Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ સાહેબ
તેઓશ્રીના સમુદાયવર્તી પૂજ્ય આચાર્ય દેવો પૂ. આ. શ્રી નિપુણુપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ
સિકા પૂર્વે સૌ પ્રથમ મુંબઈમાં પ્રવેશ કરનારા સંવેગી મુનિ અને
અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવનારા પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ
પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ એક વિદ્વાન હોવા ઉપરાંત સાચા અર્થમાં કમલેગી હતા. ઉત્તર પ્રદેશમાં જન્મ્યા હોવા છતાં એમણે ગુજરાતને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ગુજરાતમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈને એમને વિશેષ લાભ મળે. સુરત, નવસારી, પાલીતાણા, સિયાજી અને મુંબઈમાં એમણે જૂનાં જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યું તથા નવા મંદિરની સ્થાપના માટે પ્રેરણા આપી. અનેક અલભ્ય પુસ્તકો એકઠાં કરી સુરતમાં જ્ઞાનભંડારની સ્થાપના કરી. ઘણાં શુભ કાર્યોનાં પ્રેરણામૂતિ બની રહ્યા. જેનસમાજને માટે ઉપયોગી એવી ધર્મશાળા, ભેજનશાળા, ઉપાશ્રય, પુસ્તકાલય વગેરે સંસ્થાઓ સ્થાપવામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યું.
ઉત્તર પ્રદેશમાં મથુરાથી ૬૦ કિ. મી. દૂર ચાંદપુર નામના ગામમાં સં. ૧૮૮૭ (ઈ. સ. ૧૮૩૧)ના વૈશાખ સુદ ને ગુરુવારે પૂજ્યશ્રીને જન્મ થયે હતે. એમનું સંસારી નામ મોહન, પિતાનું નામ બાદરમલ અને માતાનું નામ સુંદરી હતું. તેઓશ્રી ધનાઢય બ્રાહ્મણ
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
કુળમાં જન્મ્યા હોવા છતાં જૈનધર્મના પ્રખર પ્રચારક બન્યા એ બાબત નોંધપાત્ર છે. મિહનની નવ ઉંમરે માતાપિતા એમને લઈને જોધપુર રાજ્યના નાગોર શહેરમાં આવ્યાં. નાગોર ભૂતકાળમાં નાગપુર તરીકે ઓળખાતું હતું. નાગોરમાં જેની વસ્તી સારા પ્રમાણમાં હતી. એમાં રૂપચંદજી નામના જેન યતિ ઘણા પ્રસિદ્ધ હતા. શ્રી રૂપચંદજીએ ખરતરગચ્છના આચાર્યશ્રી જિનહર્ષસૂરિજી પાસે યતિદીક્ષા લીધી. ખરતરગચ્છમાં સં. ૧૭૭૦ (ઈ. સ. ૧૭૧૪)થી યતિપરંપરા શરૂ થઈ હતી. બાદરમલ અને સુંદરીએ યતિ રૂપચંદજીને ધાર્મિક સંસ્કાર અને તાલીમ માટે એમને પુત્ર અર્પણ કર્યો. મોહને હિન્દી ભાષાનું જ્ઞાન અને પ્રાથમિક શિક્ષણ પિતાના વતન ચાંદપુરમાં મેળવ્યું હતું. ઇતિહાસ, ભૂગળ અને ગણિતને
ડે અભ્યાસ પણ કર્યો હતે. રૂપચંદજીએ એમને ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું. અલ્પ સમયમાં મેહને પ્રતિક્રમણનાં સૂત્ર, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ વગેરે કંઠસ્થ કરી લીધાં. “તત્વાર્થસૂત્રને અભ્યાસ કર્યો. રૂપચંદજીએ એમને વ્યાકરણ, કાવ્ય, તિષ, સામુદ્રિકશાસ્ત્ર તથા સ્વરોદયશાસ્ત્ર શીખવ્યાં. નાની ઉંમરે મોહને આ બધું જ્ઞાન આત્મસાત્ કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી રૂપચંદજી મેહનને લઈને મુંબઈ ગયા. એમણે મુંબઈથી મોહનને ખરતરગચ્છના આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે ઈન્દોર મેકલ્ય. ઇન્દોરની નજીક મક્ષીતીર્થમાં સં. ૧૯૦૩ (ઈ. સ. ૧૮૪૭)માં આચાર્ય મહેન્દ્રસૂરિએ મહનને યતિદીક્ષા આપી અને મોહન હવે યતિ શ્રી મોહનલાલજી બન્યા. એ વખતે એમની વય માત્ર સોળ વર્ષની હતી.
થોડો સમય યતિ શ્રી મોહનલાલજી આચાર્ય મહેન્દ્રસૂરિ પાસે રહ્યા. એ પછી એમને મુંબઈ એમના ગુરુ રૂપચંદજી પાસે મોકલવામાં આવ્યા. રૂપચંદજી એમને લઈને ગ્રાલિયર ગયા. ગ્વાલિયરમાં રૂપચંદજીને અચાનક સ્વર્ગવાસ થયે. એ પછી ચાર વર્ષે આચાર્ય મહેન્દ્રસૂરિ પણ નિર્વાણ પામ્યા. બંને ગુરુએ વિદાય લેતાં સં. ૧૯૧૪ પછી સમય યતિ મહિનલાલજી માટે મુશ્કેલીને બ. સં. ૧૯૧૬ (ઈ. સ. ૧૮૬૦)માં બાબુ બુઠ્ઠનજીએ સિદ્ધાચલજીને સંઘ કાઢયો, જેમાં મોહનલાલજી પણ સામેલ થયા. આ રીતે એમણે સિદ્ધાચલજીની પ્રથમ યાત્રા કરી, જેને પ્રભાવ એમના મન અને જીવન પર અમીટ પડ્યો. સિદ્ધાચલજીની યાત્રા પછી એમણે લગભગ બાર વર્ષ સુધી ઉત્તર પ્રદેશના લખન શહેર અને એની આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો. ત્યાંથી તેઓશ્રી કલકત્તા ગયા. ત્યાં તેમને યતિમાંથી સાધુ બનવાની પ્રેરણા મળી. પિતાની બધી મિલકત ધર્મને અર્પણ કરી. ત્યાંથી તેઓ અજમેર ગયા અને ત્યાં સં. ૧૯૩૦ (ઈ. સ. ૧૮૭૪)માં સંઘ સમક્ષ યતિમાંથી સંવેગી સાધુ-શ્રમણ બન્યા. શ્રી સુખસાગરજી મહારાજ પાસે એમણે ગોદહન કરી વાસક્ષેપ લીધે અને એમના શિષ્ય બન્યા. ખરતરગચ્છની સંવેગી પરંપરામાં તેઓ તેજસ્વી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા.
સં. ૧૯૨નું ચોમાસું સિરોહીમાં કર્યું. ત્યારે ત્યાંના રાજવી શ્રી કેસરીસિંહજીએ એમના ઉપદેશથી પિતાના રાજ્યમાં દર વર્ષે શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૧૧ સુધીના ૧૫ દિવસ દરમિયાન પ્રાણીઓની હિંસા અને કતલ ઉપર પ્રતિબંધ મૂકયો. એ ઉપરાંત, એમની પ્રેરણાથી સિરોહીનરેશે રહીડા ગામમાં જૈનમંદિર બનાવવાની પરવાનગી આપી. બ્રાહ્મણવાડાના
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતે-૨ જૈનમંદિરને વહીવટ બ્રાહ્મણો પાસેથી લઈને જેનોને સંપ્યું. તેઓશ્રી જ્યાં જ્યાં વિહાર કરતા ત્યાં ત્યાં લોકપ્રિય બનતા હતા. સિહી પછી એમણે પાલી, સાદડી, જોધપુર, અજમેર વગેરેમાં ચોમાસા કર્યા. જોધપુરના દીવાન અમલચંદજી એમની પાસે દીક્ષા લઈને મુનિ આણંદચંદ્રજી બન્યા. આ એમના પ્રથમ શિષ્ય. જોધપુરના વતની એવા જેઠમલજી પણ એમના બીજા શિષ્ય બન્યા. સં. ૧૯૩૬નું ચોમાસું એ સવાલના મૂળ વતન ઓસિયા તીર્થમાં કર્યું. જેમાસા દરમિયાન એમના ઉપદેશથી આસિયાન દેરાસરને જીર્ણોદ્ધાર થયા. સં. ૧૯૪૦નું ચોમાસું પૂરું કરીને તેઓશ્રી ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં આવ્યા. સં. ૧૯૪૧નું ચોમાસું પાટણ કર્યું. તે વખતે શ્રીસંઘની વિનંતીથી તપાગચ્છની ધર્મક્રિયાઓનું આચરણ કરવા લાગ્યા. પણ અને ગચ્છની અંદર રહેલા શિષ્યસમુદાય તરફ સમાન દષ્ટિ રાખી શાસનની આણ વધારી. ગચ્છભેદ કે મતભેદ એમની પાસે હતા જ નહીં. જો કે તેમને ન સમજનાર કેટલાક જૈન ભાઈ એએ વિરોધ કર્યો હતે. હકીકતે ગુજરાતમાં તપાગચ્છનું પ્રાબલ્ય વધારે હતું. તેથી આ પરિવર્તનને લીધે સુરત અને મુંબઈમાં ઘણું પ્રશસ્ય કાર્ય કરી શક્યા.
સં. ૧૯૪૪માં હર્ષમુનિ એમના શિષ્ય બન્યા. સં. ૧૯૪૫નું ચોમાસું પાલીતાણા કર્યું. સુરતના શ્રીસંઘની વિનંતીથી સં. ૧૯૪૬નું માસું સુરતમાં કર્યું. સુરત જેન સંઘને એમના નામનું સૂચન કરનાર પ્રસિદ્ધ મુનિ આત્મારામજી હતા. સુરતમાં મહેસાણાવાળા ઊજમશીભાઈ અને મહીદપુરના રાજમલજીભાઈ એ એમની પાસે દીક્ષા લીધી. એમના શિષ્યોની સંખ્યા વધીને સાતની થઈ. સુરતનું ચોમાસું પૂરું થયા પછી મુંબઈના શ્રેષ્ઠિઓ બાબુ પન્નાલાલ પૂરણચંદ, નવલચંદ ઉદેચંદ, નગીનદાસ કપૂરચંદ, પાનાચ દ તારાચંદ વગેરે એમને વંદન કરવા સુરત આવ્યા અને સં. ૧૯૪૭નું માસું મુંબઈમાં કરવા આગ્રહભરી વિનંતી કરી. હજી સુધી કેઈ સાધુએ મુંબઈમાં પ્રવેશ કર્યો ન હતો. તેઓ મુંબઈને વિલાસી નગરી સમજતા હતા અને જે સાધુ મુંબઈ જાય તે ભ્રષ્ટ થયા વગર ન રહે એવી માન્યતા હતી. “મૂકી તાપી તે થયા પાપી” (એટલે કે સુરતથી આગળ જવામાં પાપ છે.) એવી માન્યતા પ્રચલિત હતી. તે બીજી બાજુ મુંબઈમાં વસતા જૈન ભાઈ ઓ માટે સાધુમહારાજનાં દર્શન-સમાગમ વગર ધર્મભાવના ટકાવવી મુશ્કેલ હતી. પગલે પગલે જ્યાં પડવાને ભય હોય ત્યાં સચેત બનાવનારા સંત-મહાત્માની જરૂર સૌથી વધુ રહે. પિતાનું આ કર્તવ્ય સમજી પૂ. મુનિશ્રી મેહનલાલજીએ મુંબઈનું આમંત્રણ સ્વીકારી લીધું. મુંબઈ જવા માટે વચ્ચેની દરિયાઈ ખાડીઓ પસાર કરવા રેલવેના પુલને ઉપયોગ કરવો પડે તેમ હતું. મુંબઈના સંઘે એ માટે પત્રવ્યવહાર કરી ખાસ પરવાનગી મેળવી. આમ, પૂ. મોહનલાલજી મહારાજે અનેક મુશ્કેલીઓ વેઠી મુંબઈમાં પ્રવેશ કર્યો. મુંબઈ જતાં રસ્તામાં નવસારીના જીણું દેરાસરને ઉદ્ધાર કરવા ત્યાંના સંઘને પ્રેરણા આપી. મુંબઈમાં પૂજ્ય મહારાજશ્રીનું ભવ્ય સામૈયું થયું. સં. ૧૯૪૭ને ચૈત્ર સુદ ૬ને એ દિવસ મુંબઈ માટે એક અનેરો અને ઐતિહાસિક અવસર હતા. સામૈયામાં જેને ઉપરાંત પ્રતિષ્ઠિત હિન્દુઓ, અંગ્રેજ અધિકારીઓ, વકીલે, ન્યાયાધીશે, પારસીઓ, મુસ્લિમો વગેરે પણ જોડાયા હતા. પૂજ્ય મહારાજશ્રીની નિશ્રામાં લાલબાગના જૈન ઉપાશ્રયે સૌપ્રથમ માસા દરમિયાન ઘણું
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક આરાધના અને ઉજવણીઓ થઈ. બે વ્યક્તિએ એમની પાસે દીક્ષા લીધી. મુંબઈમાંના એ પ્રથમ દીક્ષા મહોત્સવ હતા.
સં. ૧૯૪૮માં સુરતના ધનાઢય શ્રેષ્ઠી ધરમચંદ ઉદયચંદ ઝવેરીએ સુરતથી સિદ્ધાચલજીને પગપાળા સંઘ કાઢવાની અને એમાં પૂ. મહારાજશ્રીને સામેલ થવાની વિનંતી કરી. પૂજ્યશ્રીએ એ સ્વીકાર કર્યો, અને તેઓશ્રી સુરત પધાર્યા. ત્યાં આવી વડાચૌટાના શ્રી સીમંધરસ્વામીના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને કતારગામના દેરાસરને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યું, જે સં. ૧૯૫૫માં પૂરે થયે. સં. ૧૯૪૯માં સુરતથી ચિદ્ધાચલને સંધ નીકળે. લગભગ સવા મહિને એ પાલીતાણા પહેંચ્યા. પાલીતાણાના ઠાકોર સાહેબ સંઘનું સામૈયું કરવા સામે આવ્યા. યાત્રાસંધની ખૂબ યાદગાર રીતે સમાપ્તિ થઈ. તે પછી સિદ્ધાચલની તળેટીમાં બંધાયેલ ધનવસહી ટૂંક (બાબુના દેરાસર)ના મૂળનાયક આદિનાથના બિંબની અંજનશલાકા વિધિ અને પ્રતિષ્ઠાવિધિ પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ. પાલીતાણામાં એમના હસ્તે શ્રી ત્રિષિમુનિએ દીક્ષા ગ્રહણ કરી.
એ પછી તેઓશ્રી સુરત અને મુંબઈમાં ચોમાસાં કરતા રહ્યા. સુરતમાં કુલ છ ચોમાસાં કર્યા. એ દરમિયાન શેઠ નેમચંદ મેળાપચંદને ઉપાશ્રય, મેહનલાલજીને ઉપાશ્રય, ગ્રંથભંડાર, જૈન ભોજનશાળા, કુંવર જૈન જ્ઞાનઉદ્યોગ શાળા વગેરે બંધાવ્યાં. સૂરજમંડન પાર્શ્વનાથ જિનાલયને સં. ૧૯૫૬ (ઈ. સ. ૧૯૦૦)માં જીર્ણોદ્ધાર કરાવ્યું. સુરત એમની પ્રિય કર્મભૂમિ બની. મુંબઈમાં એમણે કુલ આઠ માસાં કર્યા. એ દરમિયાન ત્યાં જૈનધર્મને જયજયકાર થઈ રહ્યો. લાલબાગનું સમગ્ર જૈન સંકુલ (દેરાસર, ઉપાશ્રય, પુસ્તકાલય, ધર્મશાળા, ભેજનશાળા વગેરે) એમની પ્રેરણા અને પ્રયાસોથી વિકાસ પામ્યું. વાલકેશ્વરનું આદિનાથનું જૈનમંદિર એમની પ્રેરણાથી બંધાયું અને એની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના હસ્તે થઈ
અંતે, સં. ૧૯૯૩ (ઈ. સ. ૧૯૦૭)માં ચૈત્ર વદ ૧૨ને દિવસે સુરતમાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. અશ્વિનીકુમારના સ્મશાનગૃહ પાસે તાપી નદીના કિનારે, જ્યાં એમના અગ્નિસંસ્કાર થયા ત્યાં એમનું સ્મારક રચવામાં આવ્યું છે. એમના જીવનની ઉત્તરાવસ્થામાં સુરત એમનું સ્થિરવાસ બની રહ્યું હતું. ત્યાં મેહનલાલજી ઉપાશ્રય” એ એમનું કાયમી જીવંત સ્મારક બની ગયું છે. વર્તમાનમાં એમના સમુદાયના ગચ્છાધિપતિ પૂ. શ્રી ચિદાનંદસૂરિજી તથા એમના શિષ્ય શ્રી કીતિ સેનમુનિજી અવારનવાર ત્યાં રહીને ધર્મ અને જ્ઞાનના પ્રસાર-પ્રચારનું સ્તુત્ય કાર્ય કરે છે.
પૂ. મોહનલાલજી મહારાજનું સૌથી વધારે મહત્ત્વનું કાર્ય એમને મુંબઈપ્રવેશ. એમણે સાહસ કરીને પ્રથમ વાર મુંબઈમાં પ્રવેશ કર્યો અને અન્ય જૈન મુનિઓ માટે મુંબઈનાં દ્વાર ખેલી આપ્યાં. મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય મહાનગરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ જૈન મુનિ તરીકે તેઓશ્રી જૈનધર્મના ઇતિહાસમાં ચિરંજીવ સ્થાન ધરાવે છે. મુંબઈ તથા દક્ષિણ ગુજરાતમાં જૈનધર્મના પ્રચારક તરીકે પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. મુંબઈ, સુરત, પાલીતાણા વગેરે સ્થળેનાં દેરાસરમાં એમની આરસની મૂતિઓ સ્થાપી એમની સ્મૃતિ કાયમી બનાવવામાં આવી છે. પૂજ્યશ્રીના જીવન વિશે પ્રકાશ પાથરતે એક સ્મૃતિગ્રંથ “શ્રી મોહનલાલજી
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવત-૨
૪૭ અર્ધ શતાબ્દી સમારકગ્રંથ' પણ પ્રકાશિત થયેલ છે, જેના લેખક અને સંપાદક પૂ. મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજ છે, જેઓ પૂ. આ. શ્રી ચિદાનંદસૂરિજીના શિષ્ય અને શિશુ છે. ત્યાર બાદ, હમણ જ, સં. ૨૦૪૭માં, પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજના મુંબઈપ્રવેશને ૧૦૦ વર્ષ પૂરાં થતાં તે નિમિત્ત, તા. ૧-૬-૯૧ થી તા. ૯-૬-૯૧ સુધી મુંબઈ, ભાયખલા મુકામે પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ વિહાર–શતાબ્દીને ભવ્ય કાર્યક્રમ-મહત્સવ ગાધિપતિ પૂ. આચાર્ય શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી યશોભદ્ર સૂરીશ્વરજી (ડહેલાવાળા ) મહારાજ તથા વિશાળ મુનિમંડળની નિશ્રામાં–ઉપસ્થિતિમાં ઉજવાયો હતા. આ મહોત્સવમાં મુંબઈના સમસ્ત શ્રીસંઘે સામેલ થયા હતા. આ ઐતિહાસિક શતાબ્દી પ્રસંગની કાર્યવાહીમાં પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મહારાજ, પૂ. મુનિશ્રી સુયશમુનિજી મહારાજ અને પૂ. મુનિશ્રી વિનીતભમુનિજી મહારાજે ભારે જહેમત ઉઠાવીને પ્રસંગને સફળતા
કાકી:
*
સામે જ
દિક
પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મ. પૂ. મુનિશ્રી સુયશમુનિજી મ. પૂ. મુનિશ્રી વિનીતભમુનિજી મ. અપાવી હતી. આ યાદગીરી પૂજ્યશ્રીને જીવનને યાવચંદ્રદિવાકર અજર-અમર બનાવશે. ઉપરાંત, મુંબઈની ધર્મપ્રાણ જૈનજનતા પૂજ્યશ્રીના ઉપકારોની હંમેશ માણી રહેશે. એવા એ વિરલ વિભૂતિ સાધુવને કેટ કેટિ વંદના ! (સંકલન : પ્રા. ડે. મુગટલાલ પી. બાવીસી.)
અનેક ગુણરૂપી પુપોથી નંદનવન સમાન ઉગ્ર તપસ્વી
શાસ્ત્રવિશારદ–બાલબ્રહ્મચારી પૂ. આચાર્યશ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મહારાજ
મેવાડના વસી ગામમાં સુશ્રાવક ખરતાજીને ત્યાં નવલમલજી તરીકે સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૪ના જન્મ લઈ, સુરત પાસે મરેલી ગામમાં તેમનાં ફેઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની યુવાન વયે સુરતના ધર્મનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રીકૃષ્ણાજી જોધાજીને ત્યાં
2010_04
Page #6
--------------------------------------------------------------------------
________________ શાસનપ્રભાવક રહેતાં ધર્મપ્રેરણા મેળવી વ્રત, પચ્ચક્ખાણ, સામાયિક, પૌષધમાં જોડાવા લાગ્યા. સં. ૧૯૮૦માં સુરત-ગોપીપુરામાં પં. શ્રી પદ્મમુનિજી મહારાજ પાસે ઉપધાન કર્યા. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને સં. ૧૯૮૪ના મહા વદ ૩ના શ્રી શત્રુંજયાવતાર-કતારગામ તીર્થમાં દીક્ષા થઈ. નામકરણ પૂ. પં. શ્રી કનકમુનિ ગણિના શિષ્ય શ્રી નિપુણમુનિજી મહારાજ થયું. ત્યાર બાદ, પૂ. શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મહારાજ પાસે વૈયાવચ્છ-ભક્તિ કરતાં આગમસૂત્રોનું વાચન કર્યું. પૂ. પં. શ્રી કીતિ મુનિજી મહારાજ તથા પૂ. પં. શ્રી હરમુનિજી મહારાજ તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ પાસે ગોદ્ધહન કર્યો. સં. ૨૦૧૨માં સુરત વડા ચૌટામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી પાસે પંન્યાસપદવી થઈ. સં. ૨૦૧૮માં મુંબઈ-લાલબાગ માસું કરી પૂ. શ્રી મેહનલાલજી સ્મૃતિગ્રંથ પ્રગટ કરાવ્યો. સં. ૨૦૨૨ના ચૈત્ર વદ ૭ને તા. ૩૦-૩-૧૯૬૭માં પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી મહારાજ આદિ પાંચ આચાર્યોની નિશ્રામાં આચાર્ય પદવી થઈ અને સમેતશિખરજીના તથા કલકત્તાથી પાલીતાણાના સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વર્ધમાનતપની ઓળીએ ચાલુ રાખી 110 એળી સુધી પહોંચ્યા. અંતિમ પણ ચેવિહાર ચાર ઉપવાસ કરી સં. 203-aa ફાગણ વદ બીજ ને બુધવાર તા. ૩૦-૩-૮૩માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શ્રી વર્ધમાનતપના આરાધક, ઉગ્રવિહારી, તપસ્વી સૂરિ દેવને કેટિશ: વંદના ! (સંકલન : પૂ. શ્રી ચિદાનંદસૂરિજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી કીર્તિસેન મુનિજી મહારાજ ) સમતા, સમભાવ અને સમકિતભાવને સ્વજીવનમાં મૂર્તિમંત બનાવનારા પૂ. આચાર્યશ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ જૈનમ એટલે તપ-ત્યાગને માર્ગ અર્થાત્ સુખના ત્યાગ અને દુઃખના સ્વીકારને માર્ગ. માર્ગ સાચે છે, પણ સરળ નથી; કઠિન છે. એ કઠિન માર્ગને ઉપાય છે સમતા. પરંતુ એ તો એનાથી યે વધુ કડિન-દુષ્કર છે. દુષ્કર છે, પણ એ જ સાચે માગે છે. અને એને કઈ વિરલા જ સાર્થક કરી જાણે છે. આવા વિરલ આત્મામાં એક છે, પૂ. આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ. કુટુંબીજનોના અઢાર સભ્યમાંથી સત્તર સભ્યો માત્ર દેઢ વર્ષના સમયગાળામાં સ્વર્ગવાસ પામ્યા. જાણે આઘાત ઉપર આઘાતની પરંપરા ચાલી. ત્યારે તેમની ઉંમર 23 વર્ષની હતી. એ અસદા આઘાતે વચ્ચે પણ સમતાભાવ ટકાવી રાખે એમાંથી દિવ્ય એવો સમકિતભાવ-વૈરાગ્યભાવેને પ્રાદુર્ભાવ થયે. મધ્ય પ્રદેશના માલવાનું રૂણીજા ગામ તેઓશ્રીની જન્મભૂમિ. સં. ૧૯૬ન્ના મહા સુદ પને દિવસે જન્મ થયે. પિતાનું નામ કેશરમલજી, માતાનું નામ સુંદરીબાઈ અને તેમનું સંસારીનામ વસંતીલાલજી. પિતાજી પ્રતાપગઢ સ્ટેટના દીવાન હતા. સુખસાહ્યબી અને સંસ્કાર સિંચન સાથે વસંતીલાલજીનો ઉછેર થશે. કુમાર અવસ્થા અને યુવા અવસ્થાના પ્રારંભ સુધી કુટુંબના વિશાળ વડલાની છાયા નીચે સુખચેનમાં મહાલતા રહ્યા; દુઃખને 2010_04