્તિસૂચક વાક્ય છે, તેથી કદાચ આનું નામ “ગુમાસ્તાવ” એવું પણ હોય. પરંતુ પ્રબન્ધના અન્ત તિ વિમાનકિંદનપાપલંડનથી નામિબિનચારઃ સંg ગાતઃ' એવો ઉલ્લેખ હેવાથી, આ પ્રબન્ધનું નામ “નાભિનન્દન જિદ્ધાર પ્રબન્ય એવું રાખ્યું છે. આ પ્રબન્ધની એક પ્રત અમદાવાદ દોશીવાડાની પોળમાં પહેલાના ઉપાશ્રયના ભંડારમાં મેં જોઈ, અને તેને પ્રગટ કરવાથી ઐતિહાસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 490