Book Title: Mohanlalji Maharaj
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શ્રમણભગવંતે-૨ જૈનમંદિરને વહીવટ બ્રાહ્મણો પાસેથી લઈને જેનોને સંપ્યું. તેઓશ્રી જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં લોકપ્રિય બનતા હતા. સિહી પછી એમણે પાલી, સાદડી, જોધપુર, અજમેર વગેરેમાં ચોમાસા કર્યા. જોધપુરના દીવાન અમલચંદજી એમની પાસે દીક્ષા લઈને મુનિ આણંદચંદ્રજી બન્યા. આ એમના પ્રથમ શિષ્ય. જોધપુરના વતની એવા જેઠમલજી પણ એમના બીજા શિષ્ય બન્યા. સં. ૧૯૩૬નું ચોમાસું એ સવાલના મૂળ વતન ઓસિયા તીર્થમાં કર્યું. જેમાસા દરમિયાન એમના ઉપદેશથી આસિયાન દેરાસરને જીર્ણોદ્ધાર થયા. સં. ૧૯૪૦નું ચોમાસું પૂરું કરીને તેઓશ્રી ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં આવ્યા. સં. ૧૯૪૧નું ચોમાસું પાટણ કર્યું. તે વખતે શ્રીસંઘની વિનંતીથી તપાગચ્છની ધર્મક્રિયાઓનું આચરણ કરવા લાગ્યા. પણ અને ગચ્છની અંદર રહેલા શિષ્યસમુદાય તરફ સમાન દષ્ટિ રાખી શાસનની આણ વધારી. ગચ્છભેદ કે મતભેદ એમની પાસે હતા જ નહીં. જો કે તેમને ન સમજનાર કેટલાક જૈન ભાઈ એએ વિરોધ કર્યો હતે. હકીકતે ગુજરાતમાં તપાગચ્છનું પ્રાબલ્ય વધારે હતું. તેથી આ પરિવર્તનને લીધે સુરત અને મુંબઈમાં ઘણું પ્રશસ્ય કાર્ય કરી શક્યા. સં. ૧૯૪૪માં હર્ષમુનિ એમના શિષ્ય બન્યા. સં. ૧૯૪૫નું ચોમાસું પાલીતાણા કર્યું. સુરતના શ્રીસંઘની વિનંતીથી સં. ૧૯૪૬નું માસું સુરતમાં કર્યું. સુરત જેન સંઘને એમના નામનું સૂચન કરનાર પ્રસિદ્ધ મુનિ આત્મારામજી હતા. સુરતમાં મહેસાણાવાળા ઊજમશીભાઈ અને મહીદપુરના રાજમલજીભાઈ એ એમની પાસે દીક્ષા લીધી. એમના શિષ્યોની સંખ્યા વધીને સાતની થઈ. સુરતનું ચોમાસું પૂરું થયા પછી મુંબઈના શ્રેષ્ઠિઓ બાબુ પન્નાલાલ પૂરણચંદ, નવલચંદ ઉદેચંદ, નગીનદાસ કપૂરચંદ, પાનાચ દ તારાચંદ વગેરે એમને વંદન કરવા સુરત આવ્યા અને સં. ૧૯૪૭નું માસું મુંબઈમાં કરવા આગ્રહભરી વિનંતી કરી. હજી સુધી કેઈ સાધુએ મુંબઈમાં પ્રવેશ કર્યો ન હતો. તેઓ મુંબઈને વિલાસી નગરી સમજતા હતા અને જે સાધુ મુંબઈ જાય તે ભ્રષ્ટ થયા વગર ન રહે એવી માન્યતા હતી. “મૂકી તાપી તે થયા પાપી” (એટલે કે સુરતથી આગળ જવામાં પાપ છે.) એવી માન્યતા પ્રચલિત હતી. તે બીજી બાજુ મુંબઈમાં વસતા જૈન ભાઈ ઓ માટે સાધુમહારાજનાં દર્શન-સમાગમ વગર ધર્મભાવના ટકાવવી મુશ્કેલ હતી. પગલે પગલે જ્યાં પડવાને ભય હોય ત્યાં સચેત બનાવનારા સંત-મહાત્માની જરૂર સૌથી વધુ રહે. પિતાનું આ કર્તવ્ય સમજી પૂ. મુનિશ્રી મેહનલાલજીએ મુંબઈનું આમંત્રણ સ્વીકારી લીધું. મુંબઈ જવા માટે વચ્ચેની દરિયાઈ ખાડીઓ પસાર કરવા રેલવેના પુલને ઉપયોગ કરવો પડે તેમ હતું. મુંબઈના સંઘે એ માટે પત્રવ્યવહાર કરી ખાસ પરવાનગી મેળવી. આમ, પૂ. મોહનલાલજી મહારાજે અનેક મુશ્કેલીઓ વેઠી મુંબઈમાં પ્રવેશ કર્યો. મુંબઈ જતાં રસ્તામાં નવસારીના જીણું દેરાસરને ઉદ્ધાર કરવા ત્યાંના સંઘને પ્રેરણા આપી. મુંબઈમાં પૂજ્ય મહારાજશ્રીનું ભવ્ય સામૈયું થયું. સં. ૧૯૪૭ને ચૈત્ર સુદ ૬ને એ દિવસ મુંબઈ માટે એક અનેરો અને ઐતિહાસિક અવસર હતા. સામૈયામાં જેને ઉપરાંત પ્રતિષ્ઠિત હિન્દુઓ, અંગ્રેજ અધિકારીઓ, વકીલે, ન્યાયાધીશે, પારસીઓ, મુસ્લિમો વગેરે પણ જોડાયા હતા. પૂજ્ય મહારાજશ્રીની નિશ્રામાં લાલબાગના જૈન ઉપાશ્રયે સૌપ્રથમ માસા દરમિયાન ઘણું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6