Book Title: Modha Ade Muhapatti bandhan Sha mata Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 2
________________ ૧૦૬ - સંગીતિ ગોળીઓ તેમને ન લાગતાં તેમની ચામડી જ એ ગોળીઓને પાછી પાડે છે. અસ્તુ, મારે મન તો આવી વિચારપ્રેરક ચર્ચાઓ ઘણી જ ઉપયોગી છે અને નવી પેઢીને વિશેષ પ્રેરક છે. મુહપત્તી શા માટે બાંધવી ? ગરમ પાણી પીવાથી અહિંસા કેવી રીતે સધાય છે? પોતાનાં પેશાબ તથા ગંદા પાણી જાહેર રસ્તા ઉપર ઢોળવામાં સંયમ છે? ચાલુ ભિક્ષાની રૂઢિ પૌરુષને હણનારી નથી? આ ઉપરાંત વીતરાગ ભગવાનની મૂર્તિ ઉપર ચોડવામાં આવતાં ચક્ષુઓ અને ટીલાં-ટપકાં, ચડાવવામાં આવતાં મુગટ અને આભૂષણો, કરવામાં આવતાં ભાતભાતનાં શોભાશણગાર–આ બધું જિનમૂર્તિની ભાવના સાથે સુસંગત છે કે વિસંગત ? વગેરે વગેરે અનેક બાબતો તમારી લખેલી ચર્ચા જોઈને મનમાં ઊભી થાય છે. પણ એ અંગે હાલ તો કશું લખવા મન તૈયાર નથી. ફક્ત મુહપત્તી અને તેનો ઇતિહાસ તથા બાંધવાનો હેતુ એ વિશે જ થોડું લખવાની વૃત્તિ અનુભવું છું. કોઈ સંઘ નવું પ્રસ્થાન કરે ત્યારે પોતાના બાહ્ય પોષાક વિશે ચાલુ રીત કરતાં નવી જ કલ્પના કરતો હોય છે. ખરી રીતે તો આંતરવૃત્તિ વિશે વિશેષ લક્ષ્ય અપાવું જોઈએ, પણ લોકો વચ્ચે રહેવાની અને પોતાની ઓળખ આપવાની જરૂર જણાયાથી આ બાબતનું મહત્ત્વ વધી જાય છે. અમુક લોકો એવા હોય છે કે તેઓ અમુક પોષાકવાળાને જ ભિક્ષા વગેરેનું દાન આપી પુણ્ય કમાવા તત્પર હોય છે. ભગવાન મહાવીરે તો પોતે કોઈ વેશ જ નહીં રાખેલો; તેમનો દેહ એ જ તેમનો વેશ હતો. તેઓ લોકનિરપેક્ષ હતા, એટલે તેમને તે પોસાયું. પણ તેમની પરંપરા તો લોક ઉપર જીવનારી રહી. એટલે તેમને તો વેષની ઉપેક્ષા કરવી શી રીતે પાલવે ? ઉત્તરાધ્યયનસૂત્રમાં કેશી અને ગૌતમના સંવાદમાં શ્રી ગૌતમે સ્પષ્ટ જણાવેલ છે કે લિંગ-વેષની લોકઓળખાણ સિવાય કશી જ કિંમત નથી, પ્રધાન તો સંયમની સાધના છે. પણ પાછળની પરંપરામાં જે પ્રધાન હતું તે ગૌણ બની ગયું, અને જે ગૌણ હતું તે પ્રધાન બની ગયું. પહેલાં કહ્યું તેમ શ્રી મહાવીર પાસે ન તો રજોહરણપાયલુંછણ હતું, ન પાત્ર હતું; તેમ ન મુહપત્તી હતી, તથા કપડું તો નામે ના હતું. ગૌતમાદિક મુનિઓ પણ અચેલક હતા. અંગસૂત્રોમાં જેમણે જેમણે દીક્ષા લીધેલ છે તેમના અનેક કથાનકો આપેલાં છે. તેમાં રાજપુત્રો, શેઠના પુત્રો, શેઠની પુત્રીઓ, રાજપુત્રીઓ, કુંભારો વગેરેનાં પણ કથાનકો છે. તેમાં એ દીક્ષા લેનારાઓ પાસે માત્ર બે જ ઉપકરણો હોવાની નોંધ છે. એક તો રજોહરણ અને બીજું પાત્ર. તેમાં કપડાની તેમ જ મુહપત્તીની નોંધ મુદ્દલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7