Book Title: Nabhinandan Jinoddhar Prabandh
Author(s): Kakkasuri, 
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 10
________________ નિવેદન લાંબા કાળથી જૈન પ્રજાનું હૃદય શત્રુંજય તીર્થની ભક્તિથી એટલું ઓતપ્રોત થયેલું છે કે જેથી તેને એક એક અણુ પણ પવિત્ર હોવાની ચિરરૂઢ માન્યતા સ્વાભાવિક લાગે છે. શત્રુંજયમાહા મ્યમાં આ તીર્થના અદ્ભુત પ્રભાવનું વર્ણન મળે છે તે જોતાં અત્યારે તે તેને ધ્વસાવશેષ હોય તેમ લાગ્યા સિવાય રહેતુ નથી. આ તીર્થે સ્વેચ્છના અનેક આક્રમણે સહ્યાં છે છતાં આ ગિરિરાજ અનેક યુદ્ધોમાં શત્રુઓના ઘા સહન કરી કૃશ થયેલા છતાં વિજયવંત દ્ધાની જેમ પિતાના મહિમાને દિગન્તમાં ફેલાવતો ઉન્નત મસ્તકે ઉભે હેય તેમ નજરે જોનારને પ્રતીત થાય છે. આ તીર્થ પર અનેક ઉદ્ધાર થઈ ગયા છે, તેમાં જાવડશાહ વગેરેના જે ઉદ્ધાર ઐતિહાસિક કાળમાં થયેલા છે તેમાંના ચૌદમા સૈકામાં થયેલા સમરસિંહના ઉદ્ધારનું આ પ્રબંધમાં મુખ્યપણે વર્ણન કરેલું છે અને બીજા ઉદ્ધારનું સંક્ષિપ્ત રૂપે સૂચન કરેલું છે. વિ. સં. ૧૩૬૯ માં ખીલજીવંશીય અલ્લાઉદ્દીનના સૈન્ય શત્રુંજય તીર્થનો ભંગ કર્યો અને આદિજિનની પવિત્ર મૂર્તિને ખંડિત કરી. તે સાંભળી તમામ હિંદુઓમાં અને વિશેષતઃ જૈન સંઘમાં ભારે ઉંભ અને શોક પ્રસર્યો. તે વખતે પાટણમાં ઓસવાળ જ્ઞાતિના દેશલ અને તેને પુત્ર સમરસિંહ નામે ધનાઢય શ્રાવક રહેતા હતા. તેમના જાણવામાં આ વાત આવી અને તેમના હૃદયને સખ્ત આઘાત થયો. તે સમયે ઊકેશગચ્છીય સિદ્ધસેનસૂરિ પાટણમાં વિરાજમાન હતા. તેમની પાસે દેશલશાહ ગયા અને તેમણે હદયમર્મભેદક તીર્થભંગની હકીકત કહી. સિદ્ધસેનાચાર્યે કળિકાળનો પ્રભાવ જણાવી તેમના હૃદયને શાન્ત કર્યું અને શત્રુંજય તીર્થને ઉદ્ધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 490