Book Title: Modha Ade Muhapatti bandhan Sha mata
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249409/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ? : એક સંશોધનાત્મક સમાલોચના (અંગત પત્રના આકારમાં મળેલી આ સમાલોચનાના લેખક પંડિત બેચરદાસ જીવરાજ દોશી એક મોટા વ્યાકરણશાસ્ત્રી અને જૈન ધર્મના પ્રખર પંડિત છે. તેમણે સંપાદિત કરેલી ‘મહાવીરવાણી'ને પૂજ્ય વિનોબાજીએ ઊંડી પ્રસન્નતાભર્યા ઉદ્ગારોપૂર્વક આવકારી છે. તેમની વિશેષતા સ્વતંત્ર ચિંતન અને પોતાના વિચારોના નીડરતાભર્યા નિરૂપણમાં રહેલી છે. વિચારોની સ્વતંત્રતા ખાતર તેમણે પોતાના સમાજ તરફથી જે સહન કર્યું છે તેવું ભાગ્યે જ અન્ય કોઈ જૈન વિચારકને સહન કરવું પડ્યું હશે. તેમનો પ્રસ્તુત લેખ મુહપત્તીબંધનના વિષયમાં મૌલિક પ્રકાશ પાડે છે. આ લખાણ મોકલીને તેમણે મારી વિચારણાને વધારે સુગ્રાહ્ય બનાવી છે. તેથી આ તેમનો લેખ પ્રગટ કરતાં હું આનંદ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. પરમાનંદ) સ્નેહી શ્રી પરમાનંદભાઈ, સપ્રેમ પ્રણામ. સપ્ટેમ્બર મહિનાની સોળમી તારીખ અને શનિવારના ‘પ્રબુદ્ધ જીવન’માં ‘મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?' એ મથાળા નીચે તમે જે નોંધ લખેલ છે તે એકલી જ પણ ‘પ્રબુદ્ધ જીવન'ના નામને સાર્થક કરવાને સમર્થ છે એમ મને લાગે છે. મારા મનમાં પણ આ અને આવા બીજા અનેક વિષયો અંગે અનેક વિચારો ઘણી ઘણી વાર ઘોળાતા રહે છે, પણ જાણી જોઈને જ એ વિચારોને હું વાચા આપતો નથી. જોઉં છું કે સમાજના ધુરંધર આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુસાધ્વીઓ અમુક રીતે પ્રવાહપતિત થઈને ચાલી રહ્યા છે; તેમાં જ તેમને મોજ છે. આવી ચર્ચાઓને લીધે તેઓ થોડી વાર જરૂર ઊંચાનીચા થવાના અને ચર્ચા કરનારને એક-બે શબ્દો ચોપડાવવાના; એ સિવાય બીજું તેઓ કશું કરી શકવા સમર્થ નથી. આવો એક સમય હતો, પણ હવે તો આવી ચર્ચાને તેઓ ભાગ્યે જ જોતા હોય છે. હવે તો તેમની ચામડી વિશેષ જાડી થઈ ગઈ છે. એટલે આવી ચર્ચાની Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ - સંગીતિ ગોળીઓ તેમને ન લાગતાં તેમની ચામડી જ એ ગોળીઓને પાછી પાડે છે. અસ્તુ, મારે મન તો આવી વિચારપ્રેરક ચર્ચાઓ ઘણી જ ઉપયોગી છે અને નવી પેઢીને વિશેષ પ્રેરક છે. મુહપત્તી શા માટે બાંધવી ? ગરમ પાણી પીવાથી અહિંસા કેવી રીતે સધાય છે? પોતાનાં પેશાબ તથા ગંદા પાણી જાહેર રસ્તા ઉપર ઢોળવામાં સંયમ છે? ચાલુ ભિક્ષાની રૂઢિ પૌરુષને હણનારી નથી? આ ઉપરાંત વીતરાગ ભગવાનની મૂર્તિ ઉપર ચોડવામાં આવતાં ચક્ષુઓ અને ટીલાં-ટપકાં, ચડાવવામાં આવતાં મુગટ અને આભૂષણો, કરવામાં આવતાં ભાતભાતનાં શોભાશણગાર–આ બધું જિનમૂર્તિની ભાવના સાથે સુસંગત છે કે વિસંગત ? વગેરે વગેરે અનેક બાબતો તમારી લખેલી ચર્ચા જોઈને મનમાં ઊભી થાય છે. પણ એ અંગે હાલ તો કશું લખવા મન તૈયાર નથી. ફક્ત મુહપત્તી અને તેનો ઇતિહાસ તથા બાંધવાનો હેતુ એ વિશે જ થોડું લખવાની વૃત્તિ અનુભવું છું. કોઈ સંઘ નવું પ્રસ્થાન કરે ત્યારે પોતાના બાહ્ય પોષાક વિશે ચાલુ રીત કરતાં નવી જ કલ્પના કરતો હોય છે. ખરી રીતે તો આંતરવૃત્તિ વિશે વિશેષ લક્ષ્ય અપાવું જોઈએ, પણ લોકો વચ્ચે રહેવાની અને પોતાની ઓળખ આપવાની જરૂર જણાયાથી આ બાબતનું મહત્ત્વ વધી જાય છે. અમુક લોકો એવા હોય છે કે તેઓ અમુક પોષાકવાળાને જ ભિક્ષા વગેરેનું દાન આપી પુણ્ય કમાવા તત્પર હોય છે. ભગવાન મહાવીરે તો પોતે કોઈ વેશ જ નહીં રાખેલો; તેમનો દેહ એ જ તેમનો વેશ હતો. તેઓ લોકનિરપેક્ષ હતા, એટલે તેમને તે પોસાયું. પણ તેમની પરંપરા તો લોક ઉપર જીવનારી રહી. એટલે તેમને તો વેષની ઉપેક્ષા કરવી શી રીતે પાલવે ? ઉત્તરાધ્યયનસૂત્રમાં કેશી અને ગૌતમના સંવાદમાં શ્રી ગૌતમે સ્પષ્ટ જણાવેલ છે કે લિંગ-વેષની લોકઓળખાણ સિવાય કશી જ કિંમત નથી, પ્રધાન તો સંયમની સાધના છે. પણ પાછળની પરંપરામાં જે પ્રધાન હતું તે ગૌણ બની ગયું, અને જે ગૌણ હતું તે પ્રધાન બની ગયું. પહેલાં કહ્યું તેમ શ્રી મહાવીર પાસે ન તો રજોહરણપાયલુંછણ હતું, ન પાત્ર હતું; તેમ ન મુહપત્તી હતી, તથા કપડું તો નામે ના હતું. ગૌતમાદિક મુનિઓ પણ અચેલક હતા. અંગસૂત્રોમાં જેમણે જેમણે દીક્ષા લીધેલ છે તેમના અનેક કથાનકો આપેલાં છે. તેમાં રાજપુત્રો, શેઠના પુત્રો, શેઠની પુત્રીઓ, રાજપુત્રીઓ, કુંભારો વગેરેનાં પણ કથાનકો છે. તેમાં એ દીક્ષા લેનારાઓ પાસે માત્ર બે જ ઉપકરણો હોવાની નોંધ છે. એક તો રજોહરણ અને બીજું પાત્ર. તેમાં કપડાની તેમ જ મુહપત્તીની નોંધ મુદ્દલ Page #3 -------------------------------------------------------------------------- ________________ મોઢા આડે મુહપત્તીબંધન શા માટે?.... • ૧૦૭ નથી દેખાતી. ત્યારે હવે એ પ્રશ્ન થવો સંભવિત છે કે આ મુહપત્તી આવી કેવી રીતે? ગુણરત્નસૂરિએ ‘પદર્શનસમુચ્ચય'ની મોટી ટીકા લખેલ છે. તેમાં બીટા' નામે એક શબ્દ આવે છે. તેની વ્યાખ્યા આપતાં તેમણે જણાવેલ છે કે બીટા એ લાકડાની પટિકા છે, જેને સાંખ્યમતાનુયાયી મુનિઓ પોતાના મુખ પર બાંધી રાખતા. એ મુનિઓ એમ માનતા કે મુખમાંથી શ્વાસ નીકળતાં ઘણા જીવોનો વિનાશ થઈ જાય છે, માટે મોઢા ઉપર લાકડાની પટ્ટી રાખી મેલવી જોઈએ. આ બાબતનો જે શ્લોક ગુણરત્નસૂરિએ (સમય પંદરમો સૈકો) આપેલ છે તે આ પ્રમાણે છે : વીરા' કૃતિ ભારતે ધ્યાતા, વારવી પુરવસ્ત્ર | दयानिमित्तं भूतानां, मुखनिःश्वासरोधिका ॥ સાંખ્યદર્શનના અનુયાયી મુનિઓના વેષની હકીકત લખતાં ટીકાકારે આ શ્લોક ટાંકેલ છે. “બીટા” શબ્દની વ્યુત્પત્તિ વિશે કોઈ સમજણ આપી નથી, તેમ તે અંગે વિશેષ માહિતી પણ મળતી નથી. ટીકાકારે ભારતમાં એટલે કદાચ મહાભારતમાં આ “બીટા” શબ્દ પ્રસિદ્ધ છે એમ જણાવેલ છે. આ શબ્દ મહાભારતમાં ક્યાં આવે છે તે અંગે કોઈ માહિતી આપેલ નથી અને એ અંગે કોઈ તપાસ પણ કરવામાં આવી નથી. પણ આ ઉપરથી એટલું તો જણાય છે કે સાંખ્યમતના સાધુઓ જીવદયાને નિમિત્તે મુખ ઉપર લાકડાની પટ્ટી બાંધી રાખતા, બાંધી રાખેલ હોય તો જ મુખ ઉપર લાકડાની પટ્ટી રહી શકે. મોઢા આડી લાકડાની પટ્ટી હોય તો જરૂર મુખમાંથી નીકળતો નિઃશ્વાસ રોકાઈ શકે. આ ગમે તેમ હો, પણ આ દેશમાં એક કાળે સાંખ્યમુનિઓનો એવો સંઘ હશે, જે પોતાના મુખ ઉપર લાકડાની પટ્ટી બાંધી રાખતો હશે. એ સંઘ કેટલો પ્રાચીન હતો એ વિશે કહેવું કઠણ છે. પણ જે સમયના ગુણરત્નસૂરિ છે તે સમયમાં એટલે વિક્રમના પંદરમા સૈકામાં શ્રી ગુણરત્નસૂરિએ એવા સાંખ્ય મુનિઓને કદાચ જોયા પણ હોય. આ તો વાત લાકડાની પટ્ટીની થઈ, પણ જૈન સંઘમાં વસ્ત્રની મુહપત્તી ક્યારે આવી ? એ વિશે વિચાર કરવા જેવો છે. ઉપર કહ્યું તેમ પ્રાચીન જૈન મુનિઓ પાસે માત્ર બે જ ઉપકરણ રજોહરણ અને પાત્રો હતાં, એ સિવાય ત્રીજું કોઈ ઉપકરણ ન હતું. મુહપત્તીનો ઇતિહાસ જૂનો જણાય છે. સંભવ છે કે દેવદ્ધિગણીની પહેલાં તે આવી ગઈ હોય અથવા સ્કંદિલાચાર્યના સમયની પણ તે હોઈ શકે. આ બાબત કોઈ ઉલ્લેખનું પ્રમાણ મળતું નથી, પણ મારી સમજ પ્રમાણે મુહપત્તીનો સંબંધ પુસ્તકો સાથે હોય એમ જણાય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ • સંગીતિ જ્યારે લખેલ પુસ્તકોની સંઘમાં હયાતી થઈ, ત્યારે તે સાથે મુહપત્તી પણ પ્રાદુર્ભાવ પામી. આમ તો ભગવાન મહાવીર બાદ હજાર વરસ પછી રીતસર આગમો પુસ્તકારૂઢ થયા એટલે કે પુસ્તકારે લિપિમાં લખાયાં, પણ તે પહેલાં કોઈ પુસ્તક નહીં લખેલું હોય એમ કહી શકાય એવું નથી. પ્રાચીન કાળમાં જયારે કાગળો શોધાયા ન હતા ત્યારે પુસ્તકો તાડપત્ર પર લખાતાં અને એ તાડપત્રો લાંબી સાઇઝનાં તથા ટૂંકી સાઇઝનાં પાનાંવાળાં હતાં. તેને દોરીથી બાંધવાની પદ્ધતિ હતી. પણ તે પદ્ધતિ જરા જુદી હતી. પ્રત્યેક પાનાની વચ્ચે એક કાણું (છિદ્ર) રાખવામાં આવતું અને લાંબા પાના ઉપર બે કાણાં થોડાં દૂર પણ સમાન લીટીમાં રાખવામાં આવતાં. તે સમયે પુસ્તકો ઘણાં દુર્લભ હતાં, તેથી તેની સંભાળ વિશેષ રાખવાની જરૂર હતી. વાંચતી વખતે પુસ્તકો ઉપર ઘૂંક ન પડે તે અંગે ખાસ ચીવટ રાખવામાં આવતી. ઘૂંક પડવાથી પુસ્તક બગડે, તેના અક્ષરો પણ ભૂંસાઈ જાય અને વારંવાર થંક પડવાથી પુસ્તકની આવરદા ઓછી થતાં તેનો નાશ જ થઈ જાય. તે તાડપત્રનાં પુસ્તકો વાંચતાં, ભણતાં, વંચાવતાં પાનું પકડવા માટે બે હાથ રોકાતાં, એટલે વાંચનાર કે ભણનારનું મુખ વાંચતા-ભણતાં ખુલ્લું રહે અને તેમાંથી ઘૂંક ઊડવાનો સંભવ ખરો. આ પરિસ્થિતિમાં ઊડતું થુંક રોકવાના ઉપાય તરીકે વાંચતી વખતે મુહપત્તી મુખ ઉપર બાંધી રાખવાની જરૂર જણાઈ હોય એ બનવા જોગ છે. મુખ ઉપર મુહપત્તી બાંધવાના બે પ્રકાર છે–એક તો મુહપત્તીના બન્ને છેડાને કાન પાસે કાનની ઉપર મજબૂત રીતે ભરાવી દેવા, જેથી મુખ ઉપરથી મુહપત્તી ખસી ન જાય. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે માત્ર પુસ્તકનો ઉપયોગ કરતી વખતે જ મુહપત્તીના ઉપયોગની જરૂર હતી, પણ આખો વખત, રાત અને દિવસ બાંધી રાખવાની કલ્પના ન હતી. કેટલાક મુનિઓને કાનની બૂટમાં છેદ હોય છે. તે છેદમાં મુહપત્તીના બને છેડા ભરાવી રાખીને પણ મુખ ઉપર મુહપત્તી બરાબર ટકાવી રખાતી. વર્તમાનમાં પણ મૂર્તિપૂજક પરંપરાના કેટલાક સાધુઓ માત્ર વ્યાખ્યાન વાંચતી વખતે કાનની બૂટમાં મુહપત્તીના બન્ને છેડા ભરાવીને મુખ ઉપર મુહપત્તી બાંધે છે. અહીં અમદાવાદમાં ડેલાનો ઉપાશ્રય છે. તેમાં જે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે, તેઓ વ્યાખ્યાન વાંચતી વખતે જ કાનની બૂટમાં મુહપત્તિીના છેડા ભરાવીને વ્યાખ્યાન વાંચે છે. એ રિવાજ હજુ પણ પ્રચલિત છે. જયારે ખુદ તીર્થકર ભગવાન હયાત હતા, ત્યારે તેમની વાણી સાંભળી લોકો કૃતાર્થ થતા; અને જ્યારે તીર્થકર નિર્વાણ પામ્યા ત્યારે તેમની વાણીને તીર્થકર જેટલું મહત્ત્વ અપાતું અને એ Page #5 -------------------------------------------------------------------------- ________________ મોઢા આડે મુહપત્તીબંધન શા માટે ?..... • ૧૦૯ વાણીને સાચવી રાખવાનું સાધન વિશેષતઃ પુસ્તક છે. એ પુસ્તકની કોઈ રીતે લેશ પણ અવમાનના ન થાય એ દૃષ્ટિએ મુખ્ય રીતે વ્યાખ્યાન આપવાના વખતે મુહપત્તી મુખ ઉપર બાંધવાનો રિવાજ ચાલુ થયેલ છે. આ રીતે મુહપત્તીની ઉત્પત્તિનો સંબંધ પુસ્તકોની ઉત્પત્તિ સાથે હોવાનું મને તો સયુક્તિક જણાય છે. પછી તો બોલતી વખતે કે કોઈની સાથે વાતચીત કરતી વખતે શ્રોતાના આદરની દષ્ટિએ–ને પાસે બેઠેલા શ્રોતા ઉપર થુંક ન પડે એ દષ્ટિએ—હાથમાં મુહપત્તી રાખી અને તેને મોઢા આડી ધરીને બોલવું એ વિશેષ સભ્યતાનું નિશાન છે. એ રીતે મુહપત્તી હાથમાં રાખવાની પદ્ધતિ શરૂ થઈ ગઈ લાગે છે. ઘણી જૂની એવી મુનિઓની મૂર્તિઓ મળે છે તથા ઘણાં જૂનાં એવાં મુનિઓનાં ચિત્રો પણ મળે છે, તેમાં કયાંય મુખ ઉપર મુહપત્તીને બાંધેલી જોવામાં આવતી નથી. કાં તો હાથમાં રાખેલી હોય છે, કાં તો રજોહરણ સાથે મૂકેલી હોય છે. આ રીતે વ્યાખ્યાન વાંચતી વખતે અને બોલતી વખતે મુહપત્તીના વપરાશની હકીકત પરિસ્થિતિવશાત્ ચાલુ થયેલ હોય એમ મને લાગે છે. પછી જ્યારે લોકશાહે મૂર્તિપૂજાની પદ્ધતિનો ત્યાગ કર્યો અને અમૂર્તિપૂજક પરંપરા ચલાવી, ત્યારે પણ ખુદ લોકાશાહ મુહપત્તી બાંધતા ન હતા. જોકે તેઓ ભિક્ષા દ્વારા પોતાની સંયમયાત્રા ચલાવતા, પણ વેશમાં ખાસ ફેર નહીં રાખેલો. કદાચ નીચેનું વસ્ત્ર વચમાં છે. પાછળ ખોસેલો ન હોય એવી રીતે મદ્રાસી લોકો માફક પહેરતા એમ માલુમ પડે છે. પણ જયારે તેમના અનુયાયી મુનિઓ થવા લાગ્યા ત્યારે વેશ કેવો રાખવો તે અંગે વિચારવાની જરૂર ઊભી થઈ. તે જમાનાનાં મુનિઓ અને સાધ્વીઓ માત્ર ધોળાં કપડાં પહેરતાં, એટલે આ મુનિઓએ પોતાનાં કપડાં ધોળાં રાખવાનું સ્વીકાર્યું. પણ મૂર્તિપૂજક પરંપરાના મુનિઓ મુહપત્તીને હાથમાં રાખતા, ત્યારે આ નવા મુનિઓએ દોરા દ્વારા મુહપત્તીને મુખ ઉપર બાંધી. એમ બીજાં બીજાં ઉપકરણો સાથે એક મુહપત્તીનું ઉપકરણ વધુ સ્વીકારી લીધું, અને રાતદિવસ સૂતાં-બેસતાં પણ મુહપત્તીને બાંધી રાખવાનું સ્વીકારી, તે વખતના ચાલુ મુનિવેશ કરતાં પોતાની જુદાઈ જણાવવા આ પગલું ભર્યું. હવે એ પરંપરામાંથી તેરાપંથી મુનિઓની એક પરંપરા જુદી પડી, પણ તેમની મુહપત્તી વર્તમાન સ્થાનકવાસી મુનિઓ કરતાં થોડી જુદી જણાય છે. આ અંગે મને પૂરો ખ્યાલ નથી, પણ તેમને જોતાં એમ માલૂમ પડે છે કે સ્થાનકવાસીઓ કરતાં આ નવા પંથવાળાની મુહપત્તીની લંબાઈપહોળાઈમાં થોડો ભેદ રાખવામાં આવેલ છે. હવે તો આ નવા તેરાપંથી મુનિઓ ચકચકિત મુહપત્તીને પણ બાંધતા દેખાય છે; તેઓએ મુહપત્તીને Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - સંગીતિ ચકચકિત કરવાની એક ખાસ પ્રક્રિયા શરૂ કરી છે. એથી આ નવા પંથના કેટલાક મુનિઓ પોતાના મુખ ઉપર ચકચકિત પ્લાસ્ટિક જેવી લાગતી મુહપત્તીઓને દોરા વડે બાંધે છે. મુહપરી મુખ ઉપર બાંધવાની પાછળનો હેતુ ઉપર જણાવેલ છે. તેઓ કહે છે કે સૂક્ષ્મ જંતુઓની હિંસા ન થાય માટે મુખ પાસે મુહપત્તી રાખવામાં આવે છે અથવા કાયમ બાંધી રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે વાતાવરણમાં ઊડતા સૂક્ષ્મ જીવો મુખમાં પેસી ન જાય અને વાયુકાયના જીવોની હિંસા ન થાય એ માટે આ મુહપત્તીનો ઉપયોગ છે. પણ આ વાત ઝટ ગળે ઊતરે એવી નથી. જયારે આ મુનિઓ કે સાધ્વીઓ ચાલે છે, ત્યારે તેમના બન્ને હાથ હાલતા જ હોય છે અને કપડાના છેડા પણ હાલતા જ હોય છે. એટલે એ વડે પણ વાયુકાયના જીવોની હિંસા થવાનો સંભવ નથી શું? જે ક્રિયાઓ અનિવાર્ય છે તેમને યતનાપૂર્વક, વિવેકપૂર્વક, સંયમ સાથે કરવાથી હિંસાનો સંભવ નથી, અને કદાચ એવી રીતે કોઈ હિંસા થઈ જાય તો પણ તેને બંધનકર્તા હિંસારૂપે સ્વીકારવામાં નથી આવેલી. એમ છતાં આ લોકો વાયુકાયની રક્ષાનો વિચાર કરે છે તે મને તો સમજાતો નથી. મને તો એમ જણાય છે કે માત્ર વેશનો ભેદ કરવા માટે આ પ્રવૃત્તિ શરૂ થયેલ છે, પછીથી તેનો વિશેષ આગ્રહ થયો અને છેવટે ત્યાં સુધી વાત આવેલ છે કે મુહપત્તી વિના સંયમનો સંભવ નથી. એટલે કોઈ સદ્ગણી, ખરેખર સંયમી મુનિ પણ મુહપત્તી છોડે કે તેને ભ્રષ્ટ અથવા અસંયમી માનવા સુધીની વાત આવી જાય છે. સ્થાનકવાસી પરંપરામાં અમુક મુનિ મુહપત્તી બાંધવાની પ્રથાનું કોઈ વિશેષ પ્રયોજન ન જોતાં હોય તો પણ તેમને સમાજના ભયથી, પોતાના નિર્વાહની દૃષ્ટિથી અને પોતાની પ્રતિષ્ઠા વગેરેના હેતુથી પણ મુહપત્તી બાંધી રાખવી જ પડે છે. આ કરુણતા નહીં તો બીજું શું કહેવાય ? મુહપત્તી અંગે બીજી પણ એક વાત સૂઝે છે : “મુનિ' શબ્દ ઓછું બોલવાની અને વિશેષ મૌન રાખવાની પ્રવૃત્તિને સૂચવે છે. મૌન શબ્દ મુનિ' શબ્દ દ્વારા આવેલ છે. વિશેષ મનન-ચિંતન કરવું અને ઓછામાં ઓછું બોલવું એ મુનિનું વિશેષ લક્ષણ છે. એ દૃષ્ટિએ પણ મુહપત્તીનો પ્રવેશ થવો સંભવિત લાગે છે. જેમ સાંખ્ય મુનિઓ લાકડાની પટ્ટી બાંધી રાખતા તેનો હેતુ પણ મૌનવ્રત સાચવવાનો જણાય છે અને કપડાની મુહપત્તીનો પણ એ જ હેતુ હોવો જોઈએ. પણ હવે તો એ હેતુ કોઈ પણ અંશમાં સચવાતો જણાતો નથી. એટલે મુહપત્તી માત્ર શોભારૂપ જ દેખાય છે. બાંધનારા પણ બોલવાની પ્રવૃત્તિમાં વિશેષ અગ્રેસર માલૂમ પડે છે. એટલે બાંધવાનો એ હેતુ Page #7 -------------------------------------------------------------------------- ________________ મોઢા આડે મુહપત્તિીબંધન શા માટે?... 111 સરતો જણાતો નથી. સમગ્ર જૈન સંઘમાં એકતાની વાતો જોરશોરથી ચાલી રહેલ છે અને ભગવાનના નિર્વાણને પચ્ચીસસો વરસ પૂરાં થતાં એ એકતા સધાવી જોઈએ એવું પણ વાતાવરણ ઊભું થતું જણાય છે. જેઓ એકતા કરવા ખરા અંત:કરણથી માનતા હોય અને ખરેખર આત્માર્થી હોય, જો એકતાના તેઓ ખરા હિમાયતી હોય, તો તેઓ સમજી લે કે પરસ્પર બાંધછોડ કર્યા વિના એકતાનો સંભવ નથી. જ્યાં સુધી તમામ ફિરકાના મુનિઓ અને શ્રાવકો પોતપોતાના આગ્રહમાં મક્કમ છે ત્યાં સુધી કોઈ કાળે એકતાનો સંભવ નથી. એટલે એકતા સાધવી હશે તો કેટલીક કેવળ બાહ્ય પ્રવૃત્તિમાં જરૂર કાપકૂપ કરવી પડશે, અને એમાં આવી મુહપત્તી બાંધવાની પ્રથા જેવી પરિસ્થિતિ અંગે ઊભી થયેલી પ્રવૃત્તિઓનો પણ વિચાર કરવો પડશે. કોઈ પણ બાહ્ય આચારો અવિચળ નથી અને અવિચળ રહેવાના નથી. વિજ્ઞાનનું પ્રાબલ્ય જોતાં હવે હાજીહાજીની રીત ચાલવાની જ નથી–ભલે ને કોઈ મુનિ જંબૂદ્વીપની એક લાખ યોજનની લંબાઈ-પહોળાઈ સમજાવવા કોઈ મોટું સંસ્થાની સ્થાપે, વિવિધ જાતના નકશા કલ્થ વા ગમે તેવી યુક્તિઓ દ્વારા પુસ્તકો લખીને છપાવે. એક લાખ યોજનનો જંબૂઢીપ છે એ વાત વર્તમાનમાં જે સમગ્ર પૃથ્વી છે તેની લંબાઈ-પહોળાઈ પ્રત્યક્ષ રીતે જોતાં પણ કોઈ રીતે ટકી શકવાની જ નથી. હા, જો યોજનાનો અર્થ કોઈ જુદી રીતે કલ્પવામાં આવે, તો તે વાત ટકી શકે ખરી. વર્તમાનમાં એવા અનેક શોધકો છે, જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ્યા છે અને પૃથ્વીની લંબાઈ-પહોળાઈ પ્રત્યક્ષ રીતે બતાવી શકવા સમર્થ છે. કોઈ જૈન ગુહસ્થ કે મુનિ પણ આ હકીકતને પ્રત્યક્ષ જરૂર કહી શકે છે, પણ પોતાની હકીકતનો મેળ ન બેસે તેમ હોય છતાં કદાગ્રહ કરીને તેને પકડી રાખવી અને સમાજમાં નાણાંનો દુરુપયોગ કરવો વા કરાવવો એ તો વિશેષ અનર્થકર છે. જે સમાજના લોકો મોટા-મોટા ઉદ્યોગો ચલાવી શકે છે અને વિશેષ બુદ્ધિમાન પણ છે એ લોકો કેવા વિચારથી આવી અશક્ય પુરવાર થયેલી, પાયા વિનાની વાતોની સાબિતી માટે પૈસા આપી શકે છે એ જ સમજાતું નથી. અસ્તુ. પરમાત્મા સૌને સન્મતિ આપે ! તમારો બેચરદાસ - પ્રબુદ્ધ જીવન, ઓક્ટો. - 1967