Book Title: Modha Ade Muhapatti bandhan Sha mata Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ ૧૦૮ • સંગીતિ જ્યારે લખેલ પુસ્તકોની સંઘમાં હયાતી થઈ, ત્યારે તે સાથે મુહપત્તી પણ પ્રાદુર્ભાવ પામી. આમ તો ભગવાન મહાવીર બાદ હજાર વરસ પછી રીતસર આગમો પુસ્તકારૂઢ થયા એટલે કે પુસ્તકારે લિપિમાં લખાયાં, પણ તે પહેલાં કોઈ પુસ્તક નહીં લખેલું હોય એમ કહી શકાય એવું નથી. પ્રાચીન કાળમાં જયારે કાગળો શોધાયા ન હતા ત્યારે પુસ્તકો તાડપત્ર પર લખાતાં અને એ તાડપત્રો લાંબી સાઇઝનાં તથા ટૂંકી સાઇઝનાં પાનાંવાળાં હતાં. તેને દોરીથી બાંધવાની પદ્ધતિ હતી. પણ તે પદ્ધતિ જરા જુદી હતી. પ્રત્યેક પાનાની વચ્ચે એક કાણું (છિદ્ર) રાખવામાં આવતું અને લાંબા પાના ઉપર બે કાણાં થોડાં દૂર પણ સમાન લીટીમાં રાખવામાં આવતાં. તે સમયે પુસ્તકો ઘણાં દુર્લભ હતાં, તેથી તેની સંભાળ વિશેષ રાખવાની જરૂર હતી. વાંચતી વખતે પુસ્તકો ઉપર ઘૂંક ન પડે તે અંગે ખાસ ચીવટ રાખવામાં આવતી. ઘૂંક પડવાથી પુસ્તક બગડે, તેના અક્ષરો પણ ભૂંસાઈ જાય અને વારંવાર થંક પડવાથી પુસ્તકની આવરદા ઓછી થતાં તેનો નાશ જ થઈ જાય. તે તાડપત્રનાં પુસ્તકો વાંચતાં, ભણતાં, વંચાવતાં પાનું પકડવા માટે બે હાથ રોકાતાં, એટલે વાંચનાર કે ભણનારનું મુખ વાંચતા-ભણતાં ખુલ્લું રહે અને તેમાંથી ઘૂંક ઊડવાનો સંભવ ખરો. આ પરિસ્થિતિમાં ઊડતું થુંક રોકવાના ઉપાય તરીકે વાંચતી વખતે મુહપત્તી મુખ ઉપર બાંધી રાખવાની જરૂર જણાઈ હોય એ બનવા જોગ છે. મુખ ઉપર મુહપત્તી બાંધવાના બે પ્રકાર છે–એક તો મુહપત્તીના બન્ને છેડાને કાન પાસે કાનની ઉપર મજબૂત રીતે ભરાવી દેવા, જેથી મુખ ઉપરથી મુહપત્તી ખસી ન જાય. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે માત્ર પુસ્તકનો ઉપયોગ કરતી વખતે જ મુહપત્તીના ઉપયોગની જરૂર હતી, પણ આખો વખત, રાત અને દિવસ બાંધી રાખવાની કલ્પના ન હતી. કેટલાક મુનિઓને કાનની બૂટમાં છેદ હોય છે. તે છેદમાં મુહપત્તીના બને છેડા ભરાવી રાખીને પણ મુખ ઉપર મુહપત્તી બરાબર ટકાવી રખાતી. વર્તમાનમાં પણ મૂર્તિપૂજક પરંપરાના કેટલાક સાધુઓ માત્ર વ્યાખ્યાન વાંચતી વખતે કાનની બૂટમાં મુહપત્તીના બન્ને છેડા ભરાવીને મુખ ઉપર મુહપત્તી બાંધે છે. અહીં અમદાવાદમાં ડેલાનો ઉપાશ્રય છે. તેમાં જે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે, તેઓ વ્યાખ્યાન વાંચતી વખતે જ કાનની બૂટમાં મુહપત્તિીના છેડા ભરાવીને વ્યાખ્યાન વાંચે છે. એ રિવાજ હજુ પણ પ્રચલિત છે. જયારે ખુદ તીર્થકર ભગવાન હયાત હતા, ત્યારે તેમની વાણી સાંભળી લોકો કૃતાર્થ થતા; અને જ્યારે તીર્થકર નિર્વાણ પામ્યા ત્યારે તેમની વાણીને તીર્થકર જેટલું મહત્ત્વ અપાતું અને એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7